________________
શાહ દર્શન પિક સમાન પવિત્ર પાંડવે મારે ત્યાં પધાર્યા પણ હું કે કમભાગી કે મેં આપને ઓળખ્યાં નહિ ને આપ બધાની પાસે કામ કરાવ્યું. આપે મારી નગરીને પાવન કરી છે. એમ કહીને મચ્છ રાજા યુધિષ્ઠિરના ચરણમાં પડી ગયા. સૌને સ્નાનાદિ કરાવીને સારા વસ્ત્રાભૂષણે પહેરાવ્યા. દ્રૌપદી તથા કુંતાજીના જૂના વસ્ત્રો ઉતરાવી નવા વસ્ત્રો તેમને પહેરાવ્યા, અને ધર્મરાજાને ઉંચા આસને બેસાડીને કહ્યું, હે મહારાજા ! હવે આપ રાજય કરે. આ રાસ આપની આજ્ઞાનું બરાબર પાલન કરશે. ધર્મરાજાએ કહ્યું, અમે આપના ઉપર કંઈ ઉપકાર કર્યો નથી પણ અમને ગુપ્તવાસ કરવામાં આપે જે સહાય કરી છે તેને બદલે અમે વાળી શકીએ તેમ નથી. ... " પાંચ પાંડવેએ વિરાટ સજાનો મહાન ઉપકાર માન્યો, ત્યારે કચ્છ રાજા કહે છે કે હે પુણ્યાત્માઓ ! આપને મારે ઘેર ઘણું કષ્ટ પડયું. દ્રૌપદીને બાળવા માટે મારે સાથે તૈયાર થયો. ભીમે તેનો સામનો કર્યો. આપ બધાએ ઘણાં કષ્ટ વેઠ્યા. આવા પવિત્ર આત્માઓને કેટલા દુઃખ પડ્યા! હું આપના ચરણમાં પડી માફી માગું છું, તેમજ હું આપનું ત્રણ વાળી શકું તેમ નથી, પણ મારી આ એકની એક પુત્રી ઉત્તરાને અર્જુને સંગીતકળા શીખવાડી છે તે તેમની સાથે હું ઉત્તરાને પરણાવી અણુમાંથી મુક્ત થાઉં. વિશટ રાજાની વાત સાંભળીને ધર્મરાજાએ અર્જુન સામે દષ્ટિ કરી.
અને કહ્યું મેં ઉત્તરાને દીકરી માનીને ભણાવી છે તેથી હું તેની સાથે લગ્ન નહિ કરું પણ વિરાટ રાજાની ખૂબ ઈચ્છા છે તેમજ આપણે સંબંધ કાયમ ચાલુ રહે એ ઈચ્છાથી આપની ઈચ્છા હોય તે અભિમન્યુ સાથે લગ્ન કરે. આથી રાજાને ખૂબ આનંદ થયો. પછી કૃષ્ણ પાસે દૂત મોકલ્યો અને કહેવરાવ્યું કે આપ પરિવાર સહિત સુભદ્રા અને અભિમન્યુને લઈને વિરાટ નગરમાં પધારે. અમારા મહારાજાનું આપને આમંત્રણ છે. પાંડના તેર વર્ષ પૂરા થયા છે. અમારી નગરીમાં આનંદ આનંદ વતી રહ્યો છે. મચ્છ રાજા પિતાની પુત્રીને અભિમન્યુ સાથે પરણાવવા તૈયાર થયા છે. દૂત મારફત આ સમાચાર જાણી કૃષ્ણજીને આનંદ આનંદ થયો ને પરિવાર લઈ લશ્કર સાથે વિરાટ નગરના ઉદ્યાનમાં આવ્યા. રાજા, પાંડવે બધા જ હર્ષભેર કૃષ્ણજીનું સામૈયું કરવા આવ્યા. ખૂબ ધામધૂમથી સ્વાગત કરીને વિરાટ નગરમાં લાવ્યા.
- કૃષ્ણજી, સુભદ્રા, અભિમન્યુ બધા કુંતામાતાને પગે લાગ્યા. ઘણું વર્ષે મળ્યાં એટલે એકત્રીજાને વળગી પડ્યા ને સૌની આંખમાં હર્ષના આંસુ આવી ગયા. સૌ પ્રેમથી મળ્યા. પછી વિરાટ રાજાએ હર્ષ વ્યક્ત કર્યો અને અત્યાર સુધીના દુઃખ સુખની વાત જણાવી. જે સાંભળતાં બધાની આંખમાં આંસુની ધાર વહેવા લાગી. પછી વિરાટ રાજાએ ઉત્તરાના લગ્નની તૈયારી કરી. આખું વિરાટ નગર શણગાર્યું. બંને પક્ષની સ્ત્રીઓ મંગલ ગીતે