________________
શારદા દર્શન ન દેવું. મેં તને આ બધું શોધવા મોકલ્યું હતું અને તે શોધીને, સાંભળીને મારી પાસે રજુ કરવાનું કહ્યું હતું. સાચે દૂત તે રાજાને તેમની ખામી અને ભૂલ બતાવે છે. આ હતી રામચંદ્રજીની રાજ્યમાં રહેવા છતાં સાચી જાગૃતિ. જે આત્માઓ જાગૃત રહે છે તે પિતાના જીવનને પ્રગતિના પંથે લઈ જાય છે. તેમ ગમે તે સ્થળમાં હું પણ જાગૃતિ તમારું લક્ષ્ય હોવું જોઈએ. જાગૃતિ માટે જીવે પુરૂષાર્થ કરે પડશે. જાગૃતિ તમને ભૌતિક ક્ષેત્રમાં અને આધ્યાત્મિક ક્ષેત્રમાં બધે વિજય અપાવશે. માટે જ્ઞાની કહે છે કે જાગૃતિ એ જ સાચું જીવન છે. - આપણે અંતગડ સૂત્રના આઠમાં અધ્યયનમાં ગજસુકુમાલ અણગારને અધિકાર ચાલે છે. આજે ચાતુર્માસની પૂર્ણાહૂતિનો પવિત્ર દિન છે. સાથે અધિકારની પણ સમાપ્તિ થશે. ગજસુકુમાલ અણગારને અધિકાર નાનો છે પણ જે આપણે સમજીએ તે તેમાં ભાવ ઘણું ભરેલા છે. જેમ દેશની દડી દેખાવમાં નાનકડી લાગે છે, પણ અંદરનો દેર લબે હોય છે, તેમ ગજસુકુમાલ અણગારનો અધિકાર નાને છે પણ તેમાં ભાવ ઘણાં મોટા ભરેલા છે. આ અધિકાર સાંભળીને આપણે એ સમજવાનું છે કે ગજસુકુમાલ કુમારે એક વખત નેમનાથ ભગવાનની વાણી સાંભળીને રાજ્યનો મેહ છોડીને દીક્ષા લીધી, દીક્ષા લઈને અઘેર પરિષડને સહન કર્યો પણ ઉપસર્ગ આપનાર પ્રત્યે હેજ ક્રોધ ન કર્યો. ' કેટલી ક્ષમા રાખી ! આવા મહાન પુરૂષેની જીવન કહાની સાંભળીને આપણે પણ ક્ષમાશીલ
બનવું જોઈએ. દુઃખમાં ધીરજ રાખવી જોઈએ. આવા દુઃખમાં જે ક્ષમા રાખે છે તેમના નામ સિદ્ધાંતના પાને સુવર્ણાક્ષરે લખાઈ જાય છે. ગજસુકુમાલ અણગારની વાત સાંભળીને તમારા મનમાં થશે કે આ તે ચોથા આરાની વાત કરી, આવા દુષમ પાંચમા આરાના જીમાં આવી ક્ષમા ક્યાંથી રહે? હું તમને આ પંચમકાળની વાત કરું. સાંભળે.
ચીમનલાલ નામના એક શેઠ હતા. તેમના ભાગ્યોદયે તેમને શાન્તાદેવી નામનું આદર્શ સ્ત્રીરત્ન પ્રાપ્ત થયું હતું. ચીમનલાલને સ્વભાવ ખૂબ ક્રોધી અને વિચિત્ર પ્રકારને હતો, જ્યારે તેમની પત્ની સુશીલ અને સદ્ગુણી હતી. સદ્દગુણી સ્ત્રીના સંસર્ગથી શેઠના જીવનમાં ઘણે પલ્ટો આવ્યો અને બંને પોતપોતાના કર્તવ્યોમાં કુશળ રહેતા શીખ્યા. શાન્તાદેવી ધાર્મિક ક્ષેત્રમાં પણ ખૂબ આગળ વધ્યા હતા. તેનામાં એટલા બધા ગુણો હતા કે સારા કુટુંબને આત્મ સમાન બનાવી દીધા. આજે ઘણીવાર જોઈએ છીએ કે ઘણી બહેને ધર્મસ્થાનકમાં ઘણી ક્રિયાકાંડ કરતી હોય છે પણ પિતાના રવભાવને પલ્ટો કરી શકતી નથી. જ્યારે આ બહેન તે જેમ જેમ ધર્મમાં આગળ વધતી ગઈ તેમ તેમ તેના જીવન રાહ બદલાતે ગયે. જાણે સાક્ષાત્ કઈ દેવી ન હોય! બ્રહ્મચર્ય તરફ તે તેને ખૂબ આદર હતે. જીવનમાં વ્રત-નિયમમાં બધી રીતે તે મોખરે હતી. તેને એક પુત્ર હતે. તેનું નામ ઇન્દ્રકુમાર હતું. તેનું જીવન પણ સુંદર ઘડતરથી ઘડ્યું હતું. તે પુત્ર