________________
શા દર્શન ક્ષેત્રે આવી. દુર્યોધન, દુઃશાસન વિગેરેના શબને જોઈને ગાંધારી, ભાનુમતી વિગેરે બધી ક્ષત્રિયાણીઓ કાળા પાણીએ વિલાપ કરતી ધાર આંસુએ રડતી શબને વળગી પડી. એ રૂદન એવું હતું કે આખું જંગલ જાણે રડતું દેખાવા લાગ્યું. આ સમયે ગાંધારીની દીકરી દુશલ્યા પણ ત્યાં આવી પહોંચી અને પિતાના પ્રાણપ્રિય પતિ જ્યદ્રથને મરેલો જોઈને અત્યંત વિલાપ કરવા લાગી. આ પ્રમાણે બધી ક્ષત્રિયાણીએ પિતપોતાના પતિની પાછળ વનના ઝાડ રહે તેવું કરૂણ રૂદન કરવા લાગી. છેવટે યુધિષ્ઠિરે બધાને અમૃત સમાન મધુર વચનોથી સાંત્વન આપ્યું અને યુધિષ્ઠિરની આજ્ઞાથી અને અગ્નાસ્ત્ર વડે બધા રાજાઓનો અગ્નિસંસ્કાર કર્યો. બધી ક્રિયાઓ પતાવ્યા પછી બધાને હસ્તિનાપુર મોકલ્યા.
ત્યાર બાદ જરાસંધે કુણ સાથે યુદ્ધ કર્યું અને તેમાં કૃષ્ણજીનો જ્યજ્યકાર થયે. પછી હસ્તિનાપુરની પ્રજાના ને અનેક રાજાઓના ખૂબ આગ્રહથી પાંચે પાંડ હસ્તિનાપુર તરફ પ્રયાણ કરે છે. આ સમયે ઘણું દેશના રાજાએ તેમના સ્વાગતમાં આવ્યા. ખુદ કૃષ્ણ મહારાજા પણ તેમાં જોડાયા. લોકોએ સાચા મેતીથી તેમને વધાવ્યા. મહેલમાં પ્રવેશ કરતા કુંતા માતાએ દહીં, ગેળ, ચોખા, કંકુથી વધાવીને પ્રવેશ કરાવ્યું. આ સમયે સેંકડો રાજાઓની સમક્ષમાં યુધિષ્ઠિરને રાજસિંહાસને બેસાડી રાજતિલક કરવામાં આવ્યું. આથી પ્રજા તેમજ કૃષ્ણ મહારાજાએ યુધિષ્ઠિર જેવા પુત્રને જન્મ આપનારી કુંતામાતાની ખૂબ પ્રશંસા કરી અને યુધિષ્ઠિરે પણ કૃષ્ણજીના ચરણમાં પડીને કહ્યું કે આ સ્થાન ઉપર જે અમે આવ્યા હોઈએ તે બધે આપને જ પ્રતાપ છે, પછી બધા ભીષ્મ પિતામહ એવા ગુરૂદેવને વંદન કરવા ગયા. ત્યાં તેમણે ખૂબ ઉપદેશ આપ્યો. પિતામહને ચારિત્ર અવસ્થામાં જઈને પાંડવોની આંખે આનંદ અને શોકથી પાણીથી ભરાઈ ગઈ અને તેમના ચરણમાં વંદન કરતાં ગાંગેય મુનિના ચરણ તેમની આંખના આંસુથી ભીના બની ગયા. ત્યાર બાદ પાંડેએ ગુરૂદેવને ખૂબ ખૂબ વિનંતી કરી કે ગુરૂદેવ ! અમને કંઈક સમજાવે, ત્યારે મુનિએ મોક્ષ માર્ગનું સ્વરૂપ સમજાવ્યું. એ સાંભળતા પાંડેના દિલ પીગળી ગયા ને ધર્મને પામી ગયા. આથી તેઓ રાજ્ય ચલાવવા છતાં તેમનું રાજ્ય ધાર્મિક ગણાવા લાગ્યું. પાંડવે ધર્મની પ્રભાવના ખૂબ કરતાં આનંદથી રાજ્ય ચલાવવા લાગ્યા.
- “ દ્રૌપદીનું અપહરણ :-એક વખત નારદઋષિ આવતા દ્રૌપદીએ તેમને સત્કાર–સન્માન ન કર્યો, તેથી તે ષિના મનમાં ગાંઠ રહી ગઈ અને તેના પરિણામે ઘાતકી, ખંડના પદ્મનાભ રાજાએ દેવની સહાયથી દ્રૌપદીનું અપહરણ કરાવ્યું, ત્યાં દ્રૌપદીની ઘણી કોટી થઈ પણ તે ચારિત્રથી ચલાયમાન ન થઈ. આ બાજુ પાંડેએ જ્યારે દ્રૌપદીને ન જોઈ ત્યારે ચારે બાજુ તપાસ કરી. શોધ કરતાં દ્રૌપદીનો પત્તો ન પડતાં કુંતામાતાએ કૃષ્ણજી પાસે સહાય માંગી. કૃષ્ણજીએ વચન આપ્યું-ફઈબા! ગભરાશે