________________
શા દર્શન છે? સિંહના મુખમાં ગયેલે શિકાર કઈ પાછો લઈ શકે છે? સૂર્યના તેજ સામે ચંદ્ર અને તારાના તેજની શું કિંમત છે? કૃષ્ણ અને પાંડે ભેગા થઈને મારી સામે યુદ્ધ કરવા આવશે તે પાણીમાં મીઠાની પેઠે ઓગળી જાય તેમ ઓગળી જશે. વનરાજની સામે શિયાળીયા ટકી શક્તા નથી. સિંહની એક ગર્જના થતાં શિયાળીયા અને મૃગલા ઉભી પૂંછડીએ ભાગી જાય તેમ એ લેકે યુદ્ધમાં મારા બાણથી ઘાયલ થઈને શિયાળીયાની જેમ બૂમે પાડતા ભાગી જશે, ત્યારે એ ગોવાળીયા કૃષ્ણને અને શિયાળીયા જેવા પાંડને સમજાશે કે દુર્યોધનમાં કેટલી તાકાત છે! કૃષ્ણ આગળ પાછળને વિચાર કર્યા વિના સૂતેલા સિંહને જગાડ્યો છે. તે દૂત! તું તારા કૃષ્ણને અને પાંડવોને જઈને કહેજે કે આ રાજ્ય મેં મારા બાહુબળથી મેળવ્યું છે તેમાં પાંડવેને બિલકુલ હક નથી.
દરતે આપેલો જવાબ : દુર્યોધનના અભિમાનયુક્ત કઠોર વચને સાંભળીને દૂતને ખૂબ ક્રોધ ચઢયો. તે લાલ પીળે થઈને બેલ્યો કે હે દુર્યોધન રાજા ! જરા એ છો. અભિમાન કરે. સૂર્યની સામે પતંગિયું ટકી શકતું નથી તેમ તમે કૃષ્ણની સામે એક પતંગિયા જેવા છે. કૃષ્ણજીના પરાક્રમને કણ નથી જાણતું ? અરે, કૃષ્ણની વાત છોડી દો પણ યુદ્ધમાં પાંડવોને જીતવા કેણ સમર્થ છે? યુધિષ્ઠિર શાંત છે ત્યાં સુધી વાંધો નથી પણ
જ્યારે એ તમારા ઉપર ધે ભરાશે ત્યારે તેમને પ્રચંડ કાલાગ્નિ શત્રુઓની સ્ત્રીઓના છે આથી બૂઝાવાને નથી, અને ગદાધારી ભીમ કે બળવાન છે. એણે એકલાએ કિર, - હિંબ અને બક રાક્ષસને માર્યા છે. કીચક અને તેના સે ભાઈઓને ચપટીમાં ચાળી નાંખ્યા છે. તમારા મહાબળવાન ગણાતાં વૃષકર્ષર મલ્લને વિરાટ રાજાના રાજ્યમાં મલ. યુદ્ધમાં મારી નાંખે. આવા બળવાન ભીમની સામે કેણ ટકી તેમ છે? વિરાટ નગરમાં તમે ગાનું હરણ કરવા ગયા ત્યારે ભીમે સુશમની કેવી દશા કરી હતી તેને ખ્યાલ છે કે નહિ? અને અર્જુનનું પરાક્રમ પણ ક્યાં ઓછું છે? તમે દ્વૈતવનમાં ગયા ત્યારે ચિત્રાંગદ વિદ્યાધરની રજા વિના તેના મહેલમાં પેસી ગયા ને તેને બગીચે ખેદાન મેદાન કરી નાંખે. વિદ્યાધરને ખબર પડતાં તે ત્યાં આવ્યો અને તમને ખૂબ માર મારીને નાગપાશથી બાંધી દીધા, ત્યારે તમારી રાણી ભાનુમતી યુધિષ્ઠિર પાસે જઈને ખૂબ રડવા લાગી એટલે યુધિષ્ઠિરની આજ્ઞાથી અને તમને છોડાવ્યાં હતાં. તે શું તમે ભૂલી ગયા? અને હમણાં વિરાટ નગરમાં મચ્છ રાજાનું ગૌધન હરણ કરવા ગયા ત્યારે અને તમારા રથના ભાંગી તેડીને ભુક્કા ઉડાવી દીધા હતાં ને તમને બધાને નગ્ન બનાવીને જીવતાં છેડી મુક્યા હતાં. જે તમારામાં બળ હતું તે આ દશા કેમ થઈ ? સહદેવ અને નકુળ પણ શત્રુને જીતવામાં પરાક્રમી છે. એ વાત ભૂલશે નહિ. તમારા માથે આટલી વીતી છે છતાં સજતાં નથી તેથી મને તે લાગે છે કે કૂતરાની પૂંછડી છ મહિના સુધી જમીનમાં દાટી રાખે તે ય વાંકી ને વાંકી જ રહે છે તેમ તમારી અવળાઈ જવાની નથી.