________________
શારદા દર્શન
૨૫૯ જીવ છે. એને અત્યારે ન્યાલ થઈ જવાને ચાન્સ છે પણ જે ચાવી તેણે કાઢી છે તેમાંથી ઓછું મળશે એટલે શેઠને તેની દયા આવી તેથી કહ્યું–ભાઈ! આ ચાવી ક્યાં કાઢી ? જેરા સારી ચાવી કાઢ. શેઠે તેના ઉપર દયાભાવથી કહ્યું ત્યારે નેકરના મનમાં થયું કે શેઠે ઉદાર થઈને મને ઝૂડો આપી દીધે પણ મેં મટી ચાવી કાઢી એટલે તેમને ઘણે ઉત્તમ માલ જતો રહે તે એમને ખટકે છે. તેથી આમ કહે છે, પણ મારા હાથમાં આવ્યા પછી હું કયાં છોડું તેમ છું. એણે શેઠને કહ્યું-શેઠ! મારા જેવા ગરીબ માણસ માટે આ બરાબર છે.
શેઠ સમજી ગયા કે આના ભાગ્યમાં વધુ ધન લાગતું નથી. એટલે શેઠે કહ્યું કે ભલે જેવી તારી ઈચ્છા, એમ કહીને શેઠે મુનિમને બેલાવીને કહ્યું કે આ ચાવીની વખારમાં જે માલ ભર્યો હોય તે આ નોકરને બક્ષિસ કરી દે. મુનિએ ચાવી લઈને તાળું ખેલ્યું તે દેરડાની વખાર નીકળી એટલે નેકરના મનમાં થયું કે આ તે દેરડાની વખાર નીકળી. હું આ દોરડાની વખારને શું કરું? ત્યારે શેઠે દેરડાના વહેપારીઓને બેલાવીને દેરડાના વખારની કિંમત અંકાવી તે કુલ રૂ. એકત્રીસ હજારને માલ થયે. બધે માલ ખરીદી લીધે ને રૂ. (૩૧૦૦૦) નેકરના હાથમાં આપી દીધા, શેઠે તે ખુશી થઈને આપ્યા પણ મુનિ કહે છે શેઠ! આટલા બધા રૂપિયા તે કાંઈ કરને આપી દેવાના હોય! આવું દાન કરશે તે ભિખારી થઈ જશે. શેઠે કહ્યું મુનિમજી! આ તે મહાન લાભનું કારણ છે. મારા તરણતારણ, સફરી જહાજ સમાન ગુરૂદેવની વધામણી લઈને આવનાર માણસ નેકર હોય કે મુનિમ હોય પણ મારે મન તે એ મહાન છે. આવી પવિત્ર વધામણી આગળ મને ધનની કિંમત નથી. આવા દેવાધિદેવ સમાન ગુરૂ ભગવંત મને ધનની મૂછ ઉતરાવવા માટે મળ્યા છે. લક્ષમીની મૂછ અને ભેગની આસક્તિ તે જીવને ભવમાં ભટકાવનારી છે. આ દેવ ગુરૂની ભક્તિ કરવાનું મને આલંબન મળ્યું. એ નિમિત્ત પામીને લક્ષ્મીને કાંકરા સમાન અને દેવ-ગુરૂને હીરા સમાન લેખવાનો સેનેરી સુઅવસર મળે. આવા અવસરને નહિ ઓળખીએ અને ગુરૂની ભક્તિમાં લક્ષમીને લેભ નહિ છૂટે તે પછી શું કરી શકવાના છીએ ? આવા પૈસા સંસાર સુખ માટે કેટલા ખર્ચાઈ જાય છે. ત્યાં હિસાબ કરવા બેસીએ છીએ ! અચાનક ભયંકર રોગ આવે ને દવામાં વપરાઈ જાય છે તેથી કંઈ લાભ થશે ખરો? અગર સરકાર લઈ જશે તે શું કરવાના છીએ? ચેર ચેરી જશે અગર વહેપારમાં બેટ આવી ગઈ તો? એ રીતે પણ પૈસા તે જવાના જ છે ને ? એથી કંઈ લાભ નહિ થાય પણ મારા દેવ-ગુરૂની ભક્તિમાં જેટલાં નાણું વપરાશે તે લેખાને છે. એમાં મને મહાન લાભ થશે. શેઠનો મુનિમ શેઠના વચન સાંભળીને ઠંડોગાર થઈ ગયે ને શેઠની દેવ-ગુરૂની ભક્તિ પ્રત્યે આકર્ષિત થયે. નેકરને રૂ. એકત્રીસ હજાર (૩૧૦૦૦) મળતાં આનંદ થઈ ગયે ને તેના મનમાં ગુરૂ પ્રત્યે બહુમાન જાગ્યું કે જે ગુરૂદેવ પધાર્યાની વધામણી આપવા જતાં મને શેઠે ન્યાલ કરી દીધે તે એ ગુરૂદેવ કેવા હશે!