________________
શા દર્શન જોઈએ. દયા એ ધર્મરૂપી કલ્પવૃક્ષનું મૂળ છે. જ્યાં દયા નથી ત્યાં ધર્મ નથી. દયા રૂપી નદીના કિનારે ધર્મના અંકુરા ઉગે છે, પણ જયાં દયા રૂપી નદી સૂકાઈ ગઈ છે ત્યાં ધર્મના અંકરા કેવી રીતે ઉગવાનાં છે? દીન દુઃખી જેને જોઈને જેને મદદ કરવાનું, તેના પ્રત્યે સહાનુભૂતિ વ્યકત કરવાનું મન થતું નથી તેને અવતાર પશુ જેવો છે. પૂર્વે કરેલા પાપકર્મના ઉદયથી જે જીવે દુઃખી છે તેનું દુઃખ દૂર કરવા માટે યથાશક્તિ પ્રયત્ન કરે જઈએ. આ સંસારમાં સંપત્તિ સ્થિર નથી, વિજળીને ઝબકારા જેવી ચંચળ છે. આજનો રાજા કાલે રંક બની જાય છે ને આજનો ભિખારી કાલે શ્રીમંત બની જાય છે. તેને ખબર છે કે કાલ કેવી ઉગશે ? માટે જયાં સુધી તમારા પુણયને દિપક જેલે છે ત્યાં સુધી બને તેટલા સુકૃત્ય કરી લે. પુણ્યને દીપક બુઝાઈ જશે ત્યારે જીવનમાં ઘોર અંધકાર છવાઈ જો. પુણ્યનો કાંઈ ભરોસો રાખવા જેવો નથી. કયારે પાપનો ઉદય થશે તે ખબર નથી. અહી એક દષ્ટાંત યાદ આવે છે.
એક મેટા શ્રીમંત શેઠને પુણ્યોદયે બધું સુખ હતું. તે ખૂબ હોંશિયાર ડાહ્યા ને ગંભીર હતા, પણ સાથે પાપોદયે પત્ની તરફથી એને બિલકુલ સુખ કે શાંતિ ન હતી. દેખાવમાં તે રૂપાળી ને રંગીલી હતી પણ એવી આઝાદ હતી કે પતિનું કહ્યું કદી કરતી ન હતી. એના પતિને ધડાકે ઉઠાડે ને ધડાકે બેસાડે. આથી શેઠ ખૂબ કંટાળી ગયા પણ આ સંસારના ચેકડામાંથી બહાર નીકળી શકે તેમ ન હતું. એક દિવસ શેઠ શેઠાણીને નમ્રતાથી કહ્યું કે તું કહીશ તેમ હું બધું કરીશ પણ મારી આબરૂ તે રાખવી પડશે. ત્યાં એકદમ ઘુંઘરાટે કરીને કહે છે તમારે શી માંડવી છે ? શું હું કંઈ તમારી કરડી છું ? તમારે જે કહેવું છે તે ચેમ્બુ કહે. પછી હું તમને જવાબ આપીશ. શેઠ કહે મારા ૨૫ મિત્રો છે. તે મને ઘણી વાર જમવાનું કહે છે પણ હું જ નથી. જમું તે જમાડવા પડે ને ! પણ ગઈ કાલે ૨૫ મિત્રો ભેગા થઈને મારી પાછળ પડયા કે તમે ન આવે તે કાંઈ નહિ પણ અમે બધા તમારે ઘેર જમવા આવવાના છે. મેં ઘણા બહાના કાઢયા પણ તેઓ માન્યા નહિ. છેવટે ના છૂટકે મેં હા પાડી. તે તું સમજીને આટલું કર. ત્યાં શેઠાણીએ ધડાકે કર્યો કે હું તમારી નોકરડી નથી. મારાથી નહિ બને. તે ઘણું બોલી, પણ શેઠે નમ્ર બનીને તેને સમજાવી. ત્યારે કહ્યું કે ભલે, હું તમારી ૫૦ આજ્ઞા માનીશ, પણ એકાવનમી આજ્ઞા કરશો તે. હું નહિ માનું. શેઠ કહે ભલે. T બીજે દિવસે શેઠાણીએ રસોઈ બનાવી. બપોર થતાં શેઠનાં મિત્રો જમવા આવ્યાં. એટલે શેઠે કહ્યું-બધા મહેમાન આવી ગયા છે તે પાટલા ઢાળે, ત્યારે શેઠાણીએ ફક્ત પાટલા ઢાળ્યા પણ બીજું કાંઈ ન કર્યું. તેથી શેઠને બધું વારાફરતી કહેવું પડયું. દા. ત. થાળી લાવી ને વાટકે ન લાવી. તે રીતે દરેકમાં કર્યું. જમવામાં પણ એમ જ કર્યું. આમ કરતાં ૫૦ વખત કહ્યું. જયાં એકાવનમી વાર કહ્યું કે રાઈતું લાવે