________________
શારદા દર્શન
૭૪૯ પાલવે નહિ. મારા ભીમ અને અને આ બધું સહન કરે તેવા નથી. તેઓ તારી બીકે કંઈ બેલતાં નથી પણ હવે દુર્યોધન સામે કડક બનવું પડશે. એની દુષ્ટતાની જ આવી ગઈ છે, ત્યારે ધર્મરાજાએ કહ્યું-બા ! તું પણ દ્રોપદીની સાથે કયાં ભળી ગઈ! કુંતાજીએ કહ્યું-બેટા! તને કોઈ ન આવતું હોય તે કાંઈ નહિ પણ હવે અમારું લેહી ઉકળી ગયું છે. જરા વિચાર કર, આપણે કેવી દશા કરી છે. રેશમી મુલાયમ વસ્ત્રો પહેરનારા તારા ભાઈઓ વલ્કલ પહેરીને ફરે છે. હાથી ઉપર બેસીને ફરનારા ભાઈઓ પગપાળા જંગલમાં ઘૂમે છે. નિત્ય નવાં ભેજન જમનારા આજે વનફળ ખાઈને રહે છે. આ જોઈને તને દુઃખ નથી થતું? આ ઘડપણમાં માતાને દુઃખ સહન કરતી જોઈને શત્રુ ઉપર ક્રોધ નથી આવતે? અને આ કુમળી કળી જેવી પાંચ પાંચ પતિની એક પત્ની દ્રૌપદી પણ કેટલા દુઃખ સહન કરે છે ! આ જોઈને તમને લજજા નથી આવતી ! રાજભવનમાં રહેનારા આપણે આજે એક વન છોડીને બીજા વનમાં અને બીજું વન છેડીને ત્રીજા વનમાં ભિક્ષુકની માફક ફરીએ છીએ ને જ્યાં ત્યાં વૃક્ષ નીચે પડ્યા રહીએ છીએ. વનફળ વીણીને ખાઈએ છીએ ને નદી ઝરણાંના પાણી પીએ છીએ. કુંતાજી આ રીતે કહી રહ્યા હતાં ત્યાં દ્રૌપદી કેધે ભરાઈને જોરથી બેલી ઉઠી.
તાપસવત્ મત બૈઠ રહો, તુમ લો આયુધ કર માંહીં, જે તુમકે પ્રણ બાધ્ય કરે છે, દે આજ્ઞા બ્રાત કે તાંઈ, શ્રોતા
હે ધર્મરાજા! તમે તે બરાબર તાપસ જેવા બેસી રહ્યાં છે. આમ બેસી રહેવાને આ સમય નથી. ઉઠે, ઉભા થાઓ, હાથમાં શસ્ત્ર ધારણ કરે ને શત્રુની સામે યુદ્ધ કરે, અને જે તમને તમારી પ્રતિજ્ઞાને ભંગ થશે એ ડર લાગતું હોય તે આપના બંને ભાઈઓને આજ્ઞા આપી દો. તમે મૌન રહેજે. ત્યાં ભીમ અને અજુને ઉશ્કેરાઈને બેલી ઊડ્યા–ટાભાઈ ! અમે તે ભરસભામાં દુશાસને દ્રૌપદીના ચીર ખેંચ્યા અને દુર્યોધને જાંઘ બતાવી ત્યારે જ તેને પૂરો કરી નાખત, પણ તમે ના પાડી એટલે ચૂપ બેસી રહ્યા, પણ હવે જે એ દુષ્ટ દુર્યોધન અહીં આવશે તે અમે તેને જીતે નહીં છોડીએ, ત્યારે તમે અમને રોકવા ન આવશે. યુધિષ્ઠિરે બધાની વાતે શાંતિથી સાંભળીને કહ્યું કે તમારી વાત સાચી છે, તમારાં વચને ક્ષત્રિયોને શેભે તેવા છે પણ મારી એક વાત તમે સાંભળે. આપણે ઘણું સહન કર્યું ને આટલાં વર્ષો વીતાવ્યા. હવે જેટલે ગમે તેટલે સમય કાઢવાનું નથી. તે પછી શા માટે પ્રતિજ્ઞાન ભંગ કરે છે! તેર વર્ષે કાલ પૂરા થઈ જશે ને મારી પ્રતિજ્ઞા પણ પૂરી થઈ જશે. પછી મારા બળવાન ભાઈ ને કોણ રોકનાર છે? પછી ગદાધારી ભીમ અને ધનુર્ધારી અર્જુન ભરસભામાં દ્રૌપદીના ચીર ખેંચવાનું અને તેના વાળ ખેંચવાનું ફળ દુર્યોધનને બરાબર ચખાડશે. એને બરાબર બદલે લેશે. પછી હું કઈને રોવાને નથી.