________________
શાહા અને થઈ છે. જેમાં ઘણાં ભાઈ બહેનેએ આજીવન બ્રહ્મચર્યવ્રતની પ્રતિજ્ઞાઓ કરી. સોળ સોળ મા ખમણ, ઉપવાસને એક સિદ્ધિતપ તથા ૨૧, ૨૦, ૧૬, ૧૦, ૯, ૮ અને છકાઈની નાની મોટી મળી બસ (૨૦૦) ઉપરાંત તપશ્ચર્યાઓ થઈ. મારા મત મુજબ પંરા વિભાગમાં આપણે બેરીવલી સંઘ જૈન વસ્તીના પ્રમાણના હિસાબે તપશ્ચર્યામાં પહેલે આવે છે. પાંચ માસ આપણા સંઘમાં પર્યુષણ જેવા જ રહ્યા અને સંધ ધર્મારાધનાથી ગાજતે ને ગુંજતે રહ્યો છે. આ બધે પ્રભાવ પૂ. મહાસતીજીને છે. તેમની વ્યાખ્યાન આપવાની શૈલી એવા પ્રકારની છે કે નાના મોટા દરેક વર્ગને એક વખત વ્યાખ્યાન સાંભળ્યા પછી બીજે દિવસે તેના અનુસંધાનનું વ્યાખ્યાન સાંભળવા માટે અચૂક આવવું જ પડે. એટલે શ્રોતાગણને પકડી અને જકડી રાખવાની શક્તિ પૂ. મહાસતીજીમાં છે. તેમની વાણીમાં એવું અમૃત ભર્યું છે કે તે દરેકના હૃદયમાં આરપાર ઉતરી જાય છે. આવી છે તેમની તેજસ્વી વ્યાખ્યાન શૈલી. આ ચાતુર્માસ બેરીવલી સંઘના ઈતિહાસમાં સુવર્ણાક્ષરે લખાશે અને હંમેશને માટે યાદ રહેશે તેવું અભૂતપૂર્વ બન્યું છે.
પૂ. મહાસતીજી બેરીવલી પધારવાથી ધર્મભાવનાની જ્યોત પ્રગટી છે. બેરીવલી સંઘને જાગૃત કરવા મહાસતીજીએ પાંચ પાંચ મહિના સુધી સતત વીતરાગવાણુને ધોધ વહાવ્યું છે. તે બદલ આપણે તેમના વાણી છીએ. પૂ. મહાસતીજી ફરીને બોરીવલી પધારી અમને લાભ આપજે એવી હું બેરીવલી સંઘ વતી આપને નમ્ર વિનંતી કરું છું. પૂ. મહાસતીજીએ આપણી પાસે ક્ષમા માંગી તે તેમની સરળતા, નમ્રતા ને ઉદારતા છે. પૂ. મહાસતીજીએ આપણી પાસે ક્ષમા માંગવાની હોય જ નહિ. આપણે તેમને ઘણી વાર અપરાધ કર્યો હશે અને જાણતા અજાણતા આપણાથી નાનીમે ટી ઘણી ભૂલો થઈ હશે તે માટે આપણે નમ્રતાપૂર્વક ક્ષમા માંગવી જોઈએ. પૂ. મહાસતીજી આદિ ઠાણ ૮ નું આપણાથી મન દુભાયું હોય, તેમની સેવાભક્તિ ન કરી શક્યા હોય અગર સેવાભક્તિ કરવામાં કચાશ રહી હોય તે મન-વચન-કાયાથી મારાથી તેમજ મેનેજીંગ કમીટી વતી તથા શ્રી સંઘ વતી પૂ. મહાસતીજી પાસે ક્ષમા માંગું છું. ' પૂ. મહાસતીજી ! આપને વિદાય આપતા અમારા અંતરમાં ખૂબ દુખ થાય છે. અમારી આંખો અશ્રુથી ભરાઈ જાય છે. અંતમાં વિહારમાં આપને ખૂબ શાતા રહે અને આપ દિનપ્રતિદિન વીતરાગ શાસનને વધુ ઉન્નત બનાવે, તે માટે પ્રભુ આપને શક્તિ પ્રદાન કરે એ જ મારા અંતરની પ્રાર્થના સહિત વિરમું છું. જય જિનેન્દ્ર,
ધનસુખભાઈ પાદશાહઃ-પરમપૂજ્ય, પ્રતિભાશાળી, વંદનીય, મહાન જ્ઞાની, મહાન વિદુષી બા.બ્ર. પૂ. શારદાબાઈ મહાસતીજી તથા અન્ય મહાસતીજીએ ! માતાઓ, ભાઈઓ, ને બહેને !
જે ચાતુર્માસની આપણે ચાતક પક્ષીની જેમ રાહ જોતા હતા તે ચાતુર્માસને પંદર વર્ષે આપણને લાભ મળે. પાવનકારી ચાતુર્માસના પાંચ પાંચ મહિના પલકારામાં પસાર થઈ ગયા, તે આપણને ખબર પડી નહિ. ૫, મહાસતીજીએ તા. ૨૨ જુનના દિવસે બોરીવલીમાં ચાતુર્માસ મંગલ પ્રવેશ કર્યો હતે અને તા, ૨૫ નવેમ્બરના દિવસે ચાતુર્માસ
શા-૧૧૨