________________
૭ર
શારદા દર્શન
ને જરૂર હોય ત્યારે પિતાને ત્યાં આવવાનું કહીને ચાલ્યા ગયા. ખૂબ આનંદથી રહે છે ને પિતાને મળેલી સંપત્તિને સદુપયોગ કરે છે. સમય જતાં એક વખત ભાઈ કે ઈ મિત્રના સંગે ચઢી જુગાર રસિય બન્યો. બહેનને ખબર પડી કે ભાઈને જુગારને રંગ લાગ્યા છે. ગામમાં એક સંત પધાર્યા હતા. બહેન ભાઈને સંત પાસે લઈ ગઈ. ભાઈ તરત સંતના ચરણમાં પડી ગયા. મુનિએ તેને ધર્મોપદેશ આપે. અંતમાં જુગાર કેવું ભયંકર છે તે સમજાવ્યું. પરિણામે તેને આત્મા સુધરી ગયે ને જુગાર નહિ રમવું તેમ પ્રતિજ્ઞા કરી. જે આજે જન્માષ્ટમી ઉજવતાં હે તે જુગાર નહિ રમવું તેવી પ્રતિજ્ઞા લઈ લે. (પૂ. મહાસતીજીના સદુપદેશથી ઘણું ભાઈ બહેનોએ જુગાર નહિ રમવું તેવી પ્રતિજ્ઞા કરી હતી.)
ચરિત્ર - નળરાજાએ સુસુમારપુરના દધિપણું રાજાની પાસે વચન માંગીને તેના રાજ્યની હદમાંથી જુગાર, શિકાર અને દારૂ એ ત્રણે ચીજો બંધ કરાવી અને ઘણાં વર્ષો સુસુમારપુરના રાજમહેલમાં રહ્યા. એક દિવસ નળરાજાને દ યંતી ખૂબ યાદ આવી. આંખમાં આંસુ આવી ગયા, ત્યારે તેના મનમાં થયું કે અહીં રાજા મને રડતા જોઈ જશે તે પૂછશે. તેના કરતાં હું બહાર ચાલ્યો જાઉં. એમ વિચાર કરીને એક સરેવરના કિનારે જઈ એક વૃક્ષની છાયામાં બેઠા. ભલે અત્યારે કુબડા બની ગયા છે પણ ગમે તેમ તે ય રાજા છે ને ? એનું બેસવું ઉડવું એનાં ચિન્હ છાનાં રહેતાં નથી. નળરાજા કુબડા રૂપમાં પગ ઉપર પગ ચઢાવીને રાજાની જેમ બેઠા હતાં. આ સમયે એક બ્રાહાણ તેમની પાસે આવીને બેઠે. તેણે નળરાજાનાં તમામ અંગેના ચિન્હો જોયાં. તે ઉપરથી સમજી ગયે કે આ કેણ વ્યક્તિ છે. બ્રાહ્મણ તેની સામે બેસીને ઉંડા નિસાસા નાખવા લાગ્યા. ત્યારે નળરાજાએ પૂછયું, ભાઈ! તમે કેમ નિસાસા નાંખે છે? તમને કંઈ દુઃખ છે? ત્યારે બ્રાહ્મણે કહ્યું, ભાઈ! મને તે કંઈ દુઃખ નથી, પણ શું વાત કરું ! આ દુનિયામાં નળરાજા જે કેઈ નિર્દય, નિલ જજ, અને દુષ્ટ માણસ નથી.
નળરાજા અને બ્રાહ્મણને વાર્તાલાપ” :-- આ પિત જ નળરાજા હતા. એટલે એના મનમાં થયું કે આ માણસ મારી જ વાત કરે છે. પોતાની વાત આવે ત્યારે સાંભળવાને રસ આવે ને ? નળરાજાએ પૂછયું, ભાઈ! તમે નળરજાની આટલી બધી નિંદા શા માટે કરે છે? એણે એવું શું ખરાબ કામ કર્યું છે? ત્યારે બ્રાહ્મણે કહ્યું, નળરાજા એના ભાઈ સાથે જુગાર રમ્યા, જુગારમાં હારી ગયા એટલે નળરાજા અને દમયંતીરાણી અને વનમાં ચાલ્યા ગયા. નળરાજાએ ભર જંગલમાં ભરનિદ્રામાં સૂતેલી દમયંતી રાણીને એકલી મૂકી દીધી ને પિતે ચાલતો થઈ ગયો. બેલે, તેના જે નિર્દય કેણ છે? એને છોડવી હતી તે કહીને છોડવી હતી ને? શા માટે કપટ કર્યું? નળરાજાએ બ્રાહ્મણને પૂછયું, ભાઈ! નળરાજાએ દમયંતીને છોડ્યા વર્ષે થઈ ગયા તે તમે દુષ્ટ નળરાજાને વૃત્તાંત કયાંથી સાંભળે? નળરાજાએ દમયંતીને વનમાં