________________
cer
ચારવા દાન
પાળી પાંચમા બ્રહ્મદેવલાકમાં ગયા. ત્યાંથી સ્થિતિ પૂર્ણ કરી મહાવિદેહ ક્ષેત્રમાં જન્મ લઈ માક્ષે જશે. વીતરાગની આજ્ઞા પ્રમાણે હવે વિહાર કરવાના છે તેથી પાંડવ ચરિત્ર મ ફૂંકાવીને આપને સમજાવ્યું છે.
ભાઈ આ ને બહેનો ! સમય તા ઘણા થઇ ગયા છે પણ આજનો દિવસ ચાતુર્માસની પૂર્ણાહૂતિનો છે. આ પ્રસંગે એટલું જ કહેવા માંગુ છું કે પાંચ પાંચ મહિના સુધી આપ શ્રી સ ંઘે સતત વીતરાગ વાણી શ્રવણુ કરવાનો લાભ લીધા છે. જેમાં ગજસુકુમાલનો અધિકાર અને પાંડવ ચરિત્ર રજુ કરવામાં આવ્યા. ગજસુકુમાલનો ઉત્કૃષ્ટ વૈરાગ્ય, સંયમ સાધનાના દિવસે જ ખારમી પડિમા વહન કરવાની ઉત્કૃષ્ટ ભાવના, ભગવાન નેમનાથની આજ્ઞા મળતા મેાક્ષગામી જીવને મળેલી સ ંમતિ, અને તદ્નુસાર તે જ રાત્રે બારમી પિંડમા વહન કરવા સ્મશાન ભૂમિમાં ગજસુકુમાલમુનિનું ગમન, પૂર્વ ના કૅમેયે સેમિલને આવેલા આવેશ અને ધ્યાનાવસ્થામાં ઉભેલા મુનિને માથે પાળ ખાંધી મૂકેલા ધગધગતા અંગારા, ખીચડી ખદખદે તેમ ખાપરી ખદખદવા છતાં મુનિની અપૂર્વ ક્ષમા, પરિણામે અંતર્ધ્યાનમાં સ્થિર થતાં કેવળ જ્ઞાનની જ્યાત પ્રગટાવી માક્ષમાં ગમન. આ ખધુ વર્ણન પાંચ મહિના સુધી આપ બધાએ સુંદર રીતે શ્રવણુ કર્યુ છે. આશા રાખું છું કે આપ બધા શાસ્ત્રનું શ્રવણુ કરીને નમાં સાચી શ્રદ્ધા અને અપૂર્વ ભાવ પ્રગટાવશે,
આ રીતે પાંડવચરિત્રમાં પણ ઘણુંઘણું જાણવા ને સમજવા મળ્યું છે. ધર્મ રાજા જુગાર રમ્યા તેનુ કેટલુ ભયંકર પરિણામ આવ્યું તે તમારી સામે રજુ કર્યુ ” તેથી ઘણા ભાઈ-બહેનાએ જુગાર નહિ રમવાની પ્રતિજ્ઞા કરી. પાંડવાએ પેાતાના જીવનમાં કેટકેટલા કષ્ટો વેઠચા તે બધુ આપે સાંભળ્યું. અહાહા....કચાં પાંચાલી પાંચ પાંડવાની મહારાણી અને ક્યાં કર્માંએ તેને વિરાટ રાજાની રાણીની દાસી બનાવી ! કયાં સમથ શક્તિવાળા ભીમ અને કયાં ક્રમે તેને રસોઈ ચે મનાવ્યા ! કયાં ધનુર્ધારી અનુન અને કાં એ સંગીતકાર અન્ય!! આ રીતે પાંચે પાંડવા, દ્રૌપદી અને કુંતામાતાએ વનવાસના કેવા કેવા કષ્ટો વેઠચા અને ચારિત્રનું રક્ષણ કરતા કોના પહાડો તૂટી પડચા છતાં ડળ્યાં નહિ. અહાહા....... બ્રહ્મચર્ય પાલનમાં તેમની શૂરવીરતા !
આવું અનેક રીતે પ્રથમ ભૂમિકા વખતનું પાંડવાનુ પવિત્ર જીવન તેમજ ખાર બાર વર્ષ વનવાસ અને તેરમું વર્ષ ગુપ્ત. ત્યાં શું શું બનાવ બન્યા તે આપની પાસે રજી કરવામાં આવ્યા. છેવટમાં વનવાસના ૧૩ વર્ષ પૂરા કરી રાજ્યમાં આવ્યા છતા દૂધનની દુર્ભુ॰દ્ધિ સુધરી નહિ અને પાંડવાને ફક્ત પાંચ ગામ પણ આપવા તૈયાર ન થયા, ત્યારે ન છૂટકે લડાઇના મેદાનમાં પાંડવા અને કૌરવોનુ ભયંકર યુદ્ધ થયું. તેનું સપૂર્ણ વર્ણન આપણે કરીએ એટલા સમય આપણી પાસે ન રહ્યો તેથી સ ંક્ષેપમાં એટલુ કહી દેવામાં આવ્યું કે ભય...કર યુદ્ધ થયું. છેવટમાં કહેવત અનુસાર સત્યના જય થયે એટલે પાંડવોનો વિજય અને કૌરવોના પરાજય થયા. પછી રાજસત્તા ઉપર ધર્મરાજા આવ્યા. પાંચ પાંડવે પરિવાર સહિત સંસારી સુખમાં આનંદ કિલ્લેલ કરતા રહેવા લાગ્યા. મહાપુરૂષો સંસારમાં રહેવા છતાં અલિપ્ત રહે છે. પાંચ પાંડવો અને દ્રૌપદ્મીને મહાન સંતના ભેટ થાય છે. સંતના ઉપદેશ