________________
શારદા દર્શન હવે આપણે સૈન્ય લઈને વિરાટ નગરમાં જઈએ. આપણે પૂર્વ અને ઉત્તર બે દિશા તરફથી ઘસારો કરીને વિરાટ રાજાના ગોધનને લૂંટી લેવું. એક તરફ આક્રમણ કરીશું એટલે વિરાટ રાજા સેના લઈને લડવા માટે આવશે અને તે જ વખતે બીજી તરફ આક્રમણ કરીશું એટલે પાંડવે જે ત્યાં હશે તે ગાયોને બચાવવા આવશે અને લડવા આવશે ત્યારે મારું સત્ય તેને મારી નાખશે. આ રીતે દુર્યોધને તેને વિચાર તેના સાગરિતોને દર્શાવ્યો અને બધા ભેગા થઈને મોટું સિને લઈને વિરાટ નગર પાસે પહોંચી ગયા, અને પૂર્વ-ઉત્તર બંને દિશામાં પડાવ નાંખે ને જંગલમાં ચરતી ગાયને નસાડવા લાગ્યા એટલે ગાયોનું રક્ષણ કરનાર ગોવાળીયા ગભરાયા. તેથી વિરાટ રાજા પાસે આવીને પિકાર કરવા લાગ્યા કે હે મહારાજા ! દુર્યોધનને સહાયક સુશર્મા રાજા મેટું સૈન્ય લઈને આવ્યું છે અને આપણી ગાયનું હરણ કરીને દક્ષિણ દિશા તરફ લઈ જાય છે. તમે જલદી ઉઠે, ગાયનું રક્ષણ કરવું તે ક્ષત્રિયનો ધર્મ છે. વિરાટ રાજાએ કહ્યું, હે ગેવાળ! તમે ગભરાશો નહિ. મને ગા મારા પ્રાણથી અધિક વહાલી છે. એમ કહીને તરત ઉભા થયા અને પિતાનું સૈન્ય લઈને શત્રુ સામે યુધ્ધ કરવા આવ્યા.
લડાઈના મેદાનમાં પાંડ - વિરાટ રાજાની સાથે અર્જુન સિવાય ચારેય - પાંડવે આવ્યા. અને સ્ત્રીને વેશ પહેર્યું હતું તેથી તે ન આવ્યું. કારણ કે એવા વેશે યુદ્ધમાં જવું તે યોગ્ય નથી, તેમ માનીને તે ન ગયે. પાંડવે વિરાટ નગરમાં આવ્યા ત્યારે ધનુષ્ય ગદા વિગેરે શ એક ગુફામાં મૂકયા હતા તે સહદેવ છાને માને લઈ આવ્યું અને સૌને સૌના શ આપ્યા. ત્યાં જઈને વિરાટ રાજાએ સુશર્માને પડકાર કર્યો એટલે સુશર્મા યુધ્ધ કરવા તૈયાર થયે. બંનેની સેના સામાસામી લડવા લાગી પરિણામે વિરાટ રાજાની સેનાએ પીછે હઠ કરી ત્યારે વિરાટ રાજા પોતે સુશર્મા સાથે લડવા લાગ્યા. તેઓ બંને વચ્ચે ભયંકર યુદ્ધ થયું. બંનેના શસ્ત્રો ખૂટી ગયા એટલે મધ્યયુદધ કરવા લાગ્યા. મલ્યયુધમાં વિરાટ રાજાની હાર થઈ એટલે સુશર્માએ વિરાટ રાજાને ઉંચકીને રથમાં બેસાડી દીધા. હવે પાંડવો વિરાટ રાજાને કેવી રીતે છેડાવશે ને શુંબનશે તેના ભાવ અવસરે.
વ્યાખ્યાન નં. ૧૧૦ કારતક સુદ ૧૧ને સેમવાર
તા. ૨૧-૧૧-૭૭ 1 સે બંધુઓ, સુશીલ માતાઓ ને બહેને ! અનંતજ્ઞાની શાસ્ત્રકાર ભગવંતોએ જગતના જીવોના ઉદ્ધાર માટે સિધ્ધાંત રૂપ વાણીનું પ્રકાશન કર્યું. કૃષ્ણવાસુદેવ ગજસુકુમાલ અણગારને વંદન કરવા માટે આવ્યા. ત્રણ ખંડના અધિપતિ પણ સમજતા હતા કે જે