________________
શારદા દર્શન પિતાને ભાઈ ન હોત, કદાચ સાધુ પણ ન હેત અને કઈ સંસારી માણસની આવી દશા કરી હતી તે પણ કૃષ્ણવાસુદેવ આવે અન્યાય સહી શકત નહિ. અપરાધીને તેના ગુનાની શિક્ષા તે અવશ્ય મળવી જ જોઈએ. જે તેને શિક્ષા કરવામાં ન આવે તે તેને પ્રેત્સાહન મળે ને આવા ગુન્હા વધુ કરે, પણ જે તેને બરાબર શિક્ષા કરવામાં આવે તે તેને જોઈને બીજા પણ આવું પાપ ન કરે. - કૃoણવાસુદેવને ગજસુકુમાલ અણગારની ઘાત કરનાર ઉપર ખૂબ ક્રોધ આવ્યું છે. ભગવાન કહે છે કે હે કૃષ્ણ તમે તેને ગજસુકુમાલ અણગારને સહાયક માને. તેના ઉપર બિલકુલ દ્વેષ ન કરો, પણ હજી કૃષ્ણવાસુદેવને ક્રોધ શમત નથી. તે ભગવાનને હજુ પૂછશે ને ભગવાન તેને શું જવાબ આપશે તેના ભાવ અવસરે કહેવાશે.
ચરિત્ર:- કીચકના મરણના સમાચાર જાણે તેને સે ભાઈ એ દેડીને આવ્યા. કીચકના મૃત દેહને જોઈને જોરશોરથી વિલાપ કરવા લાગ્યા. અમારા ભાઈને આ રીતે મારનાર કેણુ દુષ્ટ છે? ખૂબ તપાસ કરતાં ખબર પડી કે સુદેણે રાણીની દાસી માલિની પાછળ કીચક પાગલ બન્યું હતું. તેથી માલિની જ કીચકને મારનારી છે. આથી તેના ભાઈઓએ નકકી કર્યું કે આપણું ભાઈ ભેગી તેને પણ ચિતામાં સળગાવી દેવી ને ભાઈના બૈરનો બદલે લે. કયાં ગઈ એ પાપણી! જલદી એને લા.
કીચકને ભાઈએ રાણીને મહેલે આવીને કહે છે કે મારા ભાઈના પ્રાણ લેનારી હે પાપણું! તું હવે બહાર નીકળ. હવે તને તારા દુષ્ટ કર્મનો સ્વાદ ચખાડીએ. એમાં કહીને તેમણે માલિનીને હાથ પકડીને ખેંચવા માંડી. કે તેના કપડા ખેંચવા લાગ્યા, અને બળાત્કારે તેને કીચકની ચિતામાં બાળવા લઈ જાય છે. માલિની પિકાર કરવા લાગી અરે...મને કેઈ બચાવે. આ દુષ્ટોને રોકે, પણ જયાં મહારાજાના સાળાઓનું જોર હોય ત્યાં એક દાસીનું શું ચાલે ? નગરજને બારીએથી દેખે છે કે આ દાસી નિર્દોષ છે. કીચક ખરાબ છે, પણ કઈ માલિનીને પક્ષ લેનાર બળી ન નીકળે. ત્યારે માલિનીએ રડતા રડતા પકાર કર્યો કે હે જય-વિજય-જયંત-સજરૂ–જયવલ્લભ! તમે જયાં છે ત્યાંથી આવીને મારું રક્ષણ કરો. આ તે ગુપ્ત નામ હતાં એટલે કેને બેલાવે છે તે કઈ સમજી શકયું નહિ. ભીમ તેના રસોડામાં હતું. તે સમજતો હતો કે રાતની ઘટનાના પડઘા પડશે. એટલે તે બધું ધ્યાન રાખો, ત્યાં દ્રૌપદીને અવાજ સાંભળે. એટલે દેડતે ત્યાં આવ્યું, અને કીચકના ભાઈઓને કહ્યું કે આ પવિત્ર સ્ત્રીને તમે ખેંચીને કયાં લઈ જાઓ છે? શું એનું રક્ષણ કરનાર કોઈ નથી ?
કાચકના ભાઈ એ કહ્યું –હે વલ્લભ ! આ માલિની આ મારા ભાઈને મારનારી છે. માટે એ વ્યભિચારિણીને અમારા ભાઈની ચિતામાં નાંખીને બાળી મૂકીશું. આ રીતે અમારા ભાઈને વૈરને બદલે લઈને અમારા ક્રોધની આગ બૂઝાવીશું. કીચકના ભાઈએ એમ સમજે છે કે આ આપણે માણસ છે પણ એમને ખબર નથી કે આ