________________
૨૯૫
પ્રકરણ ૬]
સંસારીજીવ તસ્કર. હવે વાસ્તવિક રીતે એ બાબતમાં તારી યોગ્યતા થયેલી જણાય છે. આવી રીતે જે તે દરરોજ મારી સાથે વિચારણું કરીશ તો અત્યારે તે જે કે તું પરમાર્થને જાણતી નથી, પણ ધીમે ધીમે સર્વ વસ્તુની અંદર રહેલા તત્વને બરાબર જાણનાર થઈ જઈશ.આ પ્રમાણે વાતો કરતાં તે બન્ને સખીઓને બહુ આનંદ છે. પછી તેઓ સદાગમ મહાત્માને નમસ્કાર કરીને તે દિવસે તો પોતપોતાને સ્થાનકે ગઈ, પરંતુ પછીથી તે બન્ને સખીઓ દરરોજ સદાગમ પાસે આવવા લાગી, તે મહાત્માની સેવા કરવા લાગી અને તેમના દિવસો આનંદથી પસાર થવા લાગ્યા.
રાજપુત્ર સંબંધી નિર્ણય. તે મહાત્મા અને બુદ્ધિમાન્ સદારામે એક દિવસ વિશાળ નજર
પહોંચાડનાર પ્રણાવિશાલાને ઉદ્દેશીને કહ્યું “પેલે રાપ્રજ્ઞાવિશાલાને પુત્ર (ભવ્યપુરુષ-સુમતિ) જે સર્વ ગુણ ધારણ ધાવમાતાસ્થાન. કરનારે થવાનો છે તેને નાનપણથી તારે તારા
એહમાં જોડી દેવાની જરૂર છે, તેથી હે ભદ્ર! તું રાજકુળમાં જા, ત્યાં તારે પરિચય વધાર અને કાળપરિણતિ મહારાણી જે રાજપુત્રની માતા થાય છે તેનું મન હરણ કરીને ગમે તે પ્રકારે તું તે રાજપુત્રની ધાવમાતા થા. તારામાં જે આ બાળકને વિશ્વાસ આવશે તે પછી તે સુખમાં ઉછરશે તો પણ મારે વશ રહેશે. એટલે પછી એવા સુપાત્રમાં મારું નિઃશેષ જ્ઞાન ક્ષેપવીને હું પણ કૃતકૃત્ય થઇશ.”
સદાગમની આ પ્રમાણે આજ્ઞા થતાં પ્રજ્ઞાવિશાલાએ “જેવો મહારાજશ્રીને હુકમ” એમ કહી, મસ્તક નમાવી, તે મહાત્માનાં વચનોમાં આદર લાવીને તેમણે જે પ્રમાણે કહ્યું હતું તે પ્રમાણે કર્યું. એટલે પ્રજ્ઞાવિશાલા રાજપુત્રની ધાવમાતા થઈ. હવે તે ધાવમાતાનું
૧ વિશાળ બુદ્ધિના માણસો સાથે વિચાર કરવાથી અને તેના સંબંધમાં આવવાથી શાસ્ત્રજ્ઞાન પ્રાપ્ત થાય છે અને તેમ ન થાય તે સંકેત પામી શકાતો નથી.
૨ નાનપણમાં સારા અભ્યાસની કેટલી જરૂર છે તે અત્ર વિચારવા યોગ્ય છે, નાનપણમાં છોકરાને ગમે તેટલા લાડ લડાવવામાં આવે પણ તેની બુદિનો વિકાસ કેવી રીતે થાય તેને સાથે જ વિચાર કરવાની ખાસ જરૂર છે, બાલ્ય કાળથી પ્રજ્ઞાવિશાલાને જોડવાની જરૂર અહીં ઉચિત રીતે બતાવી છે. અહીં “બાલ્ય” શખ શ્લેષ છે. ઉમરે ઘણા વધી ગયેલા પણ ધર્મજ્ઞાનમાં “બાલ્ય” ભાવે ધારણ કરનારા ઘણા હોય છે તે ધ્યાનમાં રાખવું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org