SearchBrowseAboutContactDonate
Page Preview
Page 667
Loading...
Download File
Download File
Page Text
________________ દર ઉપમિતિ ભવપ્રપંચા કથા. [ પ્રસ્તાવ ૩ ચેન પડતું નથી અને વાત એટલે સુધી વધી ગઇ છે કે આ મૃગયા કરવાના શોખ કુમારને પેાતાના પ્રાણથી પણ વધારે વહાલા થઇ પડચો છે.' મહારાજ! આ પ્રમાણે હકીકત સાંભળીને મેં મારા મનમાં વિચાર કર્યો કે અહા ! આ તે દેવે અમને સજ્જડ ફટકો માર્યો ! મારા મનમાં તે વખતે આ કહેવત યાદ આવી ગઇઃ ઊંટની પીઠ ઉપર જે સમાઇ ન શકે તે તેને ગળે બંધાવવામાં આવે છે.રે અરેરે ! કુમારને પેલા પાપી મિત્ર વૈશ્વાનર સાથે યાગ થયા તેને પરિણામે અમે તેા ઠાર થઇ ગયા ! કારણ કે એ પાપીની દાસ્તીને પરિણામે વળી હિંસા દેવી કુમારશ્રીની ભાર્યાં થઇ પડી! આ બાબતના વિચારમાંજ આજને મારે આખા દિવસ પસાર થઇ ગયા. મહારાજ ! આ કારણથી કુમાર આપની પાસે આજે આવ્યા નથી એમ જણાય છે.” વૈશ્વાનર ને ફટકા. મહારાજ પદ્મરાજાએ વિદુરના આવેા જવાબ સાંભળી વિચારમાં પડી જઇ કહ્યું “ વિદુર! આ શિકારના શોખ મહા પાપનું કારણ છે અને તેમ હોવાથી જ અમારા વંશના કોઇ પણ રાજાએ તેવા શાખ અત્યાર સુધી કર્યો નથી. માટે જો કોઇ પણ પ્રકારે કરીને એ શિકારના શાખના કારણ તરીકે રહેલી પેલી તેની હિંસા નામની સ્રી છે તેને કુમારથી દૂર કરાય તે બહુ સારૂ થાય ! ’’ વિદુરે જવાબમાં મારા પિતાજીને કહ્યું “ સાહેબ ! પેલા વૈશ્વાનરની પેઠે એ હિંસા દેવી પણ અંતરંગ રાજ્યમાં રહેતી હોવાને લીધે એકદમ આપણાથી પહોંચી શકાય તેવી નથી એ મેાટી પંચાતની મા અત છે. પરંતુ સાહેબ ! આજે એમ સાંભળ્યું છે કે પેલા જિનમતજ્ઞ નિમિત્તીઓ હતા તે અહીં ફરીવાર આવેલ છે. જો આપની ઇચ્છા હોય તા તેનેજ બેાલાવીને પૂછીએ કે હવે આ બાબતમાં આપણે શું કરવું ઉચિત છે.” રાજાએ જણાવ્યું કે “ ત્યારે તે તે નિમિત્તીઆને અહીંજ ખેલાવે.” '' ૧ વિદુર પદ્મરાજા પાસે વાત કરે છે. ૨ જેટલા એજો ઊંટની પીઠપર નખાય તેટલા નાંખવે, પછી વધે તા તેને ગળે લટકાવી દેવા; વૈશ્વાનરે પણ આજ રસ્તા લીધેા જણાય છે. પેાતે બનતું નુકશાન કર્યું અને વધારામાં વળી આ હિંસા દેવીને કુમારને ગળે વળગાડ્યાં (પરણાવ્યા)–આવે। ભાવાર્થ છે. ચારમય છે 7 માતિ તાળ્યે નિષ્યતે એને મળતી ગુજરાતી કહેવત ધ્યાનમાં આવતી નથી. ૩ જિનમતજ્ઞ નિમિત્તીઆના પૂર્વવર્ણન માટે જુએ પૃષ્ઠ ૩૬૧. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002144
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 1 2 3
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1921
Total Pages737
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy