________________
શાળા દશન પાંચ વર્ષ અને શાન્તાદેવીનું શરીર લથડવા લાગ્યું ને બિમારી દિવસે દિવસે વેધવા લાગી. આથી બહેનના મનમાં વિચાર થવા લાગે કે મને તે જીવન અ ત્યુ વચ્ચે કોઈ અફસોસ નથી. જેને જન્મ છે તેનું મરણ છે. કાળના પંજામાંથી કઈ છટકી શકતું નથી. મને મરણને ડર નથી, ડર હોય તે જન્મ લેવો પડે તેને છે. ક્યારે મારો ભાગ્યોદય જાગે ને હું જન્મ મરણની સાંકળમાંથી છૂટું!
આવા વિચારો કરે છે ત્યાં તેનો બાબો સ્કુલેથી આવ્યો. તેના સામે દૃષ્ટિ જતાં તેનાં મનમાં થયું કે બાબાના જીવનમાં મેં પાયા રૂપ ચણતર કર્યું છે પણ મજલા રૂ૫ હજુ સમજાવવાનું બાકી રહ્યું છે. હવે હું આ બિમારીમાંથી બચી શકું તેમ લાગતું નથી. કાળ ગોઝારે મારે અવશ્ય શિકાર કરશે. પછી મારા બાબાનું શું ? આમ વિચાર કરતાં આંખમાંથી આંસુ આવી ગયા. બાબે પૂછે છે મમ્મી ! તું કેમ રડે છે ? આ શબ્દોથી વહાલભર્યા હેતથી માતાએ તેના શરીર પર હાથ ફેરવ્યો ને કહ્યું, બેટા! તું ડાહ્યો થજે. આમ કહે છે ત્યાં તેનો પતિ આવી ચડ્યો. પિતાના પતિ સામું દષ્ટિ કરતાં પતિ તેના સામું જોવા લાગે. પત્ની કહે છે નાથ ! હવે આ દેહમંદિરમાંથી આત્યા : વિદાય લેવાની તૈયારી કરી રહ્યો છે. આ શબ્દથી પતિની આંખમાં આંસુ આવી ગયા ? અને કહ્યું કે તું શું બેલે છે? પ્રાણનાથ ! હવે તે હું જાઉં છું. આપને ફરીને મળી તે હવે કુદરતને આધીન છે. મેં આપને કાંઈ પણ અપરાધ કર્યો હોય તે મને માફ કરજો. મારા ગયા પછી આપ બીજી સ્ત્રી પરણશે તે બનવા જોગ છે. તે વિષે હું કંઈ કહેતી નથી. હું આપને માત્ર એટલું જ કહું છું કે મારા પુત્રની તમે સંભાળ લેજે.
આટલું સંભળતાં પતિની આંખમાં આંસુ પડી ગયા ને બેલ્યા, શું તને મારા વિશ્વાસ નથી ? નાથ ! મને તમારે પૂરે વિશ્વાસ છે. ફક્ત હું તે તમને બે શખ જ કહેવા માંગું છું. કારણ કે ભલભલા પણ આંખ મીંચાયા પછી ભૂતકાળના વચને ભૂલી જાય છે. આપ ખોટું ન લગાડશે. પુત્ર પરનું મીઠું વાત્સલ્ય મને આ શબ્દો બોલાવે છે. મારા અંતિમ શબ્દોને યાદ રાખજે. મારા બાળકને આપના હાથમાં સોંપું છું. હજી તમને કહું છું કે પુનર્લગ્નની ઈચ્છા થાય તે ભલે કરજે પણ નવી લાવ્યા પછી પુત્ર પ્રત્યે દયા દષ્ટિ રાખતા રહેજે. તેથી નવી માતા પણ પુત્ર પ્રત્યે વફાદાર રહે. જુઓ, આપણી સામે ચકલીનો માળે છે. એમાં ચકલી બે બચ્ચાને જન્મ આપીને મરી ગઈ. પછી ચકલે બીજી ચકલી લાવ્યું. ત્યાં શું બનાવ બન્યો તે તમે જાણો છો?
ચકલા-ચકલી ચીંચી કરવા લાગ્યા. તે સમયે આપણને અવાજથી કંટાળો આવ્ય, આપણે બહાર જેવા ગયા. ચકલે ચકલીને માળામાં બેલાવે છે પણ ચકલી માળામાં
શા-૧૧૦