________________
શારદા દર્શન
- બંધુઓ! શેરડીને રસ ગમે તેટલે મધુર હોય છતાં તેના કૂચા તે ફેકી દેવા જ પડે ને? તેમ સંસાર ગમે તેટલે રૂડે રૂપાળ અને મધુર લાગતો હોય છતાં મોહ રૂપી કૂચા જે ફેંકી દેવામાં ન આવે તે આત્મા દુઃખની ઉંડી ખાણમાં ફેંકાઈ જાય છે. આ સંસાર કે છે? જ્ઞાની પુરૂએ સંસારને મેઘધનુષ્ય સાથે સરખાવે છે. મેઘ ધનુષના રંગે ક્ષણિક છે. તેમ સંસારના સુંદર દેખાતાં રંગે પણ ક્ષણિક છે. આ સંસારની સંપત્તિની પ્રીત કેવી છે? તે તમે જાણે છે ?બેલે તો ખરા ! આ સંપત્તિની પ્રીત નદીના પ્રવાહમાં તણાતાં કાંકરા અને કચરા જેવી છે. પાણીમાં તરંગે ઉઠે છે તે કિનારે ક્યાં વિલિન થઈ જાય છે તેની ખબર પડતી નથી તેમ સંસારની બધી આશાને પાત્ર નાજુક કોમળ સુંદર શરીર જયારે મૃત્યુને કિનારે ફેંકાઈ જાય છે ત્યારે શરણભૂત માનેલાં બધા સગા વહાલાં એ મૃત દેહને જલ્દી ત્યાંથી દૂર કરવા દેડે છે. ખરેખર શું આ જ સંસાર છે! છતાં અજ્ઞાનના કારણે ભૌતિક સુખમાં ગળાડૂબ ખૂચેલે માનવી સંપત્તિને અને સ્વજનને શરણ માની પ્રીત કરી રહ્યો છે પછી સાચું શરણું કર્યું છે તે તેને કયાંથી સમજાય?
હું તમને પૂછું કે સંસાર કેવો છે? તે તમે શું કહેશે? (તામાંથી અવાજસંસાર ખારે છે.) શું તમને સાચે જ ખારે લાગે છે? ના...ના. હૈયામાં તે સાકર જે મીઠે લાગે છે, પણ ઉપરથી ખારે બેલે છે. સંસાર કેને ખારે લાગ્યો કહેવાય? જે અસાર સંસારમાંથી સાર શોધીને સંસારના સર્વ સુખે, ઘરબાર, માલમિલકત તથા માતા-પિતા અને કુટુંબીજનોને ત્યાગ કરી ભગવાને બતાવેલા ચરિત્ર માર્ગને અંગીકાર કરે તેને. બેલે, હવે તમને સંસાર ખારો લાગે કહેવાય? જેને ખાર લાગે તે સંસારમાં બેસી રહે ખરો? છાશનું વલેણું કરનાર બહેન માખણ કાઢી લે તેમ જેને સાર શોધતાં આવડતું હોય તે આત્મા અસાર સંસારમાંથી સાર શેધી શકે છે. છાશમાંથી માખણ કાઢતાં ન આવડે તે તે બહેનને કુવડ કહેશે. તે મારે તમને શું કહેવા? ખરેખર સંસાર અસાર છે, ખારે છે, દાવાનળ જે છે, આ દાવાનળમાંથી બચવા માટે જ્ઞાની ભગવંતની આજ્ઞા સારભૂત છે. જયારે જિનાજ્ઞા સારભૂત લાગશે ત્યારે આત્મા એ જ વિચાર કરશે કે ચારિત્રને મહાન પંથ મને કયારે મળે? જે આત્માએ અસાર સંસારમાંથી સાર શોધીને મહાન આદર્શરૂપ બની ગયા તે આપણા માર્ગદર્શક બની ગયા.
- તમારા સંસારના બધા વ્યવહારમાં સારાસાર શોધી શકાય છે. દા. ત. એક શેર ઘઉંનો લોટ છે. છતાં જે બેન હોંશિયાર હોય તે તે શેર લેટમાંથી પણ અનેક વાનગી બનાવી શકે છે. સંસારની પ્રવૃત્તિઓમાં વર્ષોના વર્ષો અને દિવસના દિવસો પસાર થઈ ગયા પણ તેમાં આત્માનો સાર શું છે ? ધનને સારરૂપ માનનારા માનવી લક્ષ્મી મેળવી લઉં, તેને મેળવવાની તમન્નામાં રાતદિવસ રચ્યાપચ્યા રહે છે, ત્યારે તેને નથી લાગતી ભૂખ કે નથી લાગતી તરસ. નથી લાગતી ઠંડી કે નથી લાગતી ગરમી. બસ, તેના મનમાં એક જ ધૂન છે કે જીવન ફના થાય તે ભલે પણ હું કયારે લાખે પતિ અને કરોડપતિ થાઉં?