________________
શારદા દર્શન
ટે અરેરે. હ તે ભૂલે. કયાં પવિત્ર મારી માતા સમાન ભાભી અને કયાં હું ટૂંકા વિચારવાળો ! જે તો ખરી શું લખ્યું છે? રમાભાભીએ પિતાની સંપૂર્ણ મિલ્કતનું વીલ બનાવી આજે મારા જન્મદિવસે મને બક્ષીસ કર્યું છે. અહાહા....હું આ દુષ્ટ બની ગયે છતાં ભાભી તે પવિત્ર જ રહ્યાં. એમણે પિતાના દીકરા સામું પણ જોયું નહિ ને બધું જ મારું વીલ કરી નાંખ્યું.
આ વીલ વાંચતાં મનીષના હૃદયને પલટ થઈ ગયો. એની શાન ઠેકાણે આવી અને ફરીને રમાના ચરણોમાં પહોંચી ગયો ને બોલ્યો. એ મારી વહાલી માતા ! તે આ શું કર્યું? તે તે મને સર્વસ્વ આપી દીધેલું જ છે. તારા હૈયાના હેતનું મૂલ્ય ચૂકવવા હું મારું જીવન અર્પણ કરું તે પણ ત્રણમાંથી મુક્ત થઈ શકું તેમ નથી. એમ કહેતે ભાભીને માતા સમાન દેખતે તે રમાના ચરણમાં પડી ગયા. પિતાની ભૂલની માફી માંગી અને વીલને ફાડી નાંખ્યું. રમા કહે... અરર ! તે આ શું કર્યું? બસ બા બસ. મને વિલ ન જોઈએ. મને તું બસ છે. દષ્ટિને પટે થતાં મનીષ બદલાયે હતા અને દષ્ટિ સુધરતાં મનીષના હૃદયને પલટ થયે. નદીના નીર નદીમાં ભળે તેમ તે એકમેક થઈ ગયે. જ્ઞાની કહે છે કે કર્મયોગે તમે સંસારમાં રહ્યાં છે તે ગુણગ્રાહી બનશે પણ દેષગ્રાહી ન બનશે.
આપણું ચાલુ અધિકારમાં ગજસુકુમાલ મુનિએ માથે અંગારા મૂકનાર સેમિલના દેષ ન જોયા પણ ગુણ જોયા ને તેને મોક્ષે જવામાં સહાયક માન્યો. કૃષ્ણવાસુદેવને ગજસુકુમાલ અણુગારના માથે અંગારા મૂકનાર પુરૂષ ઉપર ખૂબ ક્રોધ આવ્યું, ત્યારે ભગવાને તેમને શાંત કરતાં કહ્યું કે હે કૃણ! તું એ પુરૂષ ઉપર ગુસ્સો ન કરીશ. કારણ કે તારા ભાઈએ તે તેને મહાન ઉપકાર માન્ય છે. જલદી ક્ષે જવામાં સહાયક માન્ય છે અને ખરેખર તેણે ગજસુકુમાલ અણગારને સહાય કરી છે, ત્યારે કૃષ્ણ કહ્યું, અરેરે... ભગવાન ! મારા ભાઈને માથે અંગારા મૂકીને મારી નાંખે એને તમે સહાયક કહે છે ? એને સહાયક કેવી રીતે કહે? એ તે મોટે ગુનેગાર છે. હું આ મોટે રાજા અને મારી નગરીમાં સાધુની આવી રીતે હત્યા થઈ ગઈ ? અને તે પણ મારા ભાઈને માર્યો? એને હું જીવતે કેમ છડું? આમ વિચાર કરીને કૃષ્ણવાસુદેવ નેમનાથ ભગવંતને પૂછે છે કે ઇ મત્તે ! તે પુરસેન જસુકુમાત્રણ જ સાન્નેિ ?િ હે પ્રભુ! આપ આવા દુષ્ટ હત્યારા પુરૂષને ગજસુકુમાલ અણગારને સહાયક છે તેમ કહે છે તે હે ભગવંત ! આપ કહો તે ખરા કે એ પુરૂષ ગજસુકુમાલ અણગારને કેવી રીતે સહાય કરી?
ત્યારે અરિહંત અરિષ્ટનેમિ ભગવાન કૃષ્ણવાસુદેવને આ પ્રમાણે કહ્યું હે કૃષ્ણ તું હમણાં મારા ચરણવંદન કરવા માટે તારા મહેલમાંથી નીકળીને આવતા હો ત્યારે દ્વારકા નગરીની મધ્યમાં તે એક વૃધ્ધ પુરૂષને ઈટ ઉપાડતો જોયે. એની દશા જોઈને તને ખૂબ દયા આવી. તારું હૃદય કરૂણાથી છલકાઈ ગયું. તારા મનમાં થયું કે આ