________________
૮૮
શાખા ઈન માટે ખૂબ સમજાવ્યો પણ કઈ રીતે સમજાતું નથી. એ મારા કુળમાં અંગાર પાક્યો છે, પણ તમે યુદ્ધ ન કરે અને ભાઈ ભાઈમાં વિગ્રહ ન થાય તેવું કાર્ય કરે. સંજય દૂતની વાત સાંભળીને યુધિષ્ઠિરે હસીને કહ્યું–સંજય! મારા કાકાની વાત ન્યાયથી ભરેલી છે. મને પણ ભાઈએ ભાઈઓમાં કલેશ કરવાની બિલકુલ ઈચ્છા નથી, અને રાજ્ય છોડવા પણ તૈયાર નથી. હજુ કદાચ હું રાજ્ય જતું કરું પણ મારા ચાર ભાઈઓ રાજ્ય છેડવા તૈયાર નથી. ત્યાં ભીમે કહ્યું કે હવે તે દુર્યોધન અમારું રાજ્ય પાછું આપવા તૈયાર થાય તે પણ અમે લેવા તૈયાર નથી. યુદ્ધ કરીને જ રાજ્ય લઈશું. તેમાં હું તે મારી ગદાથી દુર્યોધનની જાંઘ ચીરી નાંખીશ અને દુશાસનની ભુજાને કાપી નાંખીને મારી પ્રતિજ્ઞા પૂર્ણ કરીશ. અર્જુન, નકુલ અને સહદેવે પણ કહ્યું કે હવે અમે ચોકકસ યુદ્ધ કરવાના જ છીએ. આ પ્રમાણે કહીને પડવેએ સંજયને વિદાય કર્યો. સંજયે હસ્તિનાપુર આવીને ધૃતરાષ્ટ્રને બધી વાત કહી સંભળાવી, એટલે ધૃતરાષ્ટ્ર દુર્યોધનને પિતાની પાસે બેલાવીને કહ્યું- હે દુર્યોધન ! તું કંઈક સમજ. પાંડે સાથે લડાઈ કરવામાં સાર નહિ નીકળે, તારા હિત માટે કહું છું કે તું હજુ સમજી જા. પાંડવોને તેમનું રાજ્ય આપીને પરસ્પર પ્રેમથી રહે. યુદ્ધ કરવાથી મોટે અનર્થ સર્જાશે.
દુર્યોધને અભિમાનયુક્ત આપેલ જવાબ : દુર્યોધને કહ્યું, શું, તમે મને નિર્બળ સમજો છો ? હાથમાં તલવાર લઈને બેલવા લાગે કે જુએ, આ મારી તેજસ્વી તલવાર પાંચ પાંડવના માથા કાપી નાંખશે ને કૃષ્ણને પણ વિનાશ કરશે, અને હું મોટો સત્તાધીશ બનીશ. કેની તાકાત છે કે મારી પાસેથી રાજ્યલક્ષ્મી પડાવી શકે ? ઘણાં રાજાએ મારી સહાયમાં છે. પાંડવેના પક્ષમાં તે માત્ર કૃષ્ણ, દ્રુપદ અને વિરાટ રાજા આ ત્રણ જ રાજાઓ છે. એમની મારી પાસે શું ગણત્રી ? વિદુરજી વિગેરેને લાગ્યું કે હવે જહદી કુળને વિનાશ થશે. હવે બેમાંથી એક પણ પક્ષ સમજે તેમ નથી. ધૃતરાષ્ટ્ર વિદુરજીને કહ્યું, કે દુર્યોધન કઈ રીતે સમજતો નથી, હવે હું શું કરું? તમે તેને સમજાવે. ત્યારે વિદુરજીએ કહ્યું કે મેં તે તમને પહેલેથી કહ્યું હતું કે દુર્યોધન તમારા કુળને નાશ કરનાર થશે, પણ તમને મારી વાત રૂચી નહિ. જે પોતાના આંગણામાં ઉત્પન્ન થયેલ વિષવૃક્ષને પહેલેથી કાપી નાંખતા નથી, ત્યારે તે વૃક્ષ મોટું થતાં અનેકના પ્રાણ હરે છે. છતાં એક વાર તેને સમજાવવાનો પ્રયાસ કરું તે કદાચ ભયંકર યુદ્ધ થતું અટકી જાય. કુરુવંશનું કલ્યાણ થાય,
વિદુરજી અને ધૃતરાષ્ટ્રનું આગમન વિદુરજી અને ધૃતરાષ્ટ્ર દુર્યોધન પાસે આવ્યા, અને ખૂબ પ્રેમથી દુર્યોધનને સમજાવતાં કહેવા લાગ્યા કે હે વત્સ! જે માણસ ન્યાયમાર્ગને ચૂકી જાય છે તે જીવતે છતાં મરેલે સમાન ગણાય છે. પછી તેના સ્વજને તેને છેડીને ચાલ્યા જાય છે, ત્યારે તે તુચ્છ બની જાય છે. લેકેને અનુરાગ જેના ઉપર હોય છે તેની પાસે લક્ષમી જાય છે. માટે હે દુર્યોધન ! તું હજુ પણ સમજીને ન્યાય માર્ગને નહિ સ્વીકારે તે તારી લક્ષ્મી તને છેડીને યુધિષ્ઠિર પાસે ચાલી જશે. તું પાંડના