________________
પીઠબંધ ] પ્રભુકૃપાથી મંદિર પ્રવેશ.
૧૦૯ તિમાં આગળ વધી ગ્રંથિભેદના પ્રદેશની નજીક આવી ગયેલાની છે એમ સમજવું. સમ્યકત્વ પ્રાપ્ત થતાં પહેલાં પ્રાણુની આવી દશા થાય છે એમ વિસ્તારથી જણાવવાનો અત્ર પ્રયત્ન કર્યો છે. સમ્યકત્વ વિમળા દશા સૂચવે છે, પણ તે પ્રાપ્ત થયા પહેલાં ચેતનની પ્રગતિ ઘણું થાય છે અને તે કેવી રીતે થાય છે તે આ નિપુણ્યકના દષ્ટાન્તથી બરાબર વિચારવા ગ્ય છે.
- સુસ્થિત મહારાજની નજર ત્યારપછી સર્વ કલ્યાણના કારણભૂત પરમાત્માની નજર આ પ્રાણી ઉપર પડે છે તેને અંગે કથાનકમાં કહેલો દરિદ્રી ચેતના પ્રાપ્ત કરીને ઉપર કહ્યું તે પ્રમાણે વિચાર કરે છે ત્યારથી તે મહારાજની તેના ઉપર નજર પડી ત્યાંસુધીની હકીક્ત પર વિચારણા કરવાની છે. તેને માટે મૂળ કથાનકમાં કહેવામાં આવ્યું છે કે “એ નિપુણ્યક દરિદ્રીને કાંઈક ચેતના પ્રાપ્ત થવાથી ઉપર પ્રમાણે પોતાના મનમાં તે વિચાર કરે છે તે વખતે ત્યાં એક બનાવ બન્યો તે સાંભળે આ સુંદર રાજ મંદિરના સાતમા માળ ઉપર સર્વથી ઉપરની ભૂમિકાએ લીલામાં લીન થઈ સુસ્થિત મહારાજા બિરાજમાન થયા છે. ત્યાં બેઠા બેઠા પોતાની નીચે આવી રહેલ આખા નગરના લેકે જુદા જુદા વ્યાપાર કરી રહ્યા છે અને અનેક પ્રકારના આનંદમાં મચી રહ્યા છે તે સર્વ એકી વખતે એક સાથે જોઈ રહ્યા છે. તે નગરની બહાર અથવા નગરમાં એવી કઈ વસ્તુ કે એવો કઈ ભાવ નથી કે જે સાતમી ભૂમિ ઉપર બેઠેલા પરમ ઐશ્વર્યવાળા સુસ્થિત મહારાજાની નજર બહાર હોય અથવા જેના ઉપર તેઓશ્રીની નજર ન પહોંચી શકતી હોય. અત્યંત ભયંકર દેખાવવાળા, અનેક રોગોથી ભરેલા શરીરવાળા અને સારા માણસોને અત્યંત દયા ઉપજાવે તેવા તે વખતે મંદિરમાં દાખલ થયેલા નિપુણ્યક દરિદ્રી ઉપર તે મહારાજાની નિર્મળ નજર કરૂણાપૂર્વક પડી અને તેની દૃષ્ટિ પડવા માત્રથી જ તે દરિદ્રિીનાં પાપ કેટલેક અંશે ઘવાઈ ગયાં” આ સર્વ હકીકત આ જીવના સંબંધમાં બરાબર વિચારવી. અહીં પણ જ્યારે તેનાં કર્મ જરા હલકાં થાય છે અને ભદ્રકભાવમાં વર્તતો આ પ્રાણી જ્યારે માર્ગસન્મુખ વધારે થતો જાય છે તે વખતે તેના સંબંધમાં પરમાત્માની તેના પર દૃષ્ટિ પડવારૂપ અતિ સુંદર બનાવ બને છે. ત્યાં રાજમંદિરમાં સાતમા માળની સર્વથી ઉપરની ભૂમિકા ઉપર બેઠેલા, પોતાની નીચે આવી
૧ તેનામાં માર્ગનુસારીપણાના ગુણો વધારે વધારે આવતા જાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org