________________
શાહ દર્શન
:
કે ણ છે? ભીમે કહ્યું- આ સ્ત્રી વ્યભિચારિણી નથી. એ તે પવિત્ર સતી છે. પરંતુ કીચકે પરસ્ત્રી સાથે રમણતા કરવાની ઈચ્છા કરી તેથી તેણે કરેલા અન્યાયનું ફળ તેને મળી ગયું છે. તમે આ સ્ત્રીની આવી દશા કરે છે પણ તમને ખબર નથી કે એને પતિ કે સમર્થ શક્તિશાળી છે! એ અત્યારે અહીં હાજર નહિ હેય પણ જે એને ખબર પડશે તે દેડતે આવશે. એને ચિતામાં બાળવા જતાં પહેલાં એ તમને બધાને ચિતામાં જલાવી દેશે. માટે તમે એને છોડી દે, ત્યારે તે લોકોએ કહ્યું- વલભ! તારે આ બાબતમાં પડવાની જરૂર નથી. તું અહીંથી ચાલ્યા જા. ભીમે કહ્યું–હું મારી નજર સમક્ષ સ્ત્રી હત્યા નહિ થવા દઉં. તમે સ્ત્રી હત્યાનું પાપ અને અન્યાયથી ડરતા નથી પણ યાદ રાખજો કે તમારે એનું ફળ કેવી રીતે ભેગવવું પડશે ! ભીમના વચન સાંભળીને તે લોકોએ ક્રોધાવેશમાં આવીને કહ્યું કે અમે એને ઉંચકીને ચિતામાં ફેંકીએ છીએ. તે જેની ભુજામાં બળ હેય તે એને બચાવેભીમે કહ્યું-તમારામાં બળ હોય તે આ મારી સામે. એટલે કીચકના ભાઈએ ભીમ સામે ધસ્યા.
ભીમ કેપ કે વૃક્ષ ઉપાડે, સબકે માર ભગાયા, વાયુવેગ આકqલ ઉડે જ, ઉન સબ તાંઈ ઉઠાયા હે શ્રોતા
તરત ભીમે એક ઝાડ ઉપાડયું ને સૌ ભાઈઓ સામે ધર્યો. એક ઘાએ સામટા વીસ પચ્ચીસને મારી નાંખ્યા. ત્રણ ચાર ઘાએ કીચકના સોએ ભાઈઓને ખતમ કરી નાંખ્યા. લેકે તે ભીમના સામું જોઈ જ રહ્યાં કે વલ્લભમાં કેટલું પરાક્રમ છે! એણે એકલાએ કેટલાને હવામાં ઉડાવી દીધા અને માલિનીને તેના સ્થાનમાં મોકલી ભીમ નિર્ભય બનીને તેના રસોડામાં ચાલ્યા ગયા. વલ્લભે રાણીના બધા ભાઈઓને મારી નાંખ્યા તે વાત આખા ગામમાં ફેલાઈ ગઈ. રાણેને આ વાતની જાણ થતાં તેને ખૂબ ક્રોધ ચઢ. ને કાળો કલ્પાંત કરવા લાગી ને બેલવા લાગી કે નકકી કીચકને પણ આ વલ્લભે જ માર્યો હશે ! થોડી વારે રાજા રાણીના મહેલે આવ્યા એટલે રાણીએ કહ્યું- સ્વામીનાથ ! તમારા રાજાપણુમાં ધૂળ પડી. જયાં તમારી આણ વર્તતી હોય ત્યાં મારા ભાઈનું નામ લેનાર કોણ છે? તેના બદલે એક રસોઈયો મારા ભાઈઓને મારી નાંખે! બસ, આપ ગમે તેમ કરો પણ વલ્લભને મારી નાંખે. એને નહિ મારી નાંખે ત્યાં સુધી હું અન્ન પણ લઈશ નહિ. અરેરે....હું આટલા બધા ભાઈની બહેન આજે ભાઈ વિનાની થઈ ગઈ! જે આપ તેને મારી નહિ નાખે તે હું ગળે ફાંસે ખાઈને મરીશ. આ રીતે રાણી ખૂબ ઝૂરે છે. રાજા કહે છે કે રાણી! મને ઘણું દુઃખ થયું છે. તારા સે એ ભાઈએ મરાયા તે હું સહન કરી શકતા નથી પણ આની સામે થવું એટલે મોતને ભેટવા જવાનું છે તેના બળ આગળ આપણું સૈન્ય પણ ટકી શકે તેમ નથી. છતાં તેને બૈર લેવાને ઉપાય શોધું છું. તું ધીરજ રાખ.
સાંભળ્યું છે કે હસ્તિનાપુરમાં દુર્યોધન રાજાની પાસે વૃષકર્પર નામને એક