________________
શાશા દર્શન કર્યું. એની ક્ષમા અને ધીરજ આજ મારી આંખ સામે તરવરે છે. ધન્ય છે એની ક્ષમાને. હવે મારી ભૂલનું મને ભાન થયું. આજે મને ખ્યાલ આવે છે કે આ બાળકને સ્ત્ર આપનારી એની માતા કેટલી ખાનદાન, સાજન, અમીર અને સંસ્કારી હશે કે જેથી મા બાળકનું ઘડતર આવું સુંદર આદરણીય બન્યું છે. માતાપિતાને વાત કરતાં તેમજ અરસપરસ પિતાની ભૂલને પશ્ચાતાપ કરતા જોઈને ઈન્દ્ર દોડીને તરત તેની માતાના ચરણમાં પડી ગયા. એ મારી મા ! તું રડીશ નહિ. તું નિર્દોષ છું. તારે કે મારા પિતાને એક પણ દેષ નથી, જે ઘડી પળ ભજવાઈ ગયા તે મારા કર્મો ભજવાયા છે, માટે આપ સહેજ પણ કલ્પાંત કરશે નહિ. એમ કહીને ઈન્દ્ર જ્યારે માતાપિતાના ચરણમાં પડયો ત્યારે માબાપે હૈયાના હેતથી તેને છાતી સમે ચાંપી લીધે. બસ બેટા બસ...
અહીં બેઠેલા મારા ભાઈઓ ને બહેને! આજે ક્ષમાપનાના દિવસે મારે તમને એટલું જ કહેવું છે કે જ્યાં સુધી આપણું જીવનમાં ક્ષમા, અને ધૈર્યતા નહિ આવે ત્યાં સુધી શાશ્વતે આનંદ પ્રાપ્ત નહિ કરી શકીએ. માટે આજના દિવસે જરૂર એટલું વિચાર કે ગમે તેવા પ્રસંગમાં ક્ષમાના હથિયાર હું ડીશ નહિ. બાળકે ક્ષમા, ધીરજ અને હિંમત રાખી તે એનો જય થયે, વિજ્ય થયે. આવી જ આપણી પાંચ પાંચ મહિનાથી ગજસુકુમાલ અણગારના અધિકારની વાત ચાલે છે. કેટલી એમની ક્ષમા ! ગજસુકુમાલ અણગારના માથે સોમિલે જલતા અંગારા મૂક્યા, છતાં કેટલી ક્ષમા રાખી ! પિતાના ભાઈ ગજસુકુમાલ મુનિ તે ક્ષે ગયા પણું સંમિલ બ્રાહ્મણે આવી રીતે પ્રાણ લીધા તેથી કૃષ્ણજીને ખૂબ દુખ થયું.
ભગવાનના વચન પ્રમાણે કૃષ્ણજીને જોઈને સેમિલ બ્રાહ્મણ ભયભીત થઈને પડી ગયે ને પડતાંની સાથે તેના પ્રાણ ચાલ્યા ગયા. તેના મડદાને જોઈને કૃષ્ણવાસુદેવને ખૂબ કૈધ આવે ને તેમના સાથીદારને કહ્યું કે હે દેવાનુપ્રિયો ! મારા ભાઈનું અકાળ સાણ કરાવનાર આ નિર્લજજ, અકાળે મૃત્યુને ચાહનાર આ સેમિલ બ્રાહ્મણ છે. એના મડદાને પગે બાંધીને કૂતરાને ઢસેડે તેમ તમે તેને ઢસેડીને નગરની બહાર ફેંકાવી દો. તેનું શરીર અપવિત્ર છે. આવા પવિત્ર સાધુની ઘાત કરનારે માણસ ક્રોધ કષાયથી યુક્ત અપવિત્ર હેય. એજ શરીરથી સ્પર્શયેલી ધરતી ઉપર એના પરમાણું રહી જાય તે મારી નગરી અપવિત્ર ની જાય. માટે તમે આખી નગરી પાણીથી ધવરાવીને સાફ કરે. આ પ્રમાણે હુકમ કર્યો એટલે ચંડાળાએ સોમિલ બ્રાહ્મણના મૃતદેહને પગે દોરડી બાંધીને ઢસેડીને નગરની બહાર ફેં દીધે, અને બીજા માણસોએ નગરી પેઈને સાફ કરી. આ બધું કાર્ય પતાવીને કૃણવાસુદેવ પિતાના મહેલમાં ચાલ્યા ગયા. ગજસુકુમાલના આ રીતે કાળધર્મ પામ્યાના સમાચાર જાણીને દેવકી માતાને કેટલું દુઃખ થયું હશે તે વાત અનુભવે તેને ખબર પડે