________________
૨૪
શારદા દર્શન
ગજસુકુમાલ અણુગારના અધિકાર સાંભળીને અમારે ને તમારે એક જ વાત સમજવાની છે કે કરેલા કર્મો જીવને અવશ્ય ભાગવવાના છે. ભેાગળ્યા વિના છૂટકો નથી. એમ સમજીને કમના ઉદય વખતે આ ધ્યાન-રૌદ્રધ્યાન નહિ કરતાં સમભાવથી ભાગવી લે. કમ તે જ્ઞાની કે અજ્ઞાની દરેકને ઉદયમાં આવે છે પણ મનેના ભાગવવામાં ફેર છે.
ભલે હાય નાની કે અજ્ઞાની જન, સુખ દુઃખ રહિત ન કોઈ, નાની વેદે ધેયથી, અજ્ઞાની વેઠે રાઈ
જ્ઞાની આત્મા શુભાશુભ કમનો ઉદય સમજીને સમભાવથી ઉદયમાં આવેલા કનિ ભોગવી લે છે, અને અજ્ઞાની જીવ કર્મનો ઉદય થતાં હાયવાય કરે છે, આત ધ્યાન કરે છે. એટલે ઉદયમાં આવેલાં કર્મો ભાગવતાં પાછા નવા કર્માં ખાંધે છે. એટલે ચતુ ́તિ સંસારમાં ભ્રમણ કરવાનું વધે છે. અને જ્ઞાની સમતાપૂર્વક કર્યાં ભાગવી લે છે, એટલે તેનું ભવભ્રમણ ઘટે છે, ને તેનો જલ્દી મોક્ષ થાય છે. ગજસુકુમાલ અણુગારે ક્ષમા રાખી તેા બધા કને ખપાવીને એ ઘડીમાં મેક્ષે ચાલ્યા ગયા, અને ઉપસર્ગ આપનાર સૌમિલ બ્રાહ્મણ એના ક્રર્માં ભોગવવા દુતિમાં ગયા. ચાર ચાર વેદના જાણકાર એવા બ્રાહ્મણુની સાધુને માથે અંગારા મૂકવાની બુદ્ધિ કદી ન થાય, પણ એની દુશ્રુદ્ધિ થઈ તેમાં નવ્વાણું લાખ ભવ પૂર્વે ખાંધેલુ ક્રમ કારણભૂત હતું. એ વાત અગાઉ સમજાવી છે. આ અધિકાર સાંભળીને આપણે ગજસુકુમાલ જેવા ક્ષમાવાન બનીએ તે સાંભળ્યુ લેખે ગણાશે.
આજે સમય થયેા છે, પણ ચાતુર્માસની પૂર્ણાહૂતિના પવિત્ર દિન છે. આપણા અધિકાર પૂરા થયા પણ હજી પાંડવ ચરિત્ર બાકી છે તેા ઘેાડીવાર ચરિત્ર કહું છું,
ચરિત્ર:–કૃષ્ણજીએ દુર્ગંધનને પાંચ ગામ પાંડવાને આપવા માટે સમજાવ્યેા પણુ ુધિન સમજ્યું નહિ ને એકદમ ગુસ્સે થઈને કહેવા લાગ્યું કે, હે કૃષ્ણ ! સાંભળેા. હું પાંડવાને એક તસુ જગ્યા આપવાના નથી. મે' એમને જીવતા રાખ્યા છે તે ઘણુ છે. હવે તે રાજ્ય માંગવાની વાત કરશે તા મારી નાંખીશ. અગર જો તેમને તેમના પરાક્રમના ગવ હાય તા કુરૂક્ષેત્રના મેદાનમાં આવે. મારુ સૈન્ય તેમનું સ્વાગત કરશે. દુર્ગંધનનો ઉદ્ધૃત જવાબ સાંભળી કૃષ્ણે કહ્યું-હું તેા તારા હિત ખાતર કહેવા આવ્યો હતેા પશુ તને મારી વાત ગળે ઉતરતી નથી તો હવે પાંડવાનુ` પરાક્રમ જોઈ લેજે, વીરપુરૂષો યુદ્ધથી ડરતા નથી. વીરપુરૂષા માટે યુદ્ધ ઉત્સવ સમાન છે. આ પ્રમાણે કહી કૃષ્ણ સભાની બહાર નીકળી ગયા. ધૃતરાષ્ટ્ર, ભીષ્મપિતા વિગેરે સમજી ગયાં કે કૃષ્ણે ગુસ્સે થયા છે, એટલે તેમને શાંત પાડવા તેમની પાછળ ગયા ને કૃષ્ણને કહ્યું કે મહાનપુરૂષો દુનોના વચનો સાંભળી કદી ગુસ્સે થતા નથી. માટે આપ દુર્ગંધન ઉપર ધ કરશે નહિ. તમે મહાન શક્તિશાળી છે. તમારી