________________
શારદા દર્શન પણ અહીં વીતરાગ ભગવંતે અને સંત તમને આગમની વાણી રૂપી દૂરબીન બતાવીને કહે છે કે આત્માને ખજાને દેખે. આત્માની શક્તિને નિહાળે. એક વાર આત્માના ખજાના તરફ દષ્ટિ કરે કે આત્મામાં શું છે? ચાર ગતિના દુઃખેથી છૂટવાને ને પરમ આનંદરૂપ સિદ્ધપદની પ્રાપ્તિને આ સુઅવસર છે. માટે દેવાધિદેવ એવા ચૈતન્યદેવની ચેતનાને નિહાળે. સમ્યકજ્ઞાન રૂપી ચક્ષુ ખોલીને આત્માને દરબાર જુએ. આત્માનો આ દરબારમાં અનંતગુણો બિરાજી રહ્યા છે. ત્યાં આનંદ છે. પ્રભુતા છે. જ્ઞાન દર્શનના દીવડા ઝગમગી રહ્યા છે. જેમાં પરભાવ પ્રવેશી શકે નહિ, એવી નિર્મળ શ્રદ્ધાના મજબૂત દરવાજા છે. જે દરબારમાં પ્રવેશતાં પરમ શાંતિ અને આનંદ મળે.
પરમ શાંતિ અને પરમ આનંદ જેણે પ્રાપ્ત કર્યા છે એવા ગજકુસુમાલને અધિકાર ચાલે છે. ગજસુકુમાલની દીક્ષાને બીજે દિવસે કૃષ્ણવાસુદેવ નેમનાથ ભગવાનના દર્શન કરવા માટે ગયા. તે વાતની સામિલ બ્રાહ્મણને ખબર પડતાં તે ભયભીત બની ગયો. તેનું હૃદય ધ્રુજવા લાગ્યું. જે માણસે ગુનેહે કર્યો હોય તેને ભય લાગે છે. તેનું હૃદય ધ્રુજે છે કે મેં આ માણસને ગુન્હો કર્યો છે. તે એ મને લડશે, શિક્ષા કરશે, પણ જેણે કેઈને ગુન્હો કર્યો નથી તેને કોઈને ડર લાગતું નથી. જે નિર્દોષ છે તે નિર્ભય છે અને જે ગુનેગાર છે તે ભયભીત હોય છે.
એક રાજાને બે કુમાર હતા. બંને રાજકુમાર ખૂબ વિનયવંત હતા. તેમની માતા નાનપણમાં મૂકીને ગુજરી ગઈ હતી. આથી નવી રાણીને પિતાની માતા ગણી તે દરરોજ દર્શન કરવા જાય છે. બંને પુત્રની યુવાની ખીલતાં મોટા પુત્ર પ્રત્યે માતાની દષ્ટિ બગડે. છે. છેવટમાં એક વાર એકાંતમાં મળવાનું થવાથી રાણીએ પિતાની વાતની રજુઆત કરી. આથી કુમારને ખૂબ લાગી આવ્યું. તેણે માતાને ખૂબ સમજાવી છતાં માતા ન સમજી ત્યારે કુંવર તેના પંજામાંથી છટકીને ચાલ્યો ગયો. પાછળથી રાણી પિતાની જાતે કપડા ફાડી, શરીરે બટકા ભરી લેહી કાઢીને બૂમ પાડી કે દેડદોડે. આથી રાજા અને પ્રધાન દેડિયા. રાણી બનાવટી વાત ઉભી કરીને કુંવરને બદનામ કરે છે. તેથી રાજા ખૂબ ગુસ્સે થાય છે, અને બંને કુમારને દેશનિકાલ કરે છે. બંને કુમાર જંગલમાં આવે છે. ઝાડ નીચે સૂવે છે. ત્યાં નાના કુંવરે મણીધર નાગને મણી જોયો ને મણી લીધે. પછી તે સૂઈ ગયો.
નાગ મણી શેઘતે બંને કુમારે વૃક્ષ નીચે સૂતા હતા ત્યાં આવ્યું. મોટેભાઈ ઘસઘસાટ ઉંઘતે હતે પણ નાનાએ મણ લીધું હતું એટલે તેની છાતીમાં થડકારે થતું હતે. નાગ મોટાની છાતી ઉપર ચઢયો પણ એ તે ઠંડા કલેજે ઉંઘતો હતે એટલે નાનાની છાતી ઉપર ચઢયે તે તેનું હૃદય ધડકતું હતું. એટલે નાગના મનમાં થયું કે નકકી આ