________________
શારા દર્શન
સુખ-શાંતિ અને આનંદ ત્યાગી મહાન પુરૂ પાસે છે તે સંસારમાં નથી. કારણકે ત્યાગી પુરૂ પાસે આત્મબળ છે. આત્માના બળ આગળ રાજ્યનું, વૈભવનું, શરીર અને સત્તાનું બળ નકામું છે.
કૃgવાસુદેવ ગજસુકુમાલ અણગારનાં દર્શન કરવા આવ્યા પણ ભાઈના દર્શન થયાં નહિ. ભગવાનના મુખેથી તેમના સમાચાર સાંભળીને દિલમાં ખૂબ દુખ થયું, અને ગજસુકુમાલ અણગારના માથે અંગારા મૂકનાર વ્યકિત ઉપર ખૂબ ક્રોધ આવ્યો, ને બોલ્યાં કે હે ભગવાન! મારી જ નગરીમાં મારા જ ભાઈની ઘાત કરનાર કે દુષ્ટ પુરૂષ પાક્યો? ભગવંતે કહ્યું- હે કૃષ્ણજી! તમે એના ઉપર ક્રોધ ન કરો. તમે જેમ પેલા વૃધ્ધ પુરૂષને ઈંટનો ઢગલો ઉપાડવામાં સહાય કરી છે તેમ એણે તમારા ભાઈને કર્મોને ઢગલે વિખેરવામાં સહાય કરી છે. ગજસુકુમાલે અસહય વેદનામાં ક્ષમા રાખી અને અનંતભવના સંચિત કરેલાં કર્મોને ઉદીરણા કરીને ક્ષય કર્યા. ઘણા લાંબા સમયે જે કર્મોને ઢગલે વિખેરાવાને હતું તે ફકત બે ઘડીમાં વિખરાઈ ગયો ને તેઓ મોક્ષમાં ગયા. અહીં આપણે ખૂબ વિચાર કરવાની જરૂર છે કે એ જીવે કેવા કર્મો બાંધ્યા હશે કે આ રીતે ભોગવવાનો વખત આવ્યે.
તે વાત ગ્રંથકાર એમ કહે છે કે એક શેઠને બે પત્ની હતી. તેમાં મોટીને કાંઈ, સંતાન ન હતું ને નાનીને એક દીકરો હતે. તેથી જૂનીને ઘણું ઈર્ષ્યા આવતી ને રાતે દિવસ વિચાર કરતી હતી કે એના પુત્રને કેઈ ઉપાયે મારી નંખાવું ને તેને પુત્ર વગરની બનાવું. આથી તે પુત્રને મારવાના ખૂબ ઉપાયે શૈધવા લાગી. જૂની ઈર્ષ્યા અને ચતુર હતી પણ નવી ભેળી હતી તેથી ઘરનું બધું કામકાજ કરતી અને શેકયને મોટીબહેન, મોટી બહેન કરતી પણ મટીને તે તેની કંઈ કિંમત ન હતી. એ તે પેલા છોકરાને મારવા માટે તડપી રહી હતી. તેમાં કુદરતે એવું બન્યું કે છેક બાર મહિનાને થતાં તેના માથામાં ફેલીઓ અને ગુમડાં નીકળ્યા, ઘણું ઈલાજે કર્યા, વૈદ હકીમની ખૂબ દવા કરી પણ કઈ રીતે છોકરાના માથામાં ગુમડા મટતા નથી. ખૂબ પીડા થવાને કારણે બાબો ખૂબ રડવા લાગે. કઈ રીતે છાનું રહેતું નથી. કેઈ દવા તેને અસર કરતી નથી. એટલે બાબાની માતા નિરાશ થઈ ગઈ. હવે શું કરવું? કેવી રીતે દર્દ મટશે?
છેવટે તેને મનમાં થયું કે હવે મારી મોટી બહેનને પૂછું. એ ખૂબ હોંશિયાર ને અનુભવી છે, એમ સમજીને ભદ્રિક ભાવથી શક્ય પાસે આવીને કહેવા લાગી મટી બહેન! આ બાબાને ખૂબ પીડા થાય છે. રડને છાનું રહેતું નથી. આપને ખ્યાલ હોય તે કેઈ ઈલાજ બતાવે. નવીની વાત સાંભળીને જૂની બૂમ હરખાઈ ગઈ. તેણે પ્રસન્ન થઈને કહ્યું-બહેન ! આ દર્દ મટાડવું તેમાં શી મોટી વાત છે? બાબાનું દર્દ જોઈને મને રોજ થતું હતું કે હું દર્દ તરત મટાડી દઉં' પણ તું મને કાંઈ પૂછતી નથી શા.-૧૦૭