________________
શારદા દર્શન
૮૨૧
પ્રમાણે એક દિવસ અત્યંત સૌંદર્યવાન અને સુંદર શણગાર સજનારી સતી દ્રૌપદી દાસીને વેશ લઈને મચ્છ રાજાની મહારાણી સંદેણાના મહેલમાં આવી. આવી અત્યંત સુંદર સ્ત્રીને મહેલમાં આવેલી જેઈને સુદૃષ્ણ રાણીની દાસીઓ આશ્ચર્ય પૂવર્ક તેને જોવા લાગી, અને દેડતી રાણી પાસે જઈને કહેવા લાગી કે બા સાહેબ ! આપણું મહેલમાં કઈ રૂપાળી રંભા જેવી સ્ત્રી આવી છે, એટલે રાણીએ દાસીઓ દ્વારા તે સ્ત્રીને પિતાની પાસે બોલાવીને આદરપૂવર્ક આસન આપીને બેસાડી. તેનું રૂપ જોઈને રાણી મુગ્ધ બની ગઈ, અને પૂછયું કે હે બહેન ! તારું રૂપ જોતાં લાગે છે કે તું કઈ રાજકુટુંબમાં જન્મેલી છું ને કઈ મહારાજાની મહારાણી હોય તેવી દેખાય છે. તે તું કયા રાજાની રાણી છે ને પગે ચાલીને અહીં શા માટે આવી છે? ત્યારે દ્રૌપદીએ કહ્યું કે મહારાણી! હું કઈ રાજાની રાણી નથી પણ પાંડની રાણી દ્રૌપદીની દાસી છું, અને કૃષ્ણ મહારાજાની પટ્ટરાણી સત્યભામા પાસે પણ ઘણે વખત રહેલી છું. હું તેમને તેલ માલીશ કરીને નાન કરાવતી હતી ને તેમનું દરેક કામ કરતી. એટલે સત્યભામા અને દ્રૌપદીને હું ખૂબ વહાલી હતી. બંનેને મારા ઉપર ઘણે પ્રેમ હતું. હું નાનપણથી જ રાજાની રાણીઓ સાથે રાજમહેલમાં રહેલી છું, બાકી હું રાણી નથી પણ રાણીની દાસી છું.. પાંડે અને દ્રૌપદી વનમાં ગયા. દ્રૌપદી વગર મને ચેન ન પડયું, તેથી ફરતી ફરતી ; અહીં આવી છું. હું જાતિની માલણ છું. મારું નામ રોધી છે પણ તે લેકે મને માલિની માલિની કહીને બોલાવતા હતાં.
વિરાટ રાજાની મહારાણીએ કહ્યું બહેન ! મને પણ તારા પ્રત્યે ખૂબ પ્રેમ આવે છે. તું ખુશીથી મારી પાસે રહે. મને ખૂબ આનંદ થશે પણ મારી એક વાત સાંભળ. તું ખૂબ રૂપાળી છે, એટલે ભૂલેચૂકે મહારાજા તને જોઈ જશે તે મને મનથી પણ ઈચ્છશે નહિ ને મારું સુખ લૂંટાઈ જશે. ત્યારે દાસીના રૂપમાં આવેલી દ્રૌપદીએ કહ્યું- હે મહારાણી! તમે તે ચિંતા ના કરો. હું શીયળવંતી છું. કદાચ કઈ મારા ઉપર બળાત્કાર કરે તે મારા પતિ મહાન શકિતશાળી ગાંધર્વ છે. તે તેને મારી જ નાંખે. માટે તમે ચિંતા ન કરે. આથી રાણીને સંતોષ થયે, અને તેને સારી રીતે દાગીના કપડા વિગેરે આપીને ખૂબ પ્રેમથી રાખે છે. બંનેને ખૂબ પ્રેમ થઈ ગયો છે. હવે આગળ શું બનશે તેના ભાવ અવસરે.
ના