________________
પર
શારદા દર્શન કરશો ત્યારે તમને જોઈને એક પુરૂષ ભયભીત બનશે. ભયથી થરથર ધ્રુજવા લાગશે. એટલે કે ભગવાનને કહેવાનો આશય એ છે કે તમે દ્વારકા નગરીમાં પ્રવેશ કરશો ત્યારે તે પુરૂષને જોશે, અને તમને જોઈને તે ભયભીત બની જશે. પછી શું બનશે તેના ભાવ અવસરે કહેવાશે.
ચરિત્ર - સુશર્મા રાજાએ વિરાટરાજાને હરાવીને ઉંચકીને રથમાં બેસાડી દીધા. આ જોઈને ધર્મરાજાએ ભીમને કહ્યું કે તું જલી મચ્છ રાજાને છોડાવ. તેમને આપણું ઉપર મહાન ઉપકાર છે. મોટાભાઈની આજ્ઞા થવાથી ભીમે ગદા ઉપાડીને સુશર્માના રથના ચૂરેચૂરા કરી નાંખ્યા. આથી સુશર્મા ગભર અને મુખમાં તરણું લીધા. તરણું લેવાથી તે શરણે આવ્યું કહેવાય. ભીમે સુશર્માને પડકાર કરીને કહ્યું કે તું તારી જાતે હાર કબૂલ કરે છે માટે હું તને જીવતે છોડી દઉં છું. નહિતર તારા ભૂકકા ઉડાવી દેત. સુશર્મા તે જીવ લઈને નાઠો. એટલે ભીમે મચ્છ રાજાને પિતાના રથમાં બેસાડયા. ભીમનું પરાક્રમ જોઈને મચ્છ રાજાના મનમાં થયું કે આ કેઈ દૈવી પુરૂષ છે. રાજાએ વલ્લભની ખૂબ પ્રશંસા કરી અને કહ્યું હે વલ્લભ! આજે તું ન હતા તે આ ક્રૂર સુશર્મા મારું નામનિશાન રહેવા દેતા નહિ. તે મને બચાવ્યું છે. માટે હવે મારું રાજ્ય તને આપું છું આ રીતે વિરાટ રાજાએ ખૂબ પ્રશંસા કરી ત્યારે વલ્લભે કહ્યું મહારાજા ! આપની કૃપાથી મેં આ શત્રુ ઉપર વિજય મેળવ્યો છે. આ પ્રમાણે કહી ગાયને લઈ પાંડવે વિરાટરાજા સાથે નગરમાં આવ્યા.
પાંડ પિતાના સ્થાને ગયા ને રાજા તેમની રાણી પાસે ગયા. રાજાને વિજય મેળવીને આવેલા જોઈને રાણીને આનંદ થયો. રાજા કહે છે રાણી ! આજે વલભ ના હોત તો હું જીવત નહિ. પછી રાજાએ બધી વાત કરી. ત્યાં રાજાને વિચાર આવ્યો કે ઉત્તરકુમાર કેમ દેખાતું નથી ? રાણી કહે નાથ! આપના ગયા પછી બીજા ગેવાળે આવ્યા ને કહ્યું કે દુર્યોધન રાજામેટું સૈન્ય લઈને આવ્યા છે. તે આપણી ગાયને લઈ જાય છે ને તેણે ઘણું ગવાળને મારી નાંખ્યા છે. કંઈકને ઘાયલ કર્યા છે. આ સાંભળીને ઉત્તરકુમારનું લેહી ઉકળી ગયું. તેને ખૂબ ક્રોધ ચઢયે. તે ક્રોધે ભરાઈને કહેવા લાગ્યો કે મારી સામે દુર્યોધન શું હિસાબમાં છે? હું તેને હમણાં મારી નાંખું છું. એમ કહીને વગર રચે લડાઈ કરવા જવા તૈયાર થ, પણ રથ ચલાવવા માટે કુશળ સારથી ન હતી. તેથી કુમાર મુંઝાવા લાગ્યો, ત્યારે માલિનીએ કહ્યું કુમાર ! તમારે મુંઝાવાની જરૂર નથી. નાટયશાળામાં જે આપની બહેનને સંગીતકળા શીખવાડે છે તે બહનટ નપુંસક હોવા છતાં તે રથ ચલાવવામાં કુશળ છે. તે જેને સરથી થાય તેને વિજય થાય છે. માલિનીના કહેવાથી આપણે કુમાર બહનટને સારથી બનાવીને દુર્યોધન સામે યુધ્ધ કરવા ગયા છે. આમ સાંભળતાં રાજા મૂંઝાયા. તે એક દુર્યોધનને કેવી રીતે જીતશે ? કયાં મારો દીકરો ને કયાં દુર્યોધનનું વિરાટ સૌન્ય! રાજાએ માલિનીને કહ્યું તે શા માટે આમ કર્યું ? હવે મારા કુંવરનું શું થશે? માલિની કહે