________________
૩૫૨
ઉપમિતિ ભવપ્રપંચ કથા. [ પ્રસ્તાવ ૩ કરતા નહિ, કારણ કે તેઓના મનમાં ભય રહેતો હતો કે તેમ કરવાથી કદાચ સર્વને નાશ થશે. કળાચાર્ય તો મારી તદન પાસે હોવાથી મારી સર્વ ચેષ્ટાઓ સારી રીતે જોતા હતા અને સર્વ હકીકત તેઓના ધ્યાનમાંજ હતી, પણ મારા તેફાનનું છોકરાઓ ઉપર જે પરિણામ આવતું હતું તે તેઓએ આડકતરી રીતે જોઈ લીધેલું હોવાથી તેઓ પણ પોતાના હૃદયમાં બીઈ ગયેલા હોવાને લીધે આ સંબંધમાં મને શિક્ષણ આપવા માટે અથવા ઠપકે આપવા માટે મારી સામું પણ જોઈ શકતા નહોતા અને કદાચ બીજું કાંઈ બહાનું લઈને કળાચાર્ય મારી પાસે કાંઈ પણ બોલે તો હું તેને પણ ભાંડવા મંડી જતો અને તાડના કરવાનું પણ ચાલુ કરી દેતો. આ પ્રમાણે થયા પછી તે અન્ય રાજપુત્રોની પેઠે તે પણ મારી સાથે છેટેથી જ કામ લેવા લાગ્યા. આવી રીતભાત અને હકીકત જોઈને મહામહના દોષથી હું વિચાર
કરવા લાગ્યો કે અહો ! મારા પરમ પ્રિય મિત્ર વૈનંદિવર્ધન પર શ્વાનરનું માહામ્ય અને શક્તિ તે જુઓ ! અન્ય અવળી અસર. સેહી ઉપર હિત કરવાની તેની શક્તિ કેવી સુંદર છે!
વળી તેની કુશળતા જુઓ ! તેને વાત્સલ્યભાવપ્રેમ જુઓ ! તેનો મારા પર દઢ રાગ જુઓ ! જ્યારે તે મને પ્રેમથી ભેટે છે ત્યારે મારામાં પરાક્રમ ઘણું વધી જાય છે અને તેથી રાજાની પેઠે સર્વત્ર મારૂં શાસન ચાલે છે. એ સર્વ પ્રતાપ મારા મિત્રવર્ય વૈશ્વાનરને છે ! વળી તે એક ક્ષણવાર પણ મને મૂકીને જતો નથી તેથી તેજ મારે ખરેખર ભાઈ છે, તે જ મારું ખરેખરૂં અંગ છે, તેજ મારું સર્વસ્વ છે, તે જ મારું જીવિત છે અને તેજ મારું પરમ તત્ત્વ છે. એ (વૈશ્વાનર ) ના વગરને પુરુષ કાંઈ પણ કરી શકતો નથી અને તેથી ઘાસના બનાવેલા ચાડીઆથી તે પુરુષ કેઈ પણ રીતે ચઢતો નથી – આવા આવા વિચારોથી મિત્ર વૈશ્વાનર ઉપર ભારે દઢ રાગ વધારે વધારે સ્થિર થતો ગયો.
વિશ્વાનરનુરક્ત રાજકુમાર, એક દિવસ અમે બન્ને– હું અને વિશ્વાનર-ખાનગીમાં બેઠા હતા તે વખતે અમારી વચ્ચે નીચે પ્રમાણે ગુપ્ત વાતો થઈ:
નંદિવર્ધન–“મિત્ર ! વધારે કહેવાની કોઈ જરૂર હું જોતો નથી, પણ મારે તને જણાવી દેવું જોઈએ કે મારા પ્રાણ તારે આધીન છે અને તારે એને તારી મરજીમાં આવે તે પ્રમાણે જવા.”
- ૧ મોક્ષ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org