________________
શારદા દર્શન
૮૫૧ સહન કરવી પડી, વેદના સહન કરતાં ગજસુકુમાલ અમારે યૂ મ પ રાખી. સેવિ બ્રાહ્મણ તેમના કર્મોની ઉદીરણ કરાવવામાં સહાયક બન્યા. તમને થશે કે ઉદીરણું એટલે શું ? આપણાં જૈન શાસ્ત્રોમાં કર્મની ચાર અવસ્થાઓ બતાવવામાં આવી છે. બંધ, ઉદય, ઉદીરણા અને સત્તા.
મિથ્યાવાદિન નિમિત્તથી જ્ઞાનાવરણીય આદિના રૂપમાં પરિણત થઈને કર્મ પુદ્ગલેનું આત્માની સાથે દૂધ પાણીની જેમ મળી જવું તે બંધ છે. તે બાંધેલા કને અબાધાકાળ પૂરો થતાં વિપાકે દયે કર્મ ભગવાય તેનું નામ ઉદય છે. સત્તામાં પડેલા કર્મોને તપશ્ચર્યા આદિ દ્વારા ખેંચીને ઉદયાવલિકામાં લાવવા તેનું નામ ઉદીરણું છે. જ્યાં સુધી બાંધેલા કર્મોને ઉદય કે ઉદીરણું ન થાય ત્યાં સુધી તે કર્મોની સત્તા કહેવામાં આવે છે. અહીં ગજસુકુમાલ અણગારે જે કર્મો ભેગાવ્યા તે કાંઈ સ્વાભાવિક રીતે ઉદયમાં આવેલાં ન હતા પણ સોમિલ બ્રાહ્મણે તે ના માથે અંગારા મૂકીને કર્મોની ઉદીરણ કરાવી અને તે કર્મો સમતાભાવે સહન કરીને તે મેક્ષમાં ગયા. મિલ બ્રાહ્મણે કર્મોની ઉદીરણ કરાવી તેથી ગજસુકુમાલ અણગાર જલદી મોક્ષમાં ગયા. તે કારણથી નેમનાથ ભગવંતે કૃણવાસુદેવને કહ્યું કે તમે તે પુરૂષ ઉપર દ્વેષ ન કરે.
ભગવાનના આ વચનથી આપણને સૂચના મળે છે કે આપણને મારનાર, આપણું ઉપર અપકાર કરનાર પ્રત્યે પણ સમભાવ રાખવે, પણ તેનું અહિત થાય તેવી ચિંતવનું કરવી નહિ પણ તેનું શુભ અને હિત થાય તેવી ચિંતવણા કરવી તે વીતરાગતા પ્રાપ્ત કરવાનું લક્ષણ છે. જયાં સુધી વિતરાગ દશા પ્રાપ્ત ન થાય ત્યાં સુધી આધ્યાત્મિક સાધના અધૂરી રહે છે. સાધક આત્માઓને વીતરાગતા પ્રાપ્ત કરવા માટે ચાર ભાવનામાં રમણતા કરવાની છે.
सत्त्वेषु मैत्री गुणिषु प्रमाद, क्लिष्टेषु जीवेषु कृपापरत्वम् । माध्यस्थ भाव विपरीतवृत्तै, सदाममात्मा विदधातु देव ॥
હે જિનેશ્વર પ્રભુ! હું ઈચ્છું છું કે મારો આત્મા સદા પ્રાણીમાત્ર પ્રત્યે મિત્રતા રાખે, ગુણીજને પ્રત્યે પ્રમોદભાવ રાખે, દુઃખીજને પ્રત્યે કરૂણાભાવ રાખે, અને ધર્મથી વિપરીત આચરણ કરનારા અધમી તથા વિરોધી છે પ્રત્યે રાગ-દ્વેષથી રહિત ઉદાસીનતા ભાવ રાખે. જુએ, વીતરાગ દશા પ્રાપ્ત કરવા માટે ભગવાને કે સુંદર માર્ગ બતાવ્યું છે!
કૃષ્ણવાસુદેવને ગજસુકુમાલ અણગરના માથે અંગારા મૂકનાર પ્રત્યે ખૂબ ક્રોધ આવે, ત્યારે ભગવંતે કહ્યું –તમે તેના પ્રત્યે દ્વેષ ન કરે. ક્ષમા રાખે. એ તમારા ભાઈને સહાયક છે. માટે તેનું હિત ઈચ્છે. તત્તે તે ઇટું વાકુરે મટિનેમિ પર્વ યથારી, સેળ મન્તા કુરિસે મg દે કાય ? ત્યારે વાસુદેવે તેમનાથ ભગવાનને કહ્યું કે હે ભગવાન! હું એ પુરૂષને કેવી રીતે જાણી શકું? ભલે હું તેને કંઈ દંડ નહિ કરું પણ તે પુરૂષ કોણ છે તે જાણી શકું તે ખરે ને ! આપ મને કહે કૃષ્ણવાસુદેવના પ્રશ્નનું સમાધાન કરતાં ભગવાને કહ્યું- “સુમં વારતી નથs aggવિસના gfમાં લટાર રે !” હે કૃષ્ણ! તમે અહીંથી જશે અને જયારે દ્વારકા નગરીમાં પ્રવેશ