Book Title: Sharda Darshan
Author(s): Shardabai Mahasati
Publisher: Mansukhlal Chhaganlal Desai

View full book text
Previous | Next

Page 926
________________ શારા દર્શન દુઃખી થાય છે કે આપને મળવા ખૂબ ઝંખે છે. માટે મારી સાથે આપ દ્વારકા ચાલે, ત્યારે પાંડુ રાજાએ કહ્યું કે જ્યારે પાંડવે યુદ્ધમાં વિજય પ્રાપ્ત કરશે ત્યારે જ હું તેમનું મુખ જઈશ. તે સિવાય હું પુત્રને મુખ નહિ બતાવું. માટે આપ દ્વારકા જઈને મારે આ સંદેશ પાંડેને કહેજે. આ પ્રમાણે પાંડુ રાજાનો સંદેશ લઈને કૃષ્ણજી દ્વારકા આવ્યા ને પાંડેને બધી વાત કહી. એટલે પાંડેને પાણી ચઢયું કે પિતાજીની આજ્ઞા થઈ છે માટે હવે આપણે યુદ્ધ કરવું જ જોઈએ. પિતાજીનો હુકમ થતાં પાંડેએ હાથી, ઘોડા, રથ, પાયદળ વિગેરે ચતુરંગી સેના તૈયાર કરી. છત્રીસ પ્રકારના શથિી મેટા મેટા ઘણું રથ ભરી દીધા. હાથી, ઘોડા, રથ શણગાર્યા. આ રીતે મોટું સૈન્ય સજી પાંડ યુદ્ધમાં જવા તૈયાર થયા. કૃષ્ણની સેના પણ સાથે છે. દ્રપદ રાજા, વિરાટ રાજા પાંડવેની સહાયમાં મોટું સૈન્ય લઈને આવ્યા છે. તેમજ કૃષ્ણના પક્ષમાં રહેલા દશ દશાહ તથા નેમિ, સત્યનેમિ, મહાનેમિ આદિ કુમારે સૈન્ય સજીને તૈયાર થયા. કૃષ્ણજી અને બલભદ્ર પણ રથમાં બેઠા. યુદ્ધના રણશીંગા ફૂંકાવા ભગ્યા. શ્રેષ્ઠ મુહુર્ત જોઈને પાંડ યુદ્ધમાં જવા માટે રથમાં બેસે છે ત્યારે કુંતામાતાએ પિતાના પાંચ પુત્રના કપાળમાં તિલક કરીને માથે હાથ મૂકીને અંતરના આશીર્વાદ આપ્યા કે હે દીકરાએ! શત્રુઓને હરાવી વિજયની વરમાળા પહેરીને વહેલા આવજે. માતાના આશીવાદ લઈને રથ હાંક્યા. ત્યાં ગાયોનું ધણુ, સ્કૂલેથી ભણીને આવતા બાળકે, પણ ભરીને આવતી પનીહારીઓ વિગેરે ઘણાં જ શુભ શુકનો થયા, અને દ્વારકા નગરીની બહાર પહેંચ્યા ત્યાં તેમને નિગ્રંથ મુનિઓના દર્શન થયા. રથમાંથી ઉતરીને સૌએ મુનિરાજોના દર્શન કર્યા. તેમના મુખેથી માંગલિક સાંભળીને ચરણરજ મસ્તકે ચઢાવીને રથમાં બેઠા ત્યારે પાંડવેએ શ્રી કૃષ્ણને કહ્યું, મેટાભાઈ! કેવા સરસ શુકન થયા! આપણે તે દ્રવ્ય રાજ્ય લેવા જઈએ છીએ પણ મને તે લાગે છે કે કર્મશત્રુઓ ઉપર વિજય મેળવીને શિવપુરનું રાજ્ય લઈશું. આ પ્રમાણે વાત કરતાં આનંદપૂર્વક આગળ પ્રસ્થાન કર્યું. તે વખતે પવન અનુકૂળ હતે. હાથીએ ગર્જના કરતા હતા, ઘોડાએ હર્ષમાં આવી હણહણતા હતા. તે સમયે કૃષ્ણ તથા યુધિષ્ઠિરની સેના ગંગા જમનાની જેમ ભેગી થઈને યુદ્ધસાગરને મળવા જઈ રહી હતી. " (પૂ. મહાસતીજીએ યુદ્ધનું વર્ણન ટૂંકમાં કર્યું હતું. જે યુદ્ધનું વર્ણન સાંભળતા શ્રોતાઓના હદય કંપી ગયા હતા અને છેવટમાં સમજાવ્યું હતું કે પરિગ્રહ એ પાંચમું પાપ છે. તેને મેળવે તે પાપ છે અને મેળવીને ભેગવવું તે પણ પાપ છે અને છોડતી વખતે પણ જે આત્માનું લક્ષ નહિ હેય ને હાયવરાળ હશે તે છેડતી વખતે પણ પાપ છે. થોર એને પડ વચ્ચે જે ભયંકર યુદ્ધ થયું અને તેમાં સેંકડો માણસે મરાયા કે જેમાં કંઈક કુટુંબ અને પરિવાર પણ રોળાઈ ગયા. આ બધાનું જે કારણ હોય તે પરિગ્રહની મમતા છે.)

Loading...

Page Navigation
1 ... 924 925 926 927 928 929 930 931 932 933 934 935 936 937 938 939 940 941 942 943 944 945 946 947 948 949 950 951 952