________________
૭૪૫
શારદા દર્શન ચી લાવ્યા હતા, તે તેમણે બધી રાણીઓને મોકલી. બીજી બધી રાણીઓને વહેલી પહોંચી ગઈ પણ કૌશલ્યાને ન પહોંચી. એટલે તેને રીસ ચઢી કે હું જૂની રાણું છું; એટલે હું કંઈ હિસાબમાં જ નહિ! દશરથ રાજાને આ વાતની ખબર પડતાં તેઓ કૌશલ્યા રાણીના મહેલે આવ્યા ને પૂછ્યું-તમને શેની રીસ ચઢી છે? ત્યારે કૌશલ્યાએ કહ્યું કે તમે બીજી રાણીઓને આ ચીજ મકલી ને મને નહિ? હું જૂની એટલે તમારી ગણત્રીમાં જ નહિ! ત્યારે રાજાએ ખુલાસે કરતાં કહ્યું કે મેં તમને પણ મોકલાવી છે. એટલામાં માણસ લઈને આવ્યું. રાજાએ તેને પૂછયું કે ભાઈ! મેં તને તે કયારને મોકલે છે ને આટલી બધી વાર કેમ લાગી? ત્યારે માણસે કહ્યું કે સાહેબ ! હું હવે વૃદ્ધ થયે છું. તેથી બીજા જુવાન દાસ-દાસીઓની જેમ હું ઝટપટ ચાલી શક્તો નથી, તેથી મને અહીં આવતા મોડું થયું. નેકરની વાત સાંભળીને કૌશલ્યા રાણીને સંતોષ થયે કે મને પણ રાજાએ મેકલાવી તે હતી પણ નેકરને લઈને આવતાં વાર લાગી. માણસની વાત સાંભળી દશરથ રાજાના દિલમાં ચમકારે થયે ને અંતરમાં ઉઘાડ થઈ ધક્કો લાગ્યું કે વૃધ્ધ થવાથી શરીર અશક્ત બને છે તેથી કામ બરાબર નથી થતું તે આવી વૃદ્ધાવસ્થા તે મને પણ આવશે ને ? હું વૃદ્ધાવસ્થા આવતાં પહેલાં કેમ ચેતતે નથી? શરીર અશક્ત બનતાં ચારિત્ર અને તપની સાધના કેવી રીતે થઈ શકે? માટે હું અત્યારે જ ચારિત્ર લઉં.
દેવાનુપ્રિયે! જુઓ, દશરથ રાજાએ શું કર્યું? એક નેકરની વૃદ્ધાવસ્થા અને શક્તિ ક્ષીણ થવાના પ્રસંગને પિતાનામાં ઘટાવ્યો અને પિતાની જાત ઉપર ઉતાર્યો કે આ માણસ વૃદ્ધ થયે તે એના શરીરમાં શક્તિ ઘટી ગઈ તે હું પણ વૃદ્ધ થઈશ ત્યારે મારા શરીરમાં પણ એવી શક્તિ ક્યાંથી રહેશે ? અને તે વખતે આત્મહિતની સાધના પણ કેવી રીતે થશે? આ ચમકારો થતાં એના હૈયામાં એ ધકકો લાગે કે તરત ચારિત્ર લેવાને નિર્ણય કર્યો ને દીક્ષા લીધી. કે એક સામાન્ય પ્રસંગ છે ! તમે પણ ઘરડા માણસને જેતા હશે પણ વૈરાગ્ય આવે છે? દશરથ રાજા એક સામાન્ય નિમિત્ત મળતાં જાગી ગયા.
આપણુ ગજસુકુમાર પણ નેમનાથ પ્રભુની વાણી સાંભળીને જાગી ગયા છે. તેમને રાજગાદીએ બેસવાની ઈચ્છા નથી પણ કૃષ્ણ વાસુદેવ, વસુદેવ રાજા અને દેવકી માતાને ખૂબ ઇચ્છા છે એટલે કૃણવાસુદેવે કૌટુંબિક પુરૂષને આજ્ઞા કરી કે મારા નાના ભાઈના રાજ્યાભિષેક માટે બધી તૈયારી કરે. “ જો તે એવિર પુરિક્ષા વાવ તે વિ દેવ ઘતિ ” કૃષ્ણ વાસુદેવની આજ્ઞા થતાંની સાથે કૌટુંબિક પુરૂષ ઉભા થઈ ગયા, અને બે હાથ જોડીને કહ્યું કે મહારાજા ! આપની જેમ આજ્ઞા છે તે જ પ્રમાણે અમે કામ કરીશું. આ રીતે રાજાની આજ્ઞા સ્વીકારીને તેમણે મોટા પ્રમાણમાં રાજ્યાભિષેક માટેની સમસ્ત સામગ્રી ભેગી કરી દીધી. ત્યાર પછી શુભ મુહુર્ત ગજસુકુમાલને સોના ચાંદીના
શા-૯૪