________________
શારદા દર્શન
સૂતા હતા. તેમણે પૂછયું –બેટા! તું શા માટે આટલા બધા નિસાસા નાખે છે? તને કેમ ઉંઘ આવતી નથી? તને શું દુઃખ છે? ભરતે કહ્યું–મહારાજ ! આ દુનિયામાં મારે જે કઈ દુઃખી નહિ હોય. મારા દુઃખની શી વાત કરું? મને એક જ વિચાર આવે છે કે હવે મારા વડીલ બંધુ રામના અંતરમાં મારું સ્થાન હશે ખરું? કારણ કે મારા પ્રત્યેના મેહના કારણે મારી માતાએ રાજય માંગ્યું ને મટાભાઈને વનવાસ આપે. તેઓ વનમાં ચાલ્યા ગયા પણ તેમના મનમાં તે એમ જ થશે કે માતાને આ પ્રમાણે શીખવાડીને ભરતે રાજય લઈ લીધું છે. એટલે હવે તેમના દિલમાં મારું સ્થાન કયાંથી હોય? ભગવાન તુલ્ય પવિત્ર મોટાભાઈના દિલમાં જે મારું તલ જેટલું પણ સ્થાન ન હોય તે મારું જીવતર ધૂળ થઈ ગયું. રડતા ભરતે નિઃસાસે નાંખતા પૂછ્યું કે હે ઋષિશ્વર ! મારા મોટાભાઈ વનવાસ જતાં અહીં રાતવાસે રહ્યા હતા? ઋષિ કહે હા. તે શું મારા ભાઈના હૃદયમાં મારું સ્થાન છે?
ત્રાષિએ કહ્યું-ભરત? તમે શેક ન કરે. રામના હૃદયમાં અણુઅણુમાં તમારું સ્થાન છે. આ સાંભળી ભારતના અંતરમાં આનંદ થયો ને ખૂબ આતુરતાથી પૂછ્યું-મારા મોટાભાઈ શું કહેતાં હતા? ત્રષિએ કહ્યું-ભરતજી! સાંભળો. સવારે હું અને રામચંદ્રજી સામેના તળાવે રનાન કરવા માટે ગયા હતા. રનન કર્યા પછી રામ પૂર્વ દિશા તરફ મુખ રાખીને ઉભા રહીને બોલવા લાગ્યા. જંબુકીપે ભરત...આટલું બોલીને અટકી ગયા, ને તેમની આંખોમાંથી દડદડ આંસુ વહેવા લાગ્યા. ડીવારે સ્વસ્થ થઈને પાછા બેલ્યા-જંબુદ્વીપે ભ૨ત, માંડ માંડ ભરત બોલ્યા ને અટકી ગયા ને તેમનું હૈયું ભરાઈ ગયું. હે ભરત ! આ ઉપરથી હું અનુમાન કરીને કહું છું કે રામચંદ્રજીના હૃદયમાં તમારું સ્થાન સહેજ પણ ઓછું નથી થયું હતું તેવું જ સ્થાન છે. જે તમારા પ્રત્યે પ્રેમ ન હોય તે તમારું નામ બેલતાં એમની આંખમાં આંસુ શા માટે આવે? માટે તમે ચિંતા ના કરો. બેફિકર બનીને રામચંદ્રજી પાસે જાઓ, એટલે ભરત હર્ષભેર રામચંદ્રજી પાસે ચાલ્યા.
આપણે પણ એવી જ વાત ચાલે છે. જે રામચંદ્રજીને લક્ષમણ અને ભરત ઉપર પ્રેમ હતો તે જ પ્રેમ કૃષ્ણવાસુદેવને તેમના લઘુભાઈ ગજસુકુમાલ પ્રત્યે છે. તેથી હર્ષભેર દર્શન કરવા માટે જઈ રહ્યા છે. “તા તે કાન્હે વાસુ વાવડ મ મકન णिगच्छइ, णिगच्छित्ता जेणेव अरहा अरिट्टनेमि तेणेव उवागच्छा, उवागच्छित्ता जाव वदह નમન ” વૃધ્ધપુરૂષને સહાય કર્યા પછી કૃષ્ણ વાસુદેવ દ્વારકા નગરીના મધ્યભાગમાં થઈને નીકળ્યા અને જ્યાં અરિહંત અરિષ્ટનેમિ ભગવાન બિરાજતા હતા ત્યાં જઈને ભગવાનને તિકખુલ્તને પાઠ ભણી વંદન નમસ્કાર કર્યા. ભગવાનના દર્શન કરીને એક પછી એક સંતને વંદન કરવા લાગ્યા. વંદન કરતા કરતા કયાંય નવદીક્ષિત ગજસુકુમાલ અણગાર ન દેખાયા શુ.-૧૦૪