________________
પ્રસ્તાવના.
ઉપદેશ આપવાનું પ્રમળ સાધન કથાનુયોગ છે. કથાવાર્તા કરનાર લેખકમાં જ્યારે વિવિધવિષયગ્રાહી લોકોત્તર આદર્શોથી નિયંત્રિત અદ્ભુત બુદ્ધિચાતુર્ય, અસાધારણ પ્રતિભા, ઉત્તમ કાવ્યકુશળતા અને અપૂર્વ રસપોષકતા જોડાયલા હોય ત્યારે જે કાર્ય કથાનુયોગ સાધી શકે છે તે શુષ્ક ઉપદેશ કદિ પણ્ સાધી શકતો નથી એ નિ:સંદેહ છે, ભારતવર્ષના થાસાહિત્યમાં જૈન કથાનુયોગ અગ્રપદ ભોગવે છે એમ ઘણા વાંચન અને વિવેચનને પરિણામે જણાતાં અને સમગ્ર સમાજપર એ સાહિત્યની એકસરખી અસર નીપજાવીશકાય છે એમ નિર્ણય થતાં આ ગ્રંથ વાંચવાનો પ્રસંગ બન્યો. વધારે તપાસ કરતાં જૈન અને જૈનેતર વિદ્વાનો પાસેથી એમ પણ જણાયું કે કથાની અદ્ભુત સંકલના સાથે આંતર ધ્વનિમાં ઉપદેશનું અસાધારણ ગૌરવ ધરાવનાર આ ગ્રંથ આખા સંસ્કૃત સાહિત્યમાં પ્રથમ સ્થાન ધરાવે છે એટલે તે વારંવાર વાંચ્યો અને વાંચતા ઉક્ત નિર્ણયની સાર્થકતા અને સત્યતા સમજાણી.
કથાસાહિત્ય માળકથી માંડી વૃદ્ધ પર્યંત સર્વને ઉપકારી અને છે. દરેક પ્રાણી પછી તે સામાન્ય બુદ્ધિમાન હોય કે વિશેષ અભ્યાસી હોય તે સર્વને એ સાહિત્ય અભ્યાસ ગ્રાહકતા અને શીઘ્રવેદિત્યના પ્રમાણમાં ઓછો વધતો લાભ કરે છે; એટલા માટે આ ઘણા મોટા ગ્રંથનું ભાષામાં અવતરણ કરવા વિચાર થયો અને એ કાર્ય સંવત્ ૧૯૭૧ માં શરૂ કર્યું. એ પ્રયત્નના પરિણામનો પ્રથમ વિભાગ આજે જાહેર પ્રજા સમક્ષ ધરવામાં આવે છે. એ પ્રયતના શુભ પરિણામ કે લોકપ્રિયતા માટે જરા પણ શંકા નથી, કારણ કે એક અવાજે મૂળગ્રંથની વિશિષ્ટતા એનો લાભ લેનાર ગાઈ રહ્યા છે. માત્ર જો ભાષાઅવતરણમાં કાંઈ ક્ષતિઓ આવી ગઈ હોય, તદ્ન સરળ ભાષા રાખવાનો ઇરાદો રાખવા છતાં કોઈ જગોએ તે અઘરી થઇ ગઇ હોય તો તે દોષ મારો છે. મારી ભાવના ગુજરાતી પાંચ ચોપડી ભણેલી સ્ત્રી પણ આ ગ્રંથ સમજી શકે તેટલો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org