________________
શારદા દર્શન
કહ્યું હવે જે દીક્ષા નહી લે તે ઉંચકીને લઈ જઈ શ. સ્ત્રીઓ ખૂબ કરગરતી આંખમાં આંસુ સારતી કહે છે જે તમારે એમને દીક્ષા દેવી હતી તે પછી શા માટે અમારી સાથે પરણાવ્યા ? પરણ્યાં પહેલા જ દીક્ષા દેવી હતી ને ? અમે એમને વિયેગ સહન કરી શકીશું નહીં. માટે કૃપા કરો. પહેલાં તમે એમના માટે બાર વર્ષને સમય આપ્યો હવે અમારા માટે બીજા બાર વર્ષ આપે. મેતારજ મૌન રહ્યા ત્યારે દેવે કહ્યું કે કેમ મેતારજ તું કંઈ બોલતું નથી. ઉભું થઈ જા. તું ઠંડા કલેજે બેઠો છે. એટલે મને તે એમ જ લાગે છે કે હજુ તારામાં ખામી છે. નહીંતર તું શું તારી સ્ત્રીઓને એમ ન કહી શકે કે જે તમને મારા પ્રત્યે પ્રેમ હોય તે ચાલે, મારી સાથે દીક્ષા લઈ લે. તું કંઈ બોલતે નથી માટે મને લાગે છે કે તેને સંસારને મેહ છૂટયો નથી. - મેતાજની સ્ત્રીઓએ ખૂબ કરગરીને કહ્યું કે વધુ નહીં બાર વર્ષ એમને રહેવા દે. પછી અમે નહીં કહીએ. એટલે દેવ બાર વર્ષની રજા આપીને ચાલ્યો ગયે. અહીં તે આનંદ આનંદ થઈ ગયે. હવે લપ ગઈ. સુખે સંસારની મોજ માણીશું. (હસાહસ) જુઓ, સંસારમાં રોકાવાની વાત આવી એટલે તમને કેવું હસવું આવ્યું ? પણ બ્રહ્મચર્યની અને તપ-ત્યાગની વાત આવે છે ત્યારે આટલું હસવું નથી આવતું. એટલે નકકી થાય છે કે તમને જેટલે સંસાર વહાલે છે તેટલે ધર્મ વહાલ નથી. બીજા બાર વર્ષ મળ્યા એટલે મેતાજ રાજી થયે. દિવસ જતાં કયાં વાર લાગે છે. પાના પૂરની માફક સમયનું વહેણ વહી રહ્યું છે. બાર વર્ષ પૂરા થયાં ને મેતારજનું કર્મ પણ પૂરું થવા આવ્યું. એટલે મનમાં ભાવ આવ્યા કે હવે દીક્ષા લઉં. બાર વર્ષ પૂરા થતાં મિત્રદેવ હાજર થયો ને કહ્યું કેમ મેતાજ ! હવે શું વિચાર છે? ત્યારે પડકાર કરીને કહે છે ભાઈ! હવે હું તૈયાર છું. અરેરે....ભાઈ! તું આ માટે દેવ થઈને મને ત્રણ ત્રણ વખત જગાડવા આવે પણ મેં ધિઠ્ઠાએ કંઈ વિચાર ન કર્યો? સંસારના કીચડમાં ખેંચી ગયે ને મારા આત્માનું ગુમાવ્યું. ભાઈ! શું વાત કરું ? સંસાર ચક્કરમાં હું કે તે ફસાઈ ગયે, સંસારની માયામાં હું ફસાઈ ગયે, મેહની એવી પ્રભુ મને માયા લાગી, એને હું કેઈ કાળે ના શક્ય ત્યાગી રે, એ વીતરાગી રે, એ વીતરાગી રે, લગની પ્રભુ તારી મને લાગી રે,
હવે મેતારજને ખૂબ પશ્ચાતાપ થવા લાગ્યો. હે પ્રભુ! જેમ પિલા બંડને કઈ કાદવમાંથી બહાર કાઢીને સ્વચ્છ જગ્યાએ મૂકે તે પણ તેને ગમતું નથી. એને તે ગંદા ઉકરડા અને કાદવ ખૂદ બહુ ગમે છે તેમ હું પણ ભૂંડ જેવો બની ગયા. મારો મિત્રદેવ મને ત્રણ ત્રણ વાર જગાડવા આવ્યા પણ હું તે વિષયભોગના ઉકરડામાં ખેંચી ગયો. જેમ કેઈ માણસને તાવ આવતું હોય ને એની જીભને સ્વાદ ઉડી ગયા હોય તે તેને ગમે તેવા ભાવતાં ભેજન આપે તે પણ તેને કડવા ને નિરસ લાગે છે તેમ જેના આત્મામાં