________________
શારદા દર્શન રાત પડી એટલે કીચકે નાહી ધોઈને સારા વસ્ત્રાભૂષણે પહેર્યા. શરીરે સેન્ટ છાંટયા, જાણે વરરાજા થઈને પરણવા જવાનું ન હોય! તેમ વરરાજા જે બનીઠનીને તૈયાર થ, અને મેવા-મીઠાઈ, કુટ, વસ્ત્રાભૂષણે વિગેરે ઘણું ચીને સાથે લઈને મધરાત્રે કચક હર્ષભેર નાટયશાળામાં પહોંચી ગયા. ભીમા માલિનીને વેશ પહેરીને અચ્છી તરહથી નાટયશાળામાં જઈને સૂઈ ગયો હતે. નાટયશાળામાં દીવે કર્યો ન હતો. ઘોર અંધકાર હો. ત્યાં આવીને કીચકે નાટયશાળાના દ્વાર ખખડાવ્યા. એટલે ભીમે સ્ત્રી જેવા સ્વરે કહ્યું, પધારે...પધારે. કીચક પ્રેમ વ્યક્ત કરતાં બે –હે મારી પ્રાણપ્રિયા ! આ તારા પ્રેમમાં પાગલ બનેલો તારો દાસ તારી સામે આવીને ઉભે છે. આવ, આપણે બંને પ્રેમ કરીએ. તારા હિમ જેવા શીતળ બાહુથી મને આલીંગન કરીને મારા તપી ગયેલા અંગેને શીતળ બનાવ, ત્યારે માલિનીના રૂપમાં ઉભેલા ભીમે મધુર સ્વરે પ્રેમથી કહ્યું હા, નાથ. હું પણ કયારની તમારી રાહ જોઈ રહી છું આ આપણે મળીએ. આમ કહ્યું એટલે કીચકે માલિનીને આલીંગન કરવા હાથ લંબાવ્ય ને ભીમે પણ હાથ લંબાવ્યો. પરસ્પર એક બીજાના બાહુપાશમાં જકડાયા. ત્યાં કીચકના મનમાં થયું કે આ સ્ત્રી નથી.
ીના વેશમાં કઈ પુરૂષ છે, પણ હવે શું થાય? ભીમે હાસ્ય કરીને કહ્યું–મારા પ્રાણ નાથી તમને આવતાં ખૂબ વાર લાગી. તમે તે મને ખૂબ વહાલાં છે. એમ પ્રેમભર્યા શબ્દ બોલતાં બોલતાં એ જોરથી હાથ દબાવ્યું કે કીચકના મુખમાંથી ઉં....
ઉફ... કુ... થઈ ગયું. અને ભડાક કરતે ભોંય પડે. (હસાહસ).
કીચકના મુખમાંથી ચીસ નીકળી ગઈ, પણ રાત્રે કેણ સાંભળે ? ભીમે તેને કહ્યું દુષ્ટ ! સાંભળી લેજે. હું માલિની નથી પણ તેને પતિ છું. પરસ્ત્રી સામે કુદષ્ટિ કરી છે તે તેને સ્વાદ ચાખી લે. કીચક મહામુસીબતે બે કે મને જીવતે છેડી દો. હવે હું કદી આવું કાર્ય નહિ કરું. તમારી પાસે ક્ષમા માંગું છું. ભીમે કહ્યું કે તેને ભગવાન ક્ષમા આપશે. હું નહિ આપું. એમ કહીને તેને લાત મારી કે તે ઉં...ઉ.... કરતાં ફ થઈ ગયો. ભીમે મડદાને ઉપાડીને રસ્તા વચ્ચે ફેંકી દીધું. સવાર પડતાં સૌ બોલવા લાગ્યા કે હાય હાય આ તે રાજાને સાળે છે. તેણે માર્યો? વાત બહાર પડતાં તેને સે ભાઈ દેડીને આવ્યા. કોણે માર્યો છે તે તપાસ ઘણું કરી પણ પત્તો ના પડા, ત્યારે કોઈ એ કહ્યું કે તમારે ભાઈ માલિની પાછળ પડયે હતો ને માલિની તેને કઠોર વચન કહેતી હતી. માટે માલિનીએ માર્યો લાગે છે. આથી એ ભાઈ વૈર લેવા તૈયાર થયા, અને વિચાર્યું કે માલિનીને જીવતી કચક ભેગી બાળી નાંખવી. હવે શું બનશે તેના ભાવ અવસરે.