________________
આ દાન
૨૫
લ'દન કરીને મુનિને પૂછ્યુ−હે ભગવંત! અમે પૂર્વભવમાં કાણુ હતા અને કેવી રીતે આ સૉંસારના વિપુલ સુખા મેળવ્યા છે ! તે આપ કૃપા કરીને અમને કહ્યું.
મુનિએ કહેલા પાંડાના પૂર્વ ભવ –મુનિ કહે છે કે પાંડવા! તમે પૂર્વભવમાં પાંચ ભાઈઓ હતા. સુરતિ, શાન્તનુ, દેવ, સુમતિ અને ગુણભદ્ર એ તમારા નામ હતા. પૂના પાપના ઉદયથી લક્ષ્મી ચાલી જતા તમે નિન બની ગયા. આજીવિકા માટે તમે રાત દિવસ ફરતા હતા. એટલામાં એક યશેાધર નામના મુનિનો તમને સંગ થયા. મુનિએ તમને ધનુ' અને કર્મનું સ્વરૂપ સમજાવ્યું. મુનિનો ઉપદેશ સાંભળી વૈરાગ્ય આવતા તમે બધાએ દીક્ષા લીધી. ગુરૂ આજ્ઞામાં રહુીને સંયમની સુંદર સાધના કરીને ઉગ્ર તપ કરવા લાગ્યા. સુરતિ મુનિએ કનકાવલી તપ કર્યાં, શાન્તનુ સુર્નિએ રત્નાવલી તપ, દેવમુનિએ મુક્તાવલી તપ, સુમતિમુનિએ સિદ્ધનિષ્ક્રિડિત તપ કર્યું અને ગુણભદ્ર મુનિએ મા વધમાન તપ કર્યાં. આ રીતે અઘાર તપશ્ચર્યાં કરી અપ્રમત્તપણે સંયમ પાલન કરી અંતિમ સમયે અણુશન કરી આયુષ્ય સ્થિતિ પૂર્ણ કરી સર્વાસિદ્ધ વિમાનમાં ઉત્પન્ન થયા. ત્યાં ૩૩ સાગરોપમનુ આયુષ્ય ભોગવી ત્યાંથી ચવીને હસ્તિનાપુરમાં પાંડુરાજાને ઘેર પુત્રપણે જન્મ્યા. ધર્મના પ્રભાવે આપ મહાન સુખસમૃદ્ધિ પામ્યા.
“ પાંડવાને વૈરાગ્યભાવ જાગતાં લીધેલી દીક્ષા ’;–ધ ઘેષ મુનિની થાણી સાંભળીને પાંડવાને વૈરાગ્ય આવ્યે અને સારા દિવસે પાંડુસેનકુમારનેા રાજ્યાભિષેક કરી પાંડવાએ ધ`ઘાષ મુનિ પાસે દીક્ષા લીધી. પાંડવાની સાથે દ્રૌપદીએ તથા કુંતામાતાએ દીક્ષા લીધી, પાંડુસેનકુમારે દીક્ષામહેાત્સવ ખૂબ ઠાઠમાઠથી ઉજજ્ગ્યા. પાંડવોએ અપ્રમત્તભાવે વિચરતા દ્વાદશાંગીના અભ્યાસ કર્યાં અને દ્રૌપદીજીએ ૧૧ અંગના અભ્યાસ કર્યાં. ભીમ મુનિએ ભીષણ અભિગ્રહ ધારણ કર્યાં કે ઉચ્છવૃત્તિથી છ મહિના સુધી મારુ જીવન ચલાવવુ, તેમના તે અભિગ્રહ છ મહિને પૂર્ણ થયે..
ત્યાર બાદ તે પાંડવમુનિએ બહારના જનપામાં વિહાર કરવા લાગ્યા. તે સમયે તેમણે લાકોના મુખેથી વાત સાંભળી કે અદ્વૈત અરિષ્ટનેમિપ્રભુ વિહાર કરતા સૌરાષ્ટ્ર જનપદમાં પધાર્યાં છે. માટે આપણે સ્થવિર મુનિએની આજ્ઞા મેળવીને ભગવાનના દર્શન કરવા જવું જોઈએ. આ પ્રમાણે વિચાર કરી સ્થવિર ભગવંતાની આજ્ઞા લઈને અભિગ્રહ કર્યાં કે ભગવાનના દર્શન ન થાય ત્યાં સુધી માસખમણુના પારણે માસખમણુ કરવા. આ રીતે અભિગ્રહુ લઈ ને મુનિ વિહાર કરતા હસ્તિકલ્પ નગરમાં આવ્યા. ત્યાં સમાચાર મળ્યા કે તેમનાથ ભગવાન ગિરનાર પર્વત ઉપર ૫૩૬ અણુગારેની સાથે માક્ષે પધાર્યાં. આ સમાચાર સાંભળતા તેમના અભિગ્રહ પૂર્ણ ન થવાથી તેમણે પણ શત્રુંજય પર્યંત ઉપર જઈને સંચાર કર્યાં. એ માસના સંથારો પાળી તે પાંડવ મુનિએ મેક્ષે પધાર્યાં. દ્રૌપદી પણ ઘણાં વર્ષોં સમ