________________
શારદા દર્શન જશે તે બધા બળી જશે. લાવ, બચાવવા જાઉં. (હસાહસ) આ એવા ન હતા. તેમણે તે ધડાકાબંધ કહી દીધું કે હે વિપ્ર ! એમાં મારી તે કઈ ચીજ નથી કે કઈ મિલ્કત નથી. મારી જે મિલ્કત છે તે બધી મારી પાસે છે. હું તે સુખે વસું છું ને સુખે જીવું છું. પછી મિથિલા નગરી બળે એમાં મારૂ કંઈ બળતું નથી. સાધુ તે સ્ત્રી, પુત્ર, પરિવાર ઘરબાર, મિલ્કત બધાને ત્યાગ કરીને નીકળી જાય છે પછી એના ઉપર મમત્વ હોતું નથી. પછી એને સંસારમાં કોઈ વસ્તુ કે વ્યક્તિ પ્રિય કે અપ્રિય હોતા નથી. એની દષ્ટિ તે માત્ર મેક્ષ તરફ હોય છે. પછી ગમે તે થાય તે દુઃખ શેનું થાય?
નમિરાજર્ષિને ઉત્તર સાંભળીને ઈન્ડે કહ્યું એ તો ઠીક છે પણ હે મહારાજા ! આ તમારી નગરીનું શત્રુ આદિથી રક્ષણ કરવા માટે તમે નગરીને ફરતો કિલ્લો બનાવડા. તેના દરવાજા, ભુંગળ વિગેરે મજબૂત કરાવે અને શસ્ત્ર વિગેરે સામગ્રી વ્યવસ્થિત કરીને જાવ, ત્યારે નમિરાજર્ષિ શું કહે છે તે સાંભળો.
सध्धं नगरं किच्चा, तव संवर मग्गलं ।
ત્તિ નિરૂપ પાઈ, તિમુ સુપયંસ | ઉત્ત, સૂ.અ. ૯ ગા. ૨૦
ત્યારે નમિરાજર્ષિ કહે છે હે મહાભાગ ! જે સંસાર છોડીને સંયમી બને છે તે શ્રધ્ધારૂપી સુંદર નગર વસાવે છે. બાહ્ય અને આત્યંતર તપ અને મહાવ્રતાદિ સંવરના દરવાજા અને ભૂંગળા બનાવે છે અને મન, વચન, કાયાની ગુપ્તિથી મજબૂત ક્ષમાને એ જબરદસ્ત કિલ્લે રચે છે કે એમાં કોઈ દુશ્મન પ્રવેશ કરીને આક્રમણ કરી શકે નહિ, અને શસ્ત્રમાં તે સત્ પરાક્રમ રૂપી ધનુષ્ય, રાગાદિની આકુળવ્યાકુળતાના અભાવ રૂપી બાણું, સત્યની ઢાલ, તપ રૂપી ભાલે અને સાધુચર્યાનું મજબૂત બતર પહેરી લે છે. આવા મુનિને પછી કોઈ બાહ્ય સંગ્રામ ખેલવાન રહેતું નથી. પછી ઈટ ચુનાનો કિલ્લે અને લેખંડના શની સજાવટ શા માટે કરવાની ? કે સુંદર જવાબ આપે.
બંધુઓ! આવા સાધુએ આત્મિક સંગ્રામ ખેલી પરમ અને ચરમ વિજય પ્રાપ્ત કરી સદાને માટે સંસારના બંધનમાંથી મુક્ત બની જાય છે. આત્મિક સામ્રાજ્ય કેવું સુંદર અને વિશાળ છે. જે માનવી જરા શાંત ચિત્તે આ બાબતનો વિચાર કરે તે સમજી શકાશે કે જેમ આપણે બહારની વસ્તુમાં સુખ, શાંતિ અને સગવડની કલ્પના કરીએ છીએ એવી આંતરિક વસ્તુમાં કરવાની જરૂર છે. એ આત્માને અપૂર્વ, અનુપમ સુખ અને શાંતિ આપે છે. એવું સુખ અને શાંતિ સંસારની ભૌતિક વસ્તુમાં નથી. આવું જયારે જીવને સમજાશે ત્યારે સાચું સુખ પ્રાપ્ત થશે,
શા–9.