Book Title: Sharda Darshan
Author(s): Shardabai Mahasati
Publisher: Mansukhlal Chhaganlal Desai

View full book text
Previous | Next

Page 933
________________ શારદા દર્શન ૮૮૭ સાંભળે છે કર્મની ફિલેસેજી જાણવાની જિજ્ઞાસુ બની ગુરૂ ભગવંતને પ્રશ્ન પૂછે છે ભગવાન! અમે પૂર્વભવમાં શું કાર્યો કર્યા કે સંસારમાં મહાન સુખને મેળવ્યા? ગુરૂ ભગવંતપૂર્વ ભવ સમજાવ્યો અને ગુરૂ ઉપદેશ સાંભળવાથી ચારિત્ર માર્ગની શ્રદ્ધા થઈ, અને બધાએ ચારિત્ર ગ્રહણ કર્યું. પાંડવો બધા સંસારમાં રહ્યા પણ ખરા ને સંસાર છોડ્યો પણ ખરે. છેવટમાં સંથારે કરી પાંચે પાંડવો મેક્ષમાં ગયા ને દ્રૌપદી એકાવતારી બન્યા. આ બધું વર્ણન સમજાવવામાં આવી ગયું છે. આ બધા આત્માઓએ જેમ સંસારના સુખને જાણીને છોડ્યો તેમ તમે બધા પણ આ માર્ગ ઉપર આવે. આ બધી વાતને સાર જીવોને ઉમાગેથી પાછા વાળી સન્માર્ગે લાવવાનો છે. ખરેખર સંતેની ઈચ્છા છે એ જ હોય છે કે તમને સાધુ બનાવવા, પણ જો તમે સાધુ ન બની શક્તા છે તે શ્રાવક તે બનવું છે ને ? અરે, શ્રાવક ન બની શકે તે સમકિતી બને. આ પણ અશક્ય હોય તે છેવટે માર્ગાનુસારી તે બનવું જ જોઈએ. કોઈ પણ રીતે જીવ આવા ગુણેને પ્રાપ્ત કરે એ ભાવનાથી ઉપદેશ આપવામાં આવે છે. તમે હૃદયમાં કેરી રાખજે કે મારે કરવા જેવું હોય તે ધર્મ છે, છેડવા જે સંસાર છે, લેવા જે સંયમ છે અને મેળવવા જેવો મેક્ષ છે. સમય ઘણે થઈ ગયું છે. વધુ નહિ કહેતાં અહીંથી વિરમું છું. શાંતિ. ચાતુર્માસની પૂર્ણાહુતિના દિવસે રસીકભાઈ શાહે રજુ કરેલ વક્તવ્ય , પરમપૂજ્ય, જેનશાસનની વિરલ વિભૂતિ, મહાન વિદુષી, વીતરાગ વાણીના નાદે મેહનિદ્રામાં પોઢેલા ને જાગૃત કરનાર, પ્રખર વ્યાખ્યાતા બા.બ્ર. પૂ. શ્રી શારદાબાઈ મહાસતીજી તેમજ અન્ય મહાસતીજીએ ! - પૂ. મહાસતીજી આપણી પંદર પંદર વર્ષની વિનંતીને માન આપી શ્રી સંઘને આંગણે મંગલ ચાતુર્માસ પધાર્યા ત્યારથી આપણે સંઘ તપ અને ત્યાગથી તેજસ્વી બને છે. જે ક્ષેત્રના મહાન પુણ્યદય હોય છે તે ક્ષેત્રમાં આવા મહાન પવિત્ર મહાસતીજીના પુનિત પગલા થાય છે. પૂ. મહાસતીજીના મંગલ ચાતુર્માસથી આપણું બેરીવલી ક્ષેત્ર પાવન બન્યું છે. પૂ. મહાસતીજીએ પાંચ પાંચ મહિના સુધી વીતરાગવાણીને એકધારો લાભ આપે છે. તેમની વાણીમાં એવી અદૂભૂત આકર્ષક શક્તિ છે કે અબૂઝ, અજ્ઞાન છે પણ બંધ પામી જાય છે. ઉપાશ્રયમાં પર્યુષણ સિવાય નહિ આવનારા પણ દરરોજ ઉપાશ્રયે આવે છે ને કંઈ ને કંઈ ધર્મારાધના કરે છે. પૂ. મહાસતીજીની એક જ ભાવના છે કે વીતરાગ શાસનને બગીચે દાન, શીયળ, તપ અને ભાવનાના ફૂલડા ખીલાવીને મઘમઘતે બનાવું. સર્વ જી શાસનરસી બને. એ રીતે અથાગ પરિશ્રમ કરીને આપણા સંઘને મઘમઘતે બનાવ્યું છે. આપણા સંઘમાં કદી નહિ થયેલ એવા ભેળસેળ મા ખમણ, એકવીસ, વીસ, સેળભથ્થા આદિ તપશ્ચર્યા ઘણુ થઈ. અઠ્ઠાઈ નવાઈને

Loading...

Page Navigation
1 ... 931 932 933 934 935 936 937 938 939 940 941 942 943 944 945 946 947 948 949 950 951 952