Book Title: Sharda Darshan
Author(s): Shardabai Mahasati
Publisher: Mansukhlal Chhaganlal Desai

View full book text
Previous | Next

Page 929
________________ થાવા દશન નહિ. હું દ્રૌપદીને શોધી લાવીશ. કૃષ્ણુજીએ ત્રણે ખંડમાં દ્રૌપદીની શેાધ કરી પણ પત્તો પડચો નહિ તેથી કૃષ્ણજી નિરાશ થઈને બેઠા. તે સમયે નારદજી ત્યાં આવ્યા. પૂછપરછ કરતાં ખબર મળી કે દ્રૌપદી ઘાતકીખ’ડમાં છે. આથી બધા ઘાતકીખંડમાં પહેાંચ્યા. ત્યાં કૃષ્ણવાસુદેવે પદ્મનાભ રાજાને હરાવી વિજય મેળળ્યે ને દ્રૌપદીને લઇને બધા પાછા ફર્યાં. કૃષ્ણજીએ પાંચ પાંડવા અને દ્રૌપદીને પહેલા હાડીમાં બેસાડીને મેકલી આપ્યા. તે ક્ષેમકુશળ કિનારે પહેોંચી ગયા અને પછી હાડી પાણીમાં ડૂબાડી દીધી પણ કૃષ્ણજીને લેવા માકલી નહિ. ઘણા સમય થવા છતાં હાડી નહિ આવતા કૃષ્ણજી ચિંતાતુર બન્યા. પાંડવાની ચિંતા કરતા પોતાના ભુજામાથી દરિ તરીને કિનારે આવ્યા. પાંડવોને જીવતા જોઈ ને કુષ્ણુજીને ખૂબ આનંદ થયા. પછી રથમાં પાંચ પાંડવાને ને દ્રૌપદીને બેસાડયા. ત્યાં કૃષ્ણુજીએ કહ્યું-હે પાંડવે ! મને તમારી ખૂબ ચિંતા થતી હતી પણ તમે તે ક્ષેમકુશળ દરિયા તરીને પહેાંચી ગયા. તે શુ' હાડી રસ્તામાં ભાંગી ગઈ હતી ? ના....ના. અમે તે હાડીમાં આવ્યા છીએ. તે મને હાડી પાછી કેમ ન મેકલી ? પાંડવોએ કહ્યું-તમારુ. ખળ જોવા અમે હૈાડી પાણીમાં ડૂબાડી દીધી. આ સાંભળીને કૃષ્ણજીને ખૂબ ગુસ્સો આવ્યે ને ગદા ઉપાડી પણ દ્રૌપદીની આજીજીથી પાંચ પાંડવાને જીવતદાન આપ્યું પણ ત્યાં તેમને કહી દીધું કે હવે તમે મારી હદમાં આવશે નહિ. આથી રથ જ્યાં ભાંગ્યા ત્યાં પાંડવોએ વસવાટ કર્યાં અને તે નગરીનું નામ પાંડુ મથુરા પડયું. ધ રાજા પાંડુમથુરામાં આનંદથી રાજ્ય ચલાવે છે. સારી પ્રજા સ્વર્ગના જેવા સુખા ભાગવે છે. 46 પાંડુરાજાના વૈરાગ્ય ’ –એક દિવસ કોઇ દેવે પાંડુરાજા પાસે આવીને કહ્યુંહે રાજન ! નેમનાથ ભગવાને ભાંખ્યુ છે કે સારી દ્વારકા નગરીનો અગ્નિથી નાશ થશે. આ સાંભળીને પાંડુરાજાના મનમાં ખૂબ દુઃખ થયું. ખરેખર, ભગવાનના વચન ત્રણ કાળમાં પણ અસત્ય ન થાય. અહા ! આ સૌંસારમાં ક્યાંય સાર નથી. જો તેમનાથ ભગવાન અહી‘ પધારે તે હું તેમની પાસે સયમ લઉં. નેમનાથ ભગવાન તે કેવળજ્ઞાની હતા. તેમણે પાંડુરાજાના મનનો વિચાર જાણી લીધા અને ગામ, નગર, પુર, પાટણ વિચરતા વિચરતા ભગવાન ત્યાં પધાર્યાં. ભગવાને સંસારની અસારતા સમજાવી અને પાંડુરાજાએ ત્યાં પેાતાના પુત્રાની આજ્ઞા લઈને તેમનાથ ભગવાન પાસે દીક્ષા લીધી. પછી ભગવાનની આજ્ઞાનુસાર સયમનુ સુંદર રીતે પાલન કરતાં પ્રભુની સાથે વિચરવા લાગ્યા. પાંડવા અને દ્રૌપદી અધા વિષયસુખ ભોગવતાં આનદથી રહે છે. ત્યાં દ્રૌપદીએ ગભ ધારણ કર્યાં અને પૂર્ણ સમય થતાં દ્રૌપદીએ અત્યંત તેજસ્વી પુત્રને જન્મ આપ્યા. પુત્ર જન્મની ખુશાલીમાં પાંડવાએ યાચકોને ખૂબ દાન આપ્યું. કેદીઓને ખંધનમાંથી મુક્ત

Loading...

Page Navigation
1 ... 927 928 929 930 931 932 933 934 935 936 937 938 939 940 941 942 943 944 945 946 947 948 949 950 951 952