________________
શારદા દર્શન
આ સમયે દૂરના મોસાળીયાએ ભાણેજને પિતાના ઘેર આવવાનું આગ્રહભર્યું આમંત્રણ આપ્યું. જ્યારે મનીષ નાને હતું ત્યારે કેઈ સગાદેખાણું ન હતા, પણ મનીષ માટે થયે, હોંશિયાર થયે, તેનું સગપણ થયું ત્યારે સગા દેખાવા લાગ્યા. મોસાળને ઘણે આગ્રહ હેવાથી રમાએ મનીષને કહ્યું-જા, તારા મામાને ત્યાં અઠવાડિયું જઈ આવ. આથી મનીષની ઈચ્છા ન હોવા છતાં માતા સમાન ગણતાં એવા ભાભીની આજ્ઞાથી મનીષ મેસળ ગયો. ખૂબ લાડકેડથી મામા મામી ખમ્મા ખમ્મા કરવા લાગ્યા. બે ચાર દિવસો ગયા બાદ મામી એકદમ રડે છે.
“મામીએ કરેલે પ્રપંચ” - મનીષ પૂછે છે મામી! તમે આટલું બધું કેમ રડો છે? દીકરા! મારા નણંદ તે નાનપણમાં ગુજરી ગયા ને તું મા વિનાને થઈ ગયે. અરે. ભર્યા ઘરમાં ભાણુભાઈનું શું? મ.મી! તમે આ શું બે ભા? હું કયાં મા વિનાને છું. મારી મમ્મી રમા વિના તે હું ઘડી પણ રહી શકતું નથી. મામી ! કયારે પણ આવું બોલતાં નહિ. અરે ભાણાભાઈ! એ તમારી મમ્મી નથી પણ ભાભી છે. એ હેત નથી પણ માથાની જાળ છે. અરેરે..મામી! તમે આ શું બોલે છે? હું કયાં ભૂલે પડે કે તમારા ઘેર આવ્યું ! તમે મારા અને મમ્મીના હેત તેડાવવા ઉઠ્યા છે. તમે કયારે પણ આવા શબ્દો બેલતાં નહિ. મને ખબર ન હતી કે મારી મમ્મી મરી ગઈ છે. મને સમજણમાં આવ્યા પછી ખ્યાલ આવ્યો કે મારા ભાભી છે પણ. ભાભીના હેત મમ્મી જેવા છે. મામીએ જાણ્યું કે હવે અહીં સોગઠી વાગે તેમ નથી તેથી બે દિવસ જવા દીધા. પછી ત્રીજે દિવસે મામીએ પછી માયાજાળ ચાલુ કરી દીધી, અને એવી રીતે ગોઠવીને વાત કરી કે મનીષના મગજમાં સોગઠી બેસી જાય. જુઓ, ભાણાભાઈ! અમારે કંઈ સ્વાર્થ નથી. અમે તે જે જાણ્યું છે તે તમને કહીએ. બેલે મામી! શું જાણ્યું છે? હમણાં તારા મામા તમારા ગામમાં આવ્યા હતા ત્યારે પાકા પાયે વાત જાણે છે કે રમાને મનીષ પ્રત્યે પ્રેમ માયાવી છે. જે મનીષ પરણશે તે છ મહિનામાં તેને હાથે પગે જુદો કરવાનો છે અને બધી મિલ્કત રમાએ એના દીકરા સતીશના નામે કરી દીધી છે. આ વાત અમે પાકા પાયે સાંભળી છે, ને સજજન માણસે કરી છે તેથી તેને કહીએ છીએ. વાત એવી ગોઠવીને કરી કે મનીષ કયારે બદલાય તેવો ન હતો. છતાં તે બદલાઈ ગયે. મનમાં એક જ ધૂન લાગી કે બસ, હવે હું રમાના સામું ન જેઉં. રમા શું સમજે છે એના મનમાં? આ રોષ હૃદયમાં ભરીને પિતાને ઘેર આવ્યા.
હૈયાના હેતથી મનીષને આવકાર આપતી રમા” :- બેટાઆટલા બધા દિવસ રહ્યો ! તારા લગન કેટલા નજીક આવી ગયા ! તારા કપડા સીવડાવવા છે. તારા માટે બધી તૈયારી કરવી છે અને તું આટલે બધે મોડે કેમ આવ્યો? શું તને મામીને ઘેર બહુ ગમી ગયું ! રમા ઘણું ઘણું બેલાવે છે છતાં મનીષ બેલ નથી. આથી રમાના મનમાં કંઈક વિચારોને ઉત્પાત થવા માંડ્યું. છતાં તે તે પ્રેમથી બોલાવે