________________
છટક,
શારદા દર્શન સર્વજ્ઞ હતાં. ઘટઘટની ને મનમનની વાત જાણનારા હતાં. એટલે જાણી ગયાં કે આ તે. નિકટ મોક્ષગામી જીવ છે. તેને કે ઉપસર્ગ આવવાને છે ને તે નિમિત્તે કર્મની સામે કેશરીયા કરીને મોક્ષ મહેમાન બનવાનો છે. એટલે ભગવંતે કહ્યું: બહાસુદું તેવાણુદિયા હે મારા લઘુશિષ્ય ! તમને જેમ સુખ ઉપજે તેમ કરે. આ પ્રમાણે કહીને ભગવાને એક રાત્રિની મહાપ્રતિમાની આરાધના કરવાની આજ્ઞા આપી. ભગવાનના આ શબ્દોમાં એ ભાવાર્થ સમાયેલું છે કે હે દેવાનુપ્રિય ગજસુકુમાલ! એક રાત્રીની મહાપ્રતિમા ધારણ કરવી તે સામાન્ય કામ નથી. એ બહુ કઠીન વ્રત છે. એનું પાલન કરવા માટે ઘણી દઢતા ને સ્થિરતા હોવી જોઈએ. એવી કઠોર સાધનામાં પશુગૃત દેવકૃત અને મનુષ્યકૃત ઉપસર્ગો આવે છે. તે વખતે ભયંકર દુઃખ સમતા ભાવે સહન કરવા પડે છે. તમે બરાબર સમજી વિચારીને કાર્ય કરે કે આવા ઉપસર્ગો આવશે ત્યારે મનને બિલકુલ ડામાડોળ થવા દેવાશે નહિ, આર્તધ્યાન-રૌદ્રધ્યાન કરાશે નહિ અને મેરૂ પર્વતની માફક અડોલ રહેવું પડશે. પ્રતિકૂળ વાતાવરણમાં પણ જે આત્મિક શાંતિને સુરક્ષિત રાખવાની તમારામાં શક્તિ હોય તે મારી તમને ખુશીથી આજ્ઞા છે. તમે સુખેથી મહાપ્રતિમાની આરાધના કરવા જાઓ ને જલદી મોક્ષ લક્ષમીને પ્રાપ્ત કરે.
- આ પ્રમાણે ભગવાને ગજસુકુમાલ મુનિને કહ્યું. ભગવાનની આજ્ઞા મળતાં તેમના અંતરમાં અવર્ણનીય આનંદ થયે. અહો! મારા પ્રભુએ મારી માંગણેને સ્વીકાર કર્યો અને મને પ્રેમથી આજ્ઞા આપીને સાથે અંતરના આશીર્વાદ આપ્યાં કે તમે જલદી મેક્ષલક્ષમીને વરે. બસ, હવે મારું જલ્દી કલ્યાણ થઈ જશે. જ્યાં સર્વજ્ઞ ભગવંત બેલ્યા ત્યાં શું બાકી રહે ? હવે ગજસુકુમાલને બારમી પ્રતિમા વહન કરવાની આજ્ઞા મળી. ભગવાનની આજ્ઞા મળતાં ગજસુકુમાલ અણગારે શું કર્યું ? “તળે રે જનસુકુમારે अणगारे अरहता अरिट्ठनेमिणा अव्भणुण्णाए अरहं अरिटुनेमि वंदति नमंसति वंदिता नमंसित्ता अरहओ अस्टिनेमिस्स अंतियाओ सहस्संबवणाओ उज्ज्ञाणाओ पडिणिक्खमइ ।"
તે ગજસુકુમાલ અણગારે ભગવાનની આજ્ઞા મળતાં ભગવાનને વંદન નમસ્કાર કર્યા. ત્રણ વખત વંદણું કરીને ભગવાનની પાસેથી મહાકાલ શમશાનમાં જવા માટે સહસામ્રવન ઉદ્યાનની બહાર નીકળ્યા. જુઓ, કેટલે બધે વિનય છે! ભગવાન પાસે આજ્ઞા લેવા માટે આવ્યા ત્યારે વંદણુ કરી ને આજ્ઞા મળી પછી પણ વંદન કર્યા. વંદન કરીને ભગવાન પાસેથી નીકળ્યા. ભગવાન તે જાણે છે કે આ મારે લઘુ નવદીક્ષિત શિષ્ય મારી પાસેથી છેલ્લી આજ્ઞા લઈને જાય છે. હવે તે પાછો આવવાને નથી, પણ ભગવાન તે વીતરાગ છે. એટલે તે કંઈને કંઈ કહે નહિ. કોઈ પૂછે તે કહે પણ પૂછ્યા વિના ન કહે, ગજસુકુમાલ અણગાર સહામ્રવન ઉદ્યાનમથી “પલળમિત્તા જેવા મહામહે સુણાળે તેવ