Book Title: Sharda Darshan
Author(s): Shardabai Mahasati
Publisher: Mansukhlal Chhaganlal Desai

View full book text
Previous | Next

Page 930
________________ શારદા દશ'ન કર્યાં. પુત્રનું નામ પાંડુસેનકુમાર રાખ્યું. પાંડુસેનકુમારે ૧૮ વષઁની ઉંમરમાં બધી વિદ્યા શીખી લીધી. પછી પાંડવાએ તેના લગ્ન કર્યાં અને યુધિષ્ઠિર મહારાજાએ તેમને યુવરાજપદ આપ્યું. દ્વારકાના નાશની વાત સાંભળતાં કુંતામાતાના કલ્પાંત '' :–એક દિવસ જરાસકુમાર ત્યાં આવ્યા ને કહે છે મહારાજા ! સાંભળે. સારી દ્વારકા નગરીનો નાશ થઈ ગયા છે ને ત્રિખંડ અધિપતિ કૃષ્ણવાસુદેવ પણ મૃત્યુ પામ્યા છે. કૃષ્ણવાસુદેવે પેાતાના કંઠનો હાર આપીને કહ્યું છે કે કુંતા ફેઈ ને આ આપો ને કહેજો કે આ તમારા પિયરની છેલ્લી ભેટ છે. હવે તમારુ પિયર મરી પરવાર્યું છે. આ સાંભળીને કુંતાજી મૂતિ થઈને ભોંય પડી ગયા ને એવે કાળા કલ્પાંત કરવા લાગ્યા કે તેમનું રૂદન જોઈને બધા રડવા લાગ્યા. કુંતાજી ભાનમાં આવતા ખેલવા લાગ્યા કે આ તા ગજમ થઇ ગયા. અહા ! મારા ભત્રીજા સમાન દુનિયામાં કોઈ ભાઈ નથી. જે પરોપકાર કરવામાં શિરોમણી હતા. તેનાથી દ્વારકા નગરી ઈન્દ્રપુરી સમાન શે।ભી રહી હતી. એવા મારી ભત્રીજો હવે મને કયાં મળશે ? આમ ખૂબ કલ્પાંત કરવા લાગ્યા. ધ રાજાએ તેમને સમજાવીને ખૂબ શાંત કર્યાં. પછી કુંતામાતા પેાતાનો સમય ધર્મ ધ્યાનમાં વીતાવવા લાગ્યા. 46 જરાસકુમારના મુખેથી દ્વારકા નગરી મળ્યાની અને કૃષ્ણજીના મૃત્યુની વાત સાંભળીને પાંડવોના દિલમાં ખૂબ દુ:ખ થયું. તેએ વિચાર કરવા લાગ્યા કે તેમનાથ ભગવાનને ધન્ય છે કે જેમણે આવા દુઃખમય સ'સારનો ત્યાગ કર્યાં ને આપણે તે માઠુના કીચડમાં ફસાયા છીએ. આપણું કલ્યાણુ કેવી રીતે થાય ? આપણે અત્યારે સંસારના સુખા ભાગવ્યા. તે પહેલાં યુદ્ધમાં અનેક માણસેાનો સહાર કરી કર્માં ખાંધ્યા. હવે તે આ કમ બંધનમાંથી છૂટવા માટે આ સ ંસારનો ત્યાગ કરી સંયમ માર્ગ અપનાવવા જોઈ એ મેહરાજાનો મોટા પુત્ર રાગ કે જેણે અમને અસાર વસ્તુઓમાં સાર રૂપ મનાવીને તેમાં ગૂંથાવી શખ્યા, અને દ્વેષે અમને બંધુઓના પ્રાણુ વિયેાગ કરાવવા માટે પ્રવૃત્તિમય બનાવ્યા. હવે તા માહનો તિરસ્કાર કરીને જગત ઉદ્ધારક નેમનાથ ભગવાનના શરણે જઈ આત્માને ઉજ્જવળ બનાવીએ, પરંતુ ખબર નથી કે ભગવાન અત્યારે કઈ ભૂમિને પાતાની દેશનાથી પાવન કરી રહ્યા છે. તેમનાથ ભગવાને પાંડવાની વૈરાગ્યભાવના જાણીને પોતાના ધમઘષ મુનિને પાંડુમથુરા માકલ્યા. વનપાલકે મુનિ પધાર્યાની વધામણી આપી તેથી પાંડવાને ખૂબ આનંદ થયા. પાંચ પાંડવા પેાતાના પરિવાર સહિત મુનિના વંદન કરવા માટે ગયા, ભક્તિભાવપૂર્વક મુનિને વંદન કરી પાંડવા ત્યાં બેઠા. પછી ધોષ મુનિએ વૈરાગ્યરસથી ભરપૂર દેશનાનો પ્રાર'ભ કર્યાં. મુનિએ સોંસારની અસારતા અને માનવભવની દુર્લભતા ખૂબ સુંદર રીતે સમજાવી. મુનિનો ઉપદેશ સાંભળીને પાંડવાને ખૂબ હ થયા. પછી પાંડવોએ વિનયપૂર્ણાંક

Loading...

Page Navigation
1 ... 928 929 930 931 932 933 934 935 936 937 938 939 940 941 942 943 944 945 946 947 948 949 950 951 952