________________
૮૧૨
શારદા દર્શન
છેવટે નાનાભાઈને ઝેર
માણસે જ મારા મણી લીધે છે. ગુનેગાર જાણીને તેને ડંખ દીધો. પછી પેાતાનો મણી નહિ મળવાથી કાંટાળી વાડ સાથે માથા પટકીને નાગ મરી ગયા. નાનાને નાગનુ' ઝેર ચઢયુ', તેથી શરીર લીલુ કાચ જેવુ થઈ ગયું. સવાર પડતાં મોટાભાઈ એ જાગીને જોયુ તે નાનોભાઈ એહેાશ પડયો છે. તેનુ' ઝેર ઉતારવા ખૂબ ઉપચારા કર્યાં પણ કોઈ હિસામે ઝેર ન ઉતર્યું. અંતે મેાટાભાઈ નાનાભાઈ ને એક કપડામાં ગાંસડીની જેમ ખાંધી ઝડની મજબૂત ડાળીએ લટકાવી ગામમાં કોઈ ઝેર ઉતારનારને શેાધવા ગયે. ત્યાં તે પણ મુશ્કેલીમાં મૂકાઈ ગયા. આ વાત તે ઘણી લાંબી છે પણ આપણે તેના સાર શુ' છે તે સમજવુ` છે. ઉતારનાર કોઈ મળી ગયા. તેનુ ઝેર ઉતાયુ' એટલે તે મોટાભાઈ ને શોધવા લાગ્યો. માટેભાઈ ઝેર ઉતારનારને લઈને આવ્યો ત્યારે નાનોભાઈ ત્યાં ન હતા. અંતે એકબીજાને શોધતાં ખાર વર્ષે મને ભાઈ આ ભેગા થયાં. નાનાભાઈએ મણી લીધા હતા તેથી તેનુ' કાળજી ધડકતું હતું. એટલે નાગ તેને કરડયો. બાકી આમ બને ભાઈ નિર્દોષ અને ચારિત્રવાન હતાં. સમય જતાં રાજાને સત્ય વાત સમજાણી કે રાણી જ ખરાબ છે ને મારા પુત્ર નિર્દોષ છે. આ વાતની ખખર પડતાં રાજાએ કુંવરાની તપાસ કરાવીને પેાતાના રાજ્યમાં ખેલાવી લીધા ને રાણીને તેના ગુનાની શિક્ષા કરવા ફાંસીએ ચઢાવવાનો હુકમ કર્યાં, પણ મને રાજકુમારોએ માતાને બચાવી દીધી. ટૂંકમાં ન્યાયી અને સત્યવાદી પુરુષોને કષ્ટ તો પડે છે પણ અંતે સત્યનો વિજય થાય છે, ને પાપીનો વિનાશ થાય છે. આપણી મુખ્ય વાત તેા એ હતી કે જેના પેટમાં દગા હાય છે તેને જ ભય લાગે છે, પેલા રાજકુમારે નાગનો મણી લીધા હતા તેા તેના કાળજામાં થડકારા થતા હતા ને સપ પણ આ કુમાર મણીનો ચારનાર છે તેમ જાણીને કરચો.
આપણા ચાલુ અધિકારમાં પણ એ જ વાત છે કે સોમિલ બ્રાહ્મણે ગજસુકુમાલ અણુગારના માથે અંગારા મૂકયા હતા. તેથી તેને ભય લાગ્યું કે કૃષ્ણવાસુદેવ તેમનાથ ભગવાનના દર્શન કરવા ગયા છે. નેમનાથ ભગવાન તા સર્વાંગ છે. સેામિલ બ્રાહ્મણ જૈન ન હતા પણ એટલું તેા જાણતા હતા કે તીથંકર ભગવંત, કેવળી ભગવાન ત્રણે કાળની વાત જાણે છે નૈ દેખે છે. એમના જ્ઞાનમાં કંઈ અજાણ્યુ નથી. એટલે મેં ગજસુકુમાલ અણુગારના માથે અંગારા મૂકયા અને તે અસહ્ય પીડા સહન કરીને મરી ગયા તે વાત તેમનાથ ભગવાન જાણી ગયા છે. તેઓ કૃષ્ણુવાસુદેવને બધી વાત કહી દેશે કે હે કૃષ્ણ ! તારા ભાઈ ને સામિલ બ્રાહ્મણે માર્યાં છે. એટલે કૃષ્ણ વાસુદેવને મારા ઉપર ધ આવશે અને મને તેએા માણસો માકલીને પકડાવી દેશે અને કાણુ જાણે મને કેવા કણ ક્રમેતે મારશે ! મને ભાલાની અણીથી વીંધીને મારશે કે ભડભડતી અગ્નિમાં ફેંકીને મારશે ? કે ઝેર આપીને મારશે કે ગળે ફાંસો દઈને મારશે ? કારણ કે કૃષ્ણવાસુદેવ તે ત્રણ ખંડના