________________
શારદા દર્શન
८२७ દાસી રડતા મુખે ઘેર ગઈ. તેથી કીચકે તેને ખૂબ હિંમત આપી અને ફરીને હીરા, માણેક, મોતીના દાગીના તથા કિંમતી વસ્ત્રો વિગેરે ખૂબ લઈને મેલી. ફરીને દાસી ધ્રુજતા ધ્રુજતા બેલી કે હે માલિની ! તને કીચક ખૂબ ચાહે છે. તારા વગર તે ગૂરી રહ્યું છે. તું જે તે ખરી. તારા માટે કીચકે કેટલું મકલાવ્યું છે. હવે તું દાસીપણાના કામ મૂકીને મહારાણી બન. તારા માટે કીચક બધી રીતે તૈયાર છે. આ વાત સાંભળીને દ્રૌપદીએ દાસીને લાત મારીને કાઢી મૂકી. હવે દ્રૌપદી એક દિવસ રાણીના કામે ક્યાંક જતી હતી ત્યારે કચક પણ બહાર નીકળે. એકાંત સ્થાન જોઈને કીચકે તેને હાથ પકડ, ત્યારે દ્રૌપદીએ કોધમાં આવીને કહ્યું–હે પાપી! હવે તારું મોત નજીક આવ્યું લાગે છે. તેથી તેને આવી દુર્મતિ સૂઝી છે. આમ કહીને પિતાને હાથ ખેંચીને ભાગી ગઈ. એટલે કીચકે પાછળથી તેને લાત મારીને પાડી નાખી અને પોતે ભાગી ગયો, ત્યારે દ્રૌપદીએ રડતી રડતી રાજસભામાં જઈને કહ્યું- હે મહારાજા ! અમારા ગરીબનો પિકાર સાંભળે. આપને સાળ થઈને એક સ્ત્રી સામે કુદષ્ટિ કરે ને લાત મારીને કે સ્ત્રીને ફેંકી દે તે શું તેની રીત છે? આપના સનેહીજને જયારે આવે અન્યાય કરશે તે પછી બીજા લેકે શું નહિ કરે? હવે હું તેના શરણે જાઉં? મારો પતિ મહા બળવાન છે પણ અત્યારે અહીં હાજર નથી. જે એ અહીં હોત તે કીચકને કયારને કચરી નાંખ્યા હતા. એમ કહીને રડવા લાગી.
સભામાં બેઠેલા ભીમને જાગેલો ક્રોધ” – આ વખતે ભીમ પણ સભામાં બેઠે હતે. ધર્મરાજા પુરોહિત બનીને બેઠા હતાં. ભીમથી આ સહન થયું નહિ. તે ધર્મરાજા સામે દષ્ટિ કરીને ઉઠવા ગયે પણ ધર્મરાજાએ ઈશારાથી ના પાડી એટલે તે પાછો બેસી ગયે. મછરાજા પિતાના સાળાની વાત હતી એટલે મૌન બેસી રહ્યા. માલિનીની વાત ઉપર કંઈ થાન આપ્યું નહિ ને સભા બરખાસ્ત કરી. માલિનીને ખૂબ દુઃખ થયું કે હું પાંચ પાંચ પતિની પત્ની અને મારી આ દશા થાય છતાં કઈ કાંઈ ન બોલે! દુષ્ટ દુર્યોધન ભરસભામાં નગ્ન કરવા ઉઠે છતાં કંઈ ન બેલ્યા ને અહીં પણ રાજાને સાથે આવું કરે છે છતાં પાંડવે બેસી રહ્યા છે. તેમના પુરૂષપણામાં ધૂળ પડી. દ્રૌપદીને ખૂબ ક્રોધ આવ્યું. હવે તે રાત્રે છાનીમાની ભીમના આવાસે જશે ને શું બનશે તેના ભાવ અવસરે.