________________
શારદા દર્શન
૭૫
જવાનુ' એટલે ઘેાડીવારમાં અર્જુનજી ગ ંધમાદન પર્વત ઉપર પહોંચી ગયા અને વિમાનમાંથી
નીચે ઉતર્યાં.
અર્જુને વિમાનમાંથી નીચે ઉતરી માતાને પગે લાગી ચરણરજ માથે ચઢાવી. એટલે કુંતાજીએ અર્જુનને ખાથમાં લઈલીધે ને તેને માથે હાથ મૂકી આશીર્વાદ આપ્યા કે હૈ પુત્ર ! તું ઘણું જીવ. તું ઘણાં દિવસે પાછળ આવ્યેા. તું ક્ષેમકુશળ છે ને ? પછી અર્જુનજીએ યુધિષ્ઠિર અને ભીમને નમસ્કાર કર્યાં. સહદેવ અને નકુલે અર્જુનજીને પ્રણામ કર્યાં. પાંડવાના વિનય જોઈને સાથે આવેલા વિદ્યાધરો પણ આશ્ચર્યમાં પડી ગયા કે શુ" આ લોકોનો વિનય છે ! ને કેવા પ્રેમ છે! અર્જુનજી પાસે કેટલી વિદ્યાએ હતી, કેટલા વિદ્યાધરા તેના ચરણુ ચૂમતા હતા છતાં તેમનામાં કેટલે વિનય છે ! યુધિષ્ઠિરે સાથે આવેલા વિદ્યાધરીનો આદર સત્કાર કર્યાં, પછી અર્જુને યુધિષ્ઠિર આદી ચારે ભાઈઓને પરિચય કરાવ્યા. વિદ્યાધરાએ પણ કુંતાજી તથા યુધિષ્ઠિરને પ્રણામ કર્યાં. પછી ધર્મ રાજા, કુંતાજી, ભીમ વિગેરેએ પૂછ્યું ભાઈ! વિદ્યાની આવૃત્તિ કરવામાં ખાટલા બધા સમય કેમ લાગ્યા ! ત્યારે અર્જુન મૌન રહ્યા.
“વિધાધરે કરેલી અર્જુનની પ્રશંસા” :-ચંદ્રશેખર વિદ્યાધરે બધી વાત કહી સભળાવી અને અર્જુનની ખૂબ પ્રશ'સા કરી. આ સાંભળીને કુંતામાતા તથા ચારે ય ભાઇએ અને દ્રૌપઢીને ખૂબ આનંદ થયા. ધન્ય છે દીકરા ! તે પરોપકારનું કાર્ય કરી મહાન પુણ્ય ઉપાર્જન કર્યું. દ્રૌપદીને વિશેષ આનંદ થયું કે આવા પુણ્યવાન અને પ્રતાપી પતિની પત્ની બનવાનું મને સૌભાગ્ય સાંપડયું. એક એ દિવસ વિદ્યાધરા ત્યાં રોકાયા પાંડવા સાથે ખૂબ આનંદ કરીને પછી જવાની રજા માંગી, પાંડવાએ તેમનેા આદર સત્કાર કરીને વિદાય આપી, અને પોતે આનંદપૂર્ણાંક રહેવા લાગ્યા. ત્યાં શું અનાવ બન્યા.
એક દિવસ દ્રૌપી બેઠી હતી. ત્યાં કોણ જાણે કયાંથી એક સુંદર હજાર પાંખડીવાળુ કમળ તેના ખેાળામાં આવીને પડ્યું. તે સેનેરી રંગનું હતું. એમાંથી સુંદર સુગંધ નીકળતી હતી. આવુ' સુદર અને સુગંધિત કમળ જોઈને દ્રૌપદ્દી ખુશ થઈ ગઈ. એટલામાં લીમ દ્રૌપદી પાસે આવ્યેા. દ્રૌપદીએ ભીમને કમળ બતાવીને કહ્યું. સ્વામીનાથ ! આ કમળ મને ખહુ ગમે છે, મેં આવુ સુદર કમળ કદી જોયું નથી. મને આવું બીજું કમળ લાવી આપેા. જ્યારે માણસના કમ ના ઉદય થવાનેા હોય છે ત્યારે કોઈ ને કોઈ નિમિત્ત મળી જાય છે, એટલે દ્રૌપદીને બીજું કમળ મંગાવવાનું મન થયું. ભીમે વિચાર કર્યો કે દ્રૌપદીએ જંગલમાં કોઈ ચીજની માંગણી કરી નથી અને જે આજે તેણે કમળની માગણી કરી છે તેા હું તેને લાવી આપું, એમ વિચારી મોટાભાઈ તથા કુંતામાતાની આજ્ઞા લઈને કમળ લેવા માટે ગયેા. હવે કમળ લેવા જતાં કેવી મુશ્કેલીમાં મુકાશે તેના ભાવ અવસરે,