________________
૮૪૨
શારદા દર્શન કહેવત છે ને કે “રામ રાખે તેને કોણ ચાખે.” તદનુસાર આ બાળકે જીવતાં રહી ગયા. આયુષ્ય બળવાન હોય તે વાળ વાંકે ન થાય. માતા પિતા બંને સાથે ચાલ્યા જતાં રમેશને ખૂબ આઘાત લાગ્યો. અરે..ભગવાન ! હવે હું શું કરીશ? અરે, કાળ ગોઝારા ! તે હેજ પણ વિચાર ન કર્યો! આ બાર મહિનાના મનીષને માતા વિના કેશુ ઉછેરશે ? તેમ કરીને માટે ભાઈ ખૂબ કરૂણ સ્વરે રડે છે. ઘણાં લેકે ત્યાં ભેગા થઈ ગયા. સૌએ તેને આશ્વાસન આપ્યું ને તેને ઘેર મૂકવા માટે આવ્યા. ઘરે આવીને મા-બાપ વિનાનો અ રમેશ પકે આંસુએ રડે છે. હવે હું શું કરીશ ? ઓ મારા દીનાનાથ! અરે....મારે નાનો ભાઈ માતા વિના કેવી રીતે રહી શકશે ? તેનું રૂદન અને વિલાપ જોઈ આખા ગામની અંદર કરૂણ વાતાવરણ સર્જાઈ ગયું. આ એકી અવાજે બોલવા લાગ્યા કે કેવા પાપને ઉદય કે મા-બાપ બંને સાથે ગયા !
આ છોકરાઓને નથી કાકા કાકી કે નથી સગા મામા મામી. પિતરાઈઓએ ભેગા થઈને બધી ક્રિયા પતાવી. નજીકના સગાવહાલાઓ એને સાથ આપવા એને ઘેર રહેવા લાગ્યા. બધાએ નિર્ણય કર્યો કે રમેશને પરણાવી દે. આથી ૧૮ વર્ષની ઉંમરમાં - રમેશના લગન થયા સારી સંસ્કારી, ડાહી અને સગુણથી ભરેલી રમા ઘરમાં આવી. રમેશ કહે છે મારા નાના ભાઈ માટે ભાભી કહું કે માતા કહું તે તું જ છે. માટે તું એને માનું હેત જરૂર આપજે. સગુણ રમા કહે-તમે સહેજ પણ ચિંતા કરશો નહિ. બ ૫, રમા તે એમ જ સમજે છે કે આ કુલને કયાં ખબર છે કે મારી માતાને શું થયું ! હવે એને માતાનું હેત ક્યાં મળવાનું છે? બસ, આજથી હું તેની માતા છું એમ સમજીને આ બાળકને વહાલ–હેત આપીશ. આમ સમજીને રમા વહાલથી દિયરને મોટો કરે છે.
માતાના હેત આપતી મમ્મી - મનીષ દિવસે દિવસે મોટે થાય છે. તે બોલતાં શીખે ને ભાભીને મમ્મી કહેવા લાગ્યું. જેમાં મનીષ મમ્મી કહીને બૂમ પાડે ત્યાં ભાભી દેડી જાય ને શું છે બેટા? કહીને ખેળ માં લે, રમાડે, ખેલાવે, ભગવાનનું નામ બોલાવે ને બગીચામાં ફરવા લઈ જાય. આમ કરતાં કરતાં મનીષ પાંચ વર્ષને થયે. તેને સ્કૂલે ભણવા મૂક્યો. કયારે ભાભીને એમ નથી થયું કે આ મારો દિયર છે ને દિયરને કયારે પણ ખબર નથી પડી કે આ મારા ભાભી છે. આવા હેતથી મનીષ દિવસે દિવસે માટે થાય છે. બીજી બાજુ ભાભીને એક દીકરો થાય છે. કાકા અને ભત્રીજા વચ્ચે દશ વર્ષનું અંતર છે. મનીષ એમ જ સમજે છે કે આ મારે ભાઈ છે. આવા સ્નેહ અને પ્રેમમય વાતાવરણમાં મનીષ ભણીગણીને તૈયાર થયો. કૌવનને આંગણે આવતાં ભાભીના દિલમાં થયું કે હવે મારા દિયરને પરણાવું. આથી સારા સારા ઘરની કન્યાઓનાં કહેણ આવતાં ભાભી દિયરને યે છોકરીની પરીક્ષા કરવા લાગ્યા. તેમાં મનીષને યોગ્ય મનીષા નામની બહુ સારી, સંસ્કારી અને ભર્યા કુટુંબની છેફરી ભાભીએ પાસ કરી અને દિયરના ધામધૂમથી લગન લેવાણા.