________________
શારદ્ધા દર્શન
એટલે કૃષ્ણ વાસુદેવ નેમનાથ ભગવાન પાસે આવ્યા અને ભગવાનને વંદનનમસ્કાર કરીને પૂછ્યું “कहि ण भन्ते ! से मम सहायरे भाया गयसुकुमाले अणगारे ? जण्ण अहं वदामि નમં રામ ” જુઓ. કુણુવાસુદેવમાં કેટલે વિનય અને સભ્યતા છે. તેમણે બીજાઈ નાના. સંતેને ન પૂછયું કે મારો ભાઈ કયાં છે? એ તે સીધા ભગવાન પાસે આવ્યા ને પૂછયું-હે મારા ત્રિલેકિનાથ ભગવંત હે કરૂણાના સાગર! મારા સહેદર લઘુ બાંધવ ગજસુકુમાલ અણગાર કયાં છે? હું તેમને વંદન નમસ્કાર કરવા ચાહું છું. ભાઈ પ્રત્યે પ્રેમને કેટલે ઉભરે છે. કેટલું વાત્સલ્ય છે! કૃષ્ણને પોતાના ભાઈ નવદીક્ષિત ગજસુકમાલ અણુગારના દર્શન કરવાની અધીરાઈ આવી છે. હવે તેમનાથ ભગવાન શું જવાબ આપશે તેના ભાવ અવસરે.
ચરિત્ર - પાંચ પાંડ અને દ્રૌપદી છ એ જણું વિરાટ રાજાના રાજયમાં ખૂબ પ્રમાણિક રીતે રહે છે. આથી મચ્છ રાજાને ખૂબ સંતોષ થયે. દરેક પોતાનું કાર્ય બરાબર કરે છે. રાજાની કુંવરી ઉત્તરાને બૃહન્નાટે સંગીતકળા બરાબર શીખવાડી. આથી તેની ખૂબ પ્રશંસા થઈ. બધા મોડી રાત્રે ખાનગીમાં એકબીજાને મળતા તેમજ કુંતામાતાની બરાબર ખબર રાખતા હતા. આ રીતે દિવસો પસાર કરી રહ્યા છે. દ્રૌપદી રાણીની ખૂબ સેવા કરતી, તેથી તે રાણીને ખૂબ પ્રિય થઈ પડી. રાજા તરફથી પાંચ પાંડેને અને રાણી તરફથી દ્રૌપદીને ઘણું ઈનામ આપવામાં આવતું હતું. આ રીતે આનંદથી રહેતા હતા.
એક દિવસ રાણીને ભાઈ કીચક રાણીના મહેલે આવ્યા અને દ્રૌપદીને જોતાં મેહાંધ અન્ય ને વિચાર કરવા લાગ્યો કે મારી બહેનની દાસીને મારી રાણી બનાવું. આથી કીયકે પિતાની દાસીને રૌદ્ધી પાસે મેકલી. સેરેબ્રીને ઘણું માલિની કહીને બોલાવતા. દાસીએ માલિનીને કહ્યું કે હે માલિની! હું તને તારા હિત માટે એક ગુપ્ત વાત કહેવા આવી છું. મછ રાજાને સાળો કીચક નવયુવાન છે. તેનું રૂપ તે જાણે કામદેવ જોઈ લે. એ કીચકે તને એક દિવસ જોઈ છે, તેથી તે તારા રૂપમાં આસકત બનેલ છે. એટલે તારી સાથે પરણવા ઈચ્છે છે. તારા વિરહની વેદનાથી એના અંગમાં દાડ જવર જેવી ભયંકર બળતરા ઉપડી છે. તે તારા સ્પર્શરૂપી ઔષધિ મળતાં શાંત થશે. હે દાસી ! તારા તે ભાગ્ય ખુલી ગયા. કીચક રૂપમાં કામદેવ જેવું છે, તે ખૂબ હોંશિયાર છે વળી મહારાજાને સાળે છે. એ તને દિલથી ચાહ હોય ત્યાં શું બાકી રહે! માટે હે માલિની! તું આ વાતને સ્વીકાર કરીને મારી સાથે ચાલ. આ સાંભળીને માલિનીને ખૂબ ક્રોધ આવ્યો. ક્રોધથી લાલચોળ થઈને કહ્યું–હે દાસી! તું આ શું બલી રહી છે? તને શરમ નથી આવતી? તારા નાક અને કાન કાપી લઉં તે પણ પ.પ---લાગે. ચાલી જા અહીંથી. મને તે લાગે છે કે કીચક મરવા માટે જ મારા હાથને સ્પર્શ ઈચ્છી રહ્યો છે? શું સિંહણનાં સ્પર્શથી શિયાળ જીવતું રહી શકે ખરું ? મારા પતિને કીચકના કાળા કામની ખબર પડી જશે તે જીવતો રહી શકશે નડિ. આ પ્રમાણે કહીને દ્રૌપદીએ દાસીને ધક્કો મારીને બહાર કાઢી.