________________
૮૩૮
શારદા દર્શન બળવાન મલ્લ છે. તે મલ્લયુધમાં ભલભલા બળવાન મલેનું પાણી ઉતારી નાંખે તે છે. તે મલ અહીં આવેલ છે. તે હું તેને આપણી સભામાં બોલાવીને વલ્લભને તેની સાથે યુદ્ધ કરાવીશ. એટલે આપણે તેની સાથે કડવાશ થાય નહિ ને ટાઢા પાણીએ ખસ જાય. મને શ્રદ્ધા છે કે તે બળવાન વૃષકર્પર મહામત્વ તેને ચપટીમાં રોળી નાંખશે. આ રીતે ઠર લઈશ. આ પ્રમાણે રાજાએ રાણીને કહ્યું એટલે રાણીને શાંતિ થઈ. પછી બધા સાળાની અંતિમ ક્રિયા કરાવી, ત્યારબાદ વૃષકર્પરની તપાસ કરાવી. તે તે વિરાટ નગરમાં જ હતું. તેને પોતાની સભામાં આવવાનું આમંત્રણ આપ્યું. એટલે તે વિરાટ રાજાની સભામાં હાજર થયા, ને રાજાને નમન કરીને ઉમે રહ્યો. વૃષકર્ષર દુર્યોધનને મલ્લ છે એટલે તેના જે જ અભિમાની હેય ને? તે વિરાટ રાજાની સભા સામે જોઈને કહેવા લાગે કે આ સભામાં કઈ બળવાન મલ્લ છે? કઈ મલ્લની પદવી ધરાવે છે ખરા? તે હું તેનું અભિમાન ઉતારી નાખ્યું. આ પ્રમાણે વૃષકર્પર અભિમાન યુક્ત શબ્દો બલવા લાગે, ત્યારે રાજાએ માણસને મોકલીને વલ્લભને બેલા. વલ્લભ સભામાં આવીને રાજાને પ્રણામ કરીને ઉભે રહ્યો, ને કહ્યું- મહારાજા ! ફરમાવે શું હુકમ છે? ત્યારે રાજાએ કહ્યું વલભ! તું અહીં આવ્યો ત્યારે કહે છે ને કે હું મલ્લયુદ્ધ કરવામાં પ્રવીણ છું. તે આ મલ આવ્યો છે. તેની સાથે તારે યુદ્ધ કરવા નું છે. વલ્લભે કહ્યું ભલે, સાહેબ.
' હવે બંનેના યુદ્ધ માટે એક મોટે વિશાળ અખાડે તૈયાર કરાવ્યું, અને તેની ચારે તરફ દેવવિમાન જેવા ઉંચા મંચ બંધાવ્યા, વચમાં એક મણી જડેલે સુંદર મંચ બનાવ્યું. તેના ઉપર મચ્છ રાજા બેડા અને રાજાના આદેશથી બીજા મોટા સેનાપતિ, સામંત વિગેરે અધિકારીઓ બીજા મંચ ઉપર આવીને બેઠા. તે સિવાય ઘણાં લોકો મલ્લયુધ્ધ જેવા આવીને ગોઠવાઈ ગયા. ધર્મરાજા, અર્જુન વિગેરેને તે શ્રધ્ધા છે કે અમારા ભાઈની કદી હાર થવાની નથી. ભીમને જ વિજય થવાને હવે બંને વચ્ચે કેવી રીતે મલ્લયુદ્ધ થશે ને શું બનશે તેના ભાવ અવસરે.
વ્યાખ્યાન નં. ૧૦૯ કારતક સુદ ૧૦ ને રવીવાર
તા. ૨૦-૧૧-૭૭ અનંત ઉપકારી તીર્થકર ભગવંતે એ જગતના જીવને આત્મકલ્યાણનો રાહ બતાવતા કહ્યું છે કે આ સંસારમાં અજ્ઞાન જેવું બીજું કંઈ દુઃખ નથી. અજ્ઞાની અને અંધ મનુષ્ય બંને સમાન છે. અંધ મનુષ્ય પ્રકાશને નિહાળી શકતું નથી તેમ અજ્ઞાની આત્મા પ્રભુની વાણીને પ્રકાશ પામી શકતું નથી, અને આત્માના ઉત્થાનનો આનંદ લુંટી શકતું નથી. અંધ મનુષ્ય પોતાનું બગાડે છે જ્યારે અજ્ઞાની પિતાનું અને બીજાનું