________________
શારદા દર્શન ધમધોકાર ચા, પૈસે વદવે, પિટી વધી, મિત્રે વધ્યા, સંબધે વધ્યા. સંતાનને પરણાવ્યા એટલે વેવાઈ વેલા વદયા. આ બધી જંજાળ જેટલી વધી એટલે વળગાડ વચ્ચે ને ઘર્ષણ પણ વધ્યું, પણ એકલા હતા ત્યારે કંઈ ઝંઝટ હતી? વાસણ એક હોય તે કોની સાથે અથડાય ? બે ભેગા થાય તે એક બીજા સાથે અથડાય ને ખખડાટ થાય. એકલા જીવને કંઈ ખખડાટ કે ઘર્ષણ નહિ. જેમ કંકણ એકલા બન્યાં તે દુઃખદાયી ન લાગ્યા તેમ જીવ જે એકલે હોય તે કંઈ દુઃખ નથી. પણ શરીરને સંઘ કર્યો તે પિતે દુઃખી થાય છે. શરીર સંબંધ થતાં સગાસ્નેહી અને પદાર્થોને સંબંધ વધે છે. સંબંધ વધતાં ઘર્ષણ વધે છે. પરિણામે દુઃખ પણ વધે છે તે આવા સંઘર્ષના ઘર જેવા દુઃખદાયી સંસારમાં રહેવાની શી જરૂર? મારે આત્મા એકલે આવે છે ને આ બધું છોડીને એકલે જવાનો છે, અને જ્યારે દેહનો સંબંધ છેડી અબંધ એ સિદ્ધ બનશે ત્યારે શાશ્વત સુખને પામી શકશે.
નમિરાજર્ષિ શું વિચારે છે? જેની આજ સુધી મેં ખૂબ માવજત કરી. આ દાહજવર શાંત કરવા માટે પાણીની જેમ પૈસા વાપર્યો, છતાં મારું માનેલું શરીર જ જયાં મને પીડે છે ત્યાં બીજાના શા ભરોસા? જે સાચું સુખ મેળવવું હોય તે આ સંસારને છેડવે જઈએ. જયાં સંસાર છે. ત્યાં ઉપાધિ છે. ત્યાગી વીતરાગી સંતને કાંઈ ઉપાધિ છે? બસ, હવે મને આ દાહજવર મટી જાય તે કંચન, કામિની, વિગેરે બાહ્ય સંગે અને રાગ-3ષ વિગેરે આાંતર સંયોગને તિલાંજલી આપી દઉ ને આત્માનું દમન કરું. કેવી સુંદર વિચારણા ! બાહ્ય અને આત્યંતર સોને છોડીને આત્મદમન કરવા સજાગ બન્યા. ભગવંતે સિદ્ધાંતમાં કહ્યું છે કે,
अप्पा चेव दमेयव्वा, अष्पा हु खलु दुद्दमो Mi જો અહી રોડ, શસિ હાણ પત્ય ચ | ઉત્ત, સૂચ, ૧ ગાથા ૧૫
બીજાનું દમન કરવું સહેલ છે પણ પિતાના આત્માનું દમન કરવું બહુ કઠીન છે. માનવભવમાં સમજણપૂર્વક આભદમન કરવાથી કર્મો ખપે છે, અને આલોક અને પરલોકમાં સુખી થવાય છે. આપણે આત્મા નરક અને તિર્યંચ ગતિમાં ગમે ત્યાં પરાધાનપણે ભૂખ, તરસ, વધ, બંધન, માર આદિ સહન કરીને આત્માને દયે પણ ત્યાં એનાથી કર્મની નિર્જરા થઈ? કલ્યાણ થયું? પરલોક સુધર્યો? ના, એનાથી કંઈ લાભ ન થયે. આટલા માટે જ્ઞાની કહે છે કે હે મેહ ઘેલા માનવી! આ ઉત્તમ માનવભવ પામીને બને તેટલું આત્મદમન કર. આત્મદમન કરીને તું અહીં જે લાભ મેળવી શકીશ તે બીજે ક્યાંય નહિ મેળવી શકે. અને જે તે અહીં તપ અને સંયમ દ્વારા આત્માને નહિ દમે તે બીજી ગતિઓમાં વધ અને બંધનથી પરાધીનપણે દમન કરવું પડશે છતાં કંઈ નહિ વળે. માટે સમજે.