________________
શારદા દર્શન
૮૧૩
વહાલસોયા દીકરાનું મુખ જોઉં. છત્રપલંગમાં માતા સુતી છે પણ ઝબકી ઝબકીને જાગી જવા લાગી ને બોલવા લાગી કે હું મારા બેટા કૃષ્ણ! તું જલદી ઉઠી ને રથ તૈયાર કરાવ. ગજસુકુમાલ મુનિના દર્શન કરવા જવું છે. આ રીતે માતાને પુત્રના વિરોગમાં રાત છ મહિના જેવી લાંબી લાગી.
દેવકી માતાને ગજસુકુમાલ અણગારના દર્શન કરવાને તલસાટ જાગે છે. જેમ તેમ કરીને રાત્રી વીતાવી અને સવાર પડી. કૃણવાસુદેવને પણ ભગવાનના દર્શને જવાને તલસાટ હતે. ગજસુકુમાલની દીક્ષાના બીજે દિવસે સૂર્યોદય થયા પછી કૃષ્ણ વાસુદેવે રનાન કર્યું. સ્નાન કરીને વસ્ત્રાલંકારોથી વિભૂષિત થઈને હાથી ઉપર બેઠા. કરંઠ પુછપની માળાથી યુક્ત છત્રને શિર ઉપર ધરાવતા તથા ડાબી જમણી બંને બાજુએ શ્વેત ચામર ઢળાવતા અનેક સુભટના સમુહથી યુકત “વાવ પથરિ મક
સ મિ તેર વહી જમurg” તે કૃણવાસુદેવે દ્વારકા નગરીના મધ્ય ભાગમાંથી મેટા મેટા રાજમાર્ગ ઉપરથી પસાર થઈને અહંત અરિષ્ટનેમિ પાસે જવા પ્રસ્થાન કર્યું.
બંધુઓ ! આ ત્રણ ખંડના અધિપતિ છે પણ ભગવાનના દર્શન કરવા જવાની કેટલી લગની છે. કેટલા ઉત્કૃષ્ટ ભાવ છે. ઉત્કૃષ્ટ ભાવે વંદન કરતાં જીવ નીચગેત્ર કર્મને ક્ષય કરીને ઉંચ નેત્ર કર્મ બાંધે છે. સંતના દર્શન કરવામાં પણ કેટલે બધે લાભ છે! પણ આજને માનવી હાય પસા-હાય પૈસા કરીને ધન મેળવવા દેડાદોડ કરે છે. ગામમાં સંત બિરાજતા હોય તે દર્શન કરવા આવવાનો પણ એને ટાઈમ નથી, પણ એક દિવસ આ જીવન ફરરકું થઈ જશે, ત્યારે તેને કહેશે કે ટાઈમ નથી. કૃણવાસુદેવ રાજશાહી પિશાક પહેરીને હાથી ઉપર બેઠા છે. માથે રાજસેવકએ છત્ર ધર્યું છે. ચામર વીંઝાય છે ને ઘણું સુભટો તેમને ઘેરી વળ્યા છે. આવા ઠાઠમાઠથી દ્વારકા નગરીના મુખ્ય મુખ્ય રાજમાર્ગે થઈને જઈ રહ્યાં છે. તમને એમ થશે કે દર્શન કરવા જવું તેમાં આટલા ઠાઠમાઠની શી જરૂર? આવા મોટા મહારાજાએ દર્શન કરવા નીકળે ત્યારે તેમની સવારી જેઈને લેકે ધર્મ પામી જાય છે, ને શાસનની પ્રભાવના થાય છે.
આજે જ્ઞાનપંચમીને પવિત્ર દિવસ છે. એટલે જ્ઞાનની આરાધના કરવાની જરૂર છે. જ્ઞાન વિનાનું જીવન વેરાન વન જેવું છે. અજ્ઞાન અંધકાર સ્વરૂપ છે જ્યારે જ્ઞાન પ્રકાશ સ્વરૂપ છે. તમે ઘરમાં પ્રકાશ કરવા માટે ફાનસ સળગાવે છે. તે તેમાં ફાનસ, વાટ, કેરોસીન, દિવાસળી બધું જોઈએ છે અને લાઈટ કરવા માટે લેબ, બટન, પાવર વિગેરેની જરૂર પડે છે, ત્યારે તમને પ્રકાશ મળે છે. જ્યારે જ્ઞાન એ પ્રકાશ છે કે તેને તેલની કે વાટની આવશ્યકતા નથી. જ્ઞાન સ્વતઃ પ્રકાશમાન છે. એને અન્ય પ્રકાશની જરૂર નથી. જ્ઞાનને પ્રકાશ તે સૂર્યના પ્રકાશ કરતાં પણ શ્રેષ્ઠ છે. કારણ કે સૂર્ય તે દિવસે જ પ્રકાશ આપે છે જયારે જ્ઞાન તે દિવસે ને રાત્રે સરખે પ્રકાશ આપે છે.