________________
શારદા દર્શન યુધિષ્ઠિરને જોતાં સૌને થયેલું આશ્ચર્ય” :- યુધિષ્ઠિર જાણે દેના ગુરૂ બૃહસ્પતિ જ ન હોય! તેવા શોભવા લાગ્યા. રાજા પણ વિચાર કરવા લાગ્યા કે આજ સુધી મેં આવી પવિત્ર અને સૌમ્ય આકૃતિવાળો બ્રાહ્મણ જ નથી. આ ખૂબ જ્ઞાની દેખાય છે. આવા પુરૂષના પગલા થવાથી મારી સભા પવિત્ર બની ગઈ. એમ આનંદ પામતા રાજાએ તે બ્રાહ્મણના ચરણમાં મસ્તક નમાવીને પ્રણામ કર્યા. બ્રાહ્મણે પણ તેમના માથે હાથ મૂકીને આશીવાદ આપ્યા. પછી આખી સભાના માણસોએ નમસ્કાર કર્યો ને આર્શીવાદ લીધા. પછી રાજાએ પૂછયું-આપ ક્યાંથી પધાર્યા ને કેણ છે? ત્યારે યુધિષ્ઠિરે કહ્યુંહું કંક નામનો બ્રાહ્મણ છું. યુધિષ્ઠિરને મિત્ર અને તેમને પ્રિય પુરોહિત છું. તે સિવાય જુગાર રમવામાં પણ પ્રવીણ છું. હું ક્યારે પણ તેમાં હારું નહિ. બીજી ઘણી કળાઓમાં પ્રવીણ છું, ત્યારે મરછ રાજાએ કહ્યું–તમે જુગાર રમવામાં ચતુર હતા તે ધર્મરાજા શામાટે હારી ગયા? બ્રાહ્મણે કહ્યું –મહારાજા ! હું તે વખતે બહારગામ ગયો હતું, અને ધર્મરાજા કદી જુગાર રમે તેવા નહોતા પણ દુર્યોધન અને શકુનિએ કપટ કરીને જુગાર રમાડયા, અને તેઓ હારી ગયા પણ જે હું હોત તે હાર થવા દેતા નહિ. તેઓ રાજપાટ હારી ગયા તેથી દુર્યોધને તેમને વનવાસ આપ્યો. દુર્યોધન બહુ કપટી છે તેથી હું તેની પાસે ગયો નહિ પણ મારા પાંડેની શોધ કરવા નીકળે. તેમની શોધ કરતાં બાર બાર વર્ષ પૂરા થયા પણ તેમને પત્તો લાગ્યો નહિ. મને ખબર પડી કે વિરાટ નગરીને મચ્છ રાજા ઉદાર, ન્યાયી, સદાચારી અને પવિત્ર છે. તેથી ઉદર પૂર્તિ માટે હું ફરતો ફરતે અહીં આવ્યો છું. રાજાએ કહ્યું–આજથી તમે મારા માનનીય પુરોહિત છે. આપના જેવા જ્ઞાની પુરોહિત સદ્ભાગ્યે જ મળે છે. તમે યુધિષ્ઠિરના મિત્ર છે ને મારે ત્યાં પધાર્યા તેથી મને ખૂબ આનંદ થયોઆમ કહી સુવર્ણથી બ્રાહ્મણને સત્કાર કર્યો.
“
ર યાના રૂપમાં ભીમનું આગમન” :- હવે બીજે દિવસે પહાડ જેવી પડછંદ કાયાવાળે, સૌંદર્યવાન એક માણસ હાથમાં કડછો ને ચમચા લઈને રાજભવન પાસેથી જતું હતું. રાજાએ દૂરથી તેને જાતે જે. એટલે દ્વારપાળ દ્વારા રાજાએ તેને બેલા ને પૂછયું કે હે ભાઈ! તું કેણ છે ને કયાંથી આવ્યો છે? ત્યારે ભીમે કહ્યું હું મહારાજા યુધિષ્ઠિરને રસેઈએ છું. દરેક જાતની મીઠાઈ તેમજ બધી વસ્તુ બનાવું છું. મારું નામ વલ્લભ છે. હું રસોઈ બનાવવામાં પ્રવીણ છું એટલું જ નહિ પણ મને મલલયુદધ કરતા પણ આવડે છે. હસ્તિનાપુરના બધા મલામાં હું શ્રેષ્ઠ હતો પણ તેઓ રાજપાટ હારીને વનવાસ ગયા. પછી મેં તેમની ખૂબ શોધ કરી પણ અત્યાર સુધી નહિ મળવાથી દુઃખી થઈને આમતેમ ફરતે આપના આશ્રયે આવ્યો છું. રાજાએ ખુશ થઈને પિતાના રસોડાને અધ્યક્ષ બનાવ્યો, ને તેને પણ સુવર્ણથી સત્કાર કર્યો. હવે અર્જુન કેનું રૂપ લઈને આવશે તેના ભાવ અવસરે કહેવાશે.